અગ્નિવીર અમૃતપાલને કેમ ન આપવામાં આવ્યું ગાર્ડ ઑફ ઑનર? સેનાએ જણાવ્યું કારણ

PC: twitter.com

પંજાબના મૃતક આર્મી જવાન અમૃતપાલ સિંહને ગાર્ડ ઑફ ઑનર ન મળવાને લઈને ખૂબ વિવાદ થયો. વિપક્ષે સરકાર અને અગ્નિવીર યોજના પર ઘણા સવાલ ઉઠાવ્યા. હવે આ બાબતે સેનાએ સ્પષ્ટતા આપતા જણાવ્યું કે, જવાને આત્મહત્યા કરી હતી. કહેવામાં આવ્યું કે નિયમોના હિસાબે આ પ્રકારની ઘટનાઓમાં મૃતકને સૈન્ય સન્માન આપવામાં આવતું નથી. 10 ઓક્ટોબરના રોજ જમ્મુ-કશ્મીરના પૂંછમાં LoC પાસે ફરજ બજાવતા જવાન અમૃતપાલ સિંહનું મોત ગોળી લાગવાથી થઈ ગયું હતું.

તેઓ અગ્નિવીર યોજના દ્વારા સેનામાં ભરતી થયા હતા. સમાચાર મળ્યા કે જવાનને સેના તરફથી ન તો ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું અને ન તો અંતિમ વિદાઇ. એક વીડિયો વાયરલ થયો, જેમાં જવાનના પરિવારજનો પાર્થિવ દેહને કાંધ આપતા નજરે પડ્યા. તેના પર આમ આદમી પાર્ટી (AAP), કોંગ્રેસ, RLD જેવી પાર્ટીઓ અગ્નિવીર યોજના અને સરકારને ખૂબ ઘેરી. 15 ઓક્ટોબરના રોજ એક પોસ્ટમાં સેનાએ જાણકારી આપી કે, અગ્નિવીર અમૃતપાલ સિંહના દુર્ભાગ્યપૂર્ણ મોતને લઈને કેટલીક ગેરસમજણો છે. તથ્યોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા.

સેનાએ આગળ કહ્યું કે, સશસ્ત્ર બળ અગ્નિપથ યોજના અગાઉ કે બાદમાં સામેલ સૈનિકો વચ્ચે કોઈ ભેદભાવ કરતું નથી. આ પરિવાર અને ભારતીય સેના માટે એક ગંભીર ક્ષતિ છે કે અગ્નિવીર અમૃતપાલ સિંહે ડ્યૂટી દરમિયાન આત્મહત્યા કરી લીધી. મેડિકલ-કાયદાકીય પ્રક્રિયાઓ બાદ તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે એસ્કોર્ટ પાર્ટી સાથે સેનાની વ્યવસ્થા હેઠળ મૂળ સ્થળે લઈ જવામાં આવ્યો. વર્ષ 1967ના હાલના સેનાના આદેશ મુજબ, આત્મહત્યાના કારણે થનાર મોતની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ મિલિટ્રી ફ્યુનેરલના હકદાર નથી. આ મામલે કોઈ પણ ભેદભાવ વિના નીતિનું સતત પાલન કરવામાં આવી રહ્યું છે.

ઉપલબ્ધ આંકડાઓ મુજબ, વર્ષ 2001 બાદથી 100-140 વચ્ચે એવરેજ વાર્ષિક ક્ષતિ થઈ છે, જ્યાં આત્મહત્યાના કારણે મોત થયા. એવા મામલે સૈન્ય અંત્યેષ્ટિની મંજૂરી આપવામાં આવી નથી. અમૃતપાલ સિંહ પંજાબના માનસાના રહેવાસી છે તેમણે ગયા મહિને જ સેનામાં ડ્યૂટી શરૂ કરી હતી. તેઓ મનકોટ સેક્ટરમાં એક અગ્રિમ ચોંકી પર સિપાહીના પદ પર તૈનાત હતા. 10 ઓક્ટોબરની સવારે જમ્મુ-કાશ્મીરમાં તેમનું મોત થઈ ગયું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગોળી જવાનની જ સર્વિસ રાઈફલથી ચાલી હતી. જો કે એ સ્પષ્ટ થયું નથી કે સૈનિકનું મોત એક્સિડેન્ટથી થયું કે તેમણે આત્મહત્યા કરી. 13 ઓક્ટોબરના રોજ અમૃતપાલ સિંહના અંતિમ સંસ્કાર તેમના ગામ કટોળી કલામાં થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp