DIG મેડમ રૂમ બંધ કરીને ડંડાથી ફટકારે છે, ઘરકામ કરાવે છે: હોમગાર્ડ જવાનનો પત્ર

PC: levelupias.com

બિહારના એક હોમગાર્ડના જવાનનું દર્દ પત્રમાં છલકાયું છે. પોલીસના ઉચ્ચાધિકારીને લખેલા પત્રમાં જવાને પોતાની વ્યથા ઠાલવી છે. પત્રમાં તેણે લખ્યું છે કે હું બિહાર હોમગાર્ડનો હું આર્મ્ડ સિપાઇ છું. સુરક્ષા માટે મારી ડ્યુટી બેલી રોડ પર આવેલા બિહાર પોલીસ રેડિયોમાં લગાવવામાં આવી હતી. પરતું પોલીસ અધિકારી મને દબાણ કરીને DIG અનુસુઇયા રણસિંહ સાહુના ઘરે મોકલી આપતા હતા. આવો આરોપ જવાને પત્રમાં કર્યો છે.

મેડમ અને તેનાપતિ મને ઘરનું કામ કરવા દબાણ કરે છે. જે પણ કામ કરવા યોગ્ય છે, તે હું કરું છું. હું એવું કોઈ કામ નથી કરતો જે કરી ન શકાય. આવી સ્થિતિમાં જો હું ના પાડું છુ તો મને ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલી દેવાની ધમકી આપે છે.જવાને કહ્યુ કે DIG મેડમ રૂમ બંધ કરીને મને ડંડાથી ફટકારે છે એટલું જ નહીં, પણ તેમના પાલતુ કૂતરાને મને કરડવા માટે મોકલે છે.

જવાને પત્રમાં વિનંતી કરી છે કે હું દલિત પરિવારથી આવું છું મને અહીં ફરજમાંથી હટાવી દેવામાં આવે, હું અહીં ફરજ નિભાવી શકુ તેમ નથી.

DIG અનુસુઈયા રણસિંહ સાહુ દ્વારા ત્રાસનો ભોગ બનેલા, હોમગાર્ડ કોન્સ્ટેબલનું નમ શશિકાંત સિંહ છે. જવાને આમ તો લગભગ 11 મહિના પહેલા 18 ઓક્ટોબરના રોજ બિહારના DG શોભા ઓહટકરને તેમની લેખિત ફરિયાદ આપી હતી.

બિહાર હોમગાર્ડ અને ફાયર સર્વિસમાંથી હટાવ્યા બાદ સિવિલ ડિફેન્સના DIG બનેલા IPS અનુસુઈયા રણસિંહ સાહુ દ્વારા કોન્સ્ટેબલોના ત્રાસની સ્ટોરી હવે એક પછી એક પ્રકાશમાં આવી રહી છે. જ્યારે કોન્સ્ટેબલ શશિકાંતને ત્રાસ આપવામાં આવ્યો હતો એ દરમિયાન આ મહિલા અધિકારીની પોસ્ટિંગ બિહાર પોલીસ રેડિયોમાં DIG હતા. ગવે શશિકાંત સિંહનો પત્ર લાંબા સમય પછી સામે આવ્યો છે.

શશિકાંત સિંહે પત્રમાં લખ્યું છે કે ઇચ્છા ન હોવા છતા જ્યારે DIGના ઘરે ડ્યુટી લગાવવામાં આવી તો મેડમે, પંખા અને ટેરેસને સાફ કરવા કહ્યુ હતું. શશિકાંતે કહ્યું કે જ્યારે મે મેડમ પાસે ટેબલ અથવા સીડી આપવા કહ્યું તો DIG મેડમે થપ્પડ મારવાનું શરૂ કરી દીધું હતું અને રૂમમાં પુરીને ડંડાથી મને ફટકાર્યો હતો. એ પછી તેમના પાળેલા કુતરાએ મને 4 જગ્યાએ બચકાં ભર્યા હતા.

સાંજે 7 વાગ્યે જ્યારે દરવાજો ખુલ્યો અને મને ભાગવાનો ચાન્સ મળ્યો હતો. હું સીધો મારા મિત્રો પાસે ગયો હતો અને તેઓ મને હોસ્પિટલ લઇ ગયા હતા. ઘટના 18 ઓકટોબર 2022ની છે.

શશિકાંતે DG શોભાને લખેલા પત્રમાં એમ પણ કહ્યું છે કે DIG મેડમ અગાઉ 3 પોલીસ જવાનો સામ ચોરીની ખોટી ફરિયાદ કરી ચૂકી છે.

આ મામલામાં DGએ 19 ઓકટોબર 2022માં આ બાબતે તપાસ કરવાની જવાબદારી તે વખતના DIG અરવિંદ ઠાકુરને પત્રની સત્યતા તપાસવાની જવાબદારી સોંપી હતી. અરવિંદ ઠાકુરે DIG અનસુઇયાને 3 દિવસમાં જવાબ આપવા કહ્યું હતું, પરંતુ DIGએ કોઇ જવાબ મોકલ્યો નહોતો. એ પછી 10 જાન્યુઆરી 2023માં DIG પાસે ફરી જવાબ માંગવામાં આવ્યો ત્યારે તેમણે લેખિતમાં જવાબ આપ્યો હતો કે બિહાર પોલીસ રેડિયોમાં તૈનાત કોન્સ્ટેબલ શશિકાંત સહિત 5 હોમગાર્ડ કોન્સ્ટેબલોએ તેમની ફરજમાં બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવેલો આરોપો પાયાવિહોણા હોવાનું DIGએ કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp