પ્રાણ પ્રતિષ્ઠા બાદ કેમ બદલાઈ ગઈ રામલલાની પ્રતિમા? પ્રેમાનંદજીએ ખોલ્યું રહસ્ય

PC: bollywoodwallah.in

પ્રેમાનંદ મહારાજના પ્રવચનો અને વાતોને આજે દેશ અને દુનિયામાં સાંભળવામાં આવે છે. તેમના પ્રવચન એટલા શક્તિશાળી છે કે ક્રિકેટર વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્મા પણ તેમના આશીર્વાદ લેવા પહોંચે છે. પ્રેમાનંદ મહારાજજી આમ તો શ્રીકૃષ્ણની મહિમા અને તેમના સ્વરૂપનું પોતાના પ્રવચનોમાં વર્ણન કરે છે, પરંતુ હાલમાં જ એક ભક્તે તેમને શ્રી રામલલા સાથે જોડાયેલો સવાલ પૂછ્યો. એક ભક્તે પૂછ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ આખરે કેમ બદલાઈ ગઈ રામલલાની પ્રતિમા? આ સવાલના જવાબમાં પ્રેમાનંદ મહારાજે સ્પષ્ટ વર્ણન આપતા એ વાતનો ખુલાસો કર્યો કે અંતે એવું કેમ થયું?

પ્રેમાનંદજી મહારાજનો આ વીડિયો હાલના દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં અયોધ્યાથી આવેલો એક ભક્ત તેમને સવાલ કરી રહ્યો છે. અયોધ્યાથી આવેલા આ ભક્તે પૂછ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠા ઉપરાંત શ્રી રામજીની જે પ્રતિમા સ્થાપિત થઈ હતી, એ દિવ્ય અને સજીવ થઈ ગઈ. આ સજીવતાનું કારણ શું છે? આ સવાલનો જવાબ પ્રેમનંદજી મહારાજે આપ્યો. તેમણે કહ્યું કે, આપણાં શાસ્ત્રો અને આપણાં મંત્રોમાં મોટી તાકત છે. શ્રીવિગૃહમાં ભગવાનનું આહ્વાન વેદ મંત્રોથી થયું છે.

તેઓ આગળ કહે છે કે જે મંત્રવેત્તા, ત્રિકાળ સંધ્યા કરનારા બ્રહ્મણત્વથી યુક્ત, જ્યારે બ્રહ્મ ઋષિ મંત્રોથી આહ્વાન કરે છે, તો ભગવાન જે સર્વત્ર બિરાજમાન છે, તેઓ ત્યાં પ્રકાશિત થઈ જાય છે.' મંત્રોમાં ખૂબ તાકત છે અને બીજો છે ભાવ. ભાવમાં મોટી તાકત છે. મહાપુરુષોનો ભાવ જ્યાં ઈચ્છે, ભગવાન ઊભા કરી લો. મંત્રો અને એક-બે ભક્તોના નહીં અસંખ્યા ભક્તોના ભાવ જોડાયેલા છે. એવામાં મંત્રવેત્તાઓના આહ્વાન અને ભક્તોના ભાવમાં એટલી તાકત છે, સાક્ષાત પ્રભુનું ઘર છે, પ્રભુ તો ત્યાં પહેલાથી જ હતા, તેઓ પ્રકાશિત થઈ ગયા.

પ્રેમાનંદજી મહારાજ કહે છે કે, એવા એવા મંત્રોચ્ચારણ કરનારા છે, જે ચમત્કાર કરી શકે છે. જુઓ થયો ને ચમત્કાર. પ્રકટ થયા ને ભગવાન. પહેલા તો વિગ્રહમાં પ્રતિમા છે અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ જે છે, તેને જોઈ લો. તમને અંતર સ્પષ્ટ નજરે પડી જશે. ઉલ્લેખનીય છે કે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ શ્રી રામલલાને બિરાજમાન કરવામાં આવ્યા છે. એવામાં ઘણા ભક્તોએ સોશિયલ મીડિયા પર પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ શ્રી રામની પ્રતિમા ખૂબ જ અલૌકિક નજરે પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp