મતગણતરીમાં 538 લોકસભા સીટો પર નખાયેલા વોટથી ઓછાની થઇ ગણતરી: ADR રિપોર્ટ
લોકસભાની ચૂંટણી દરમિયાન નાખવામાં આવેલા વોટ અને મતગણતરીને લઇને ADRના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. 538 સંસદીય સીટોને લઇને રિપોર્ટમાં ઘણી વિસંગતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભરતીય રાજનીતિ અને ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખનાર સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (ADR)ના સંસ્થાપક પ્રૉ. જગદીપ છોકરે એક પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો કર્યો છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, મતદાનનો અંતિમ આંકડો જાહેર કરવામાં વધારે વિલંબ, મતવિસ્તર અને મતદાન કેન્દ્રોના અલગ અલગ આંકડાઓનો અભાવ અને અંતિમ મર્જ કરવામાં આવેલા આંકડાઓના આધાર પર ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવ્યા કે નહીં, આ બધા એવા કારક છે જેમાં ચૂંટણી પરિણામોની ખરાઇ બાબતે સામાન્ય લોકોમાં ચિંતા અને શંકા ઉત્પન્ન થઇ છે.
ADRના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકસભાની 362 સીટો પર જેટલું મતદાન થયું હતું, મતગણતરીમાં તેનાથી 5 લાખ 54 હજાર 598 વોટ ઓછા ગણવામાં આવ્યા છે. તો 176 સીટો એવી છે જ્યાં કેટલાક વૉટથી 35,093 વોટ વધારે ગણવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2019ની ચૂંટણીમાં ઘણી સીટો પર વિસંગતિઓ સામે આવી હતી. જો કે, ત્યારે માત્ર 347 સીટો પર જ એમ થયું હતું. આ વખત 538 સીટો પર વિસંગતિઓ મળી છે.
રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મતદાન અને મતગણતરી દરમિયાન વૉટનું અંતર જોવા મળ્યું, પરંતુ ADRએ એ સ્પષ્ટ ન કર્યું કે નાખવામાં આવેલી કુલ સંખ્યા અને ગણતરી કરવામાં આવેલા મતોની સંખ્યમા વિસંગતિઓ થવાથી કેટલી સીટો પર પરિણામ અલગ આવ્યા હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 195 સીટો પર નાખવામાં આવેલા મતો અને ગણાયેલા મતોમાં કોઇક પ્રકારની વિસંગતિઓ નહોતી.
2019માં વિસંગતિઓ 1 વોટ (સૌથી ઓછું)થી લઇને 1,13,023 વોટ સુધી હતી, જે કુલ વોટો 10.49 ટકા (સૌથી વધુ) હતી. ADR રિપોર્ટમાં ઉત્તર પ્રદેશની 55 સીટોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં 53960 વૉટની ગણતરી ઓછી થઇ છે. તો 25 સીટો એવી છે જ્યાં 6124 વૉટની ગણતરી વધુ કરવામાં આવી છે. એ સિવાય દિલ્હીની બધી 7 સીટો પર 8159 ઓછા મતોની ગણતરી કરવામાં આવી છે.
ઉત્તરખંડની 5 સીટો પર 6315 ઓછા મતોની ગણતરી કરવામાં આવી છે. ઝારખંડની કુલ 14 લોકસભા સીટોમાંથી 12 સીટો પર 26342 ઓછા મતોની ગણતરી કરવામાં આવી છે. તો 2 સીટો એવી છે જેના પર કુલ મતોમાંથી 393 મતોની વધારે ગણતરી કરવામાં આવી છે. એ સિવાય બિહારની કુલ 40માંથી 21 સીટો પર કુલ મતમાંથી 5015 વૉટની ગણતરી વધારે કરવામાં આવી છે. તો 19 સીટો પર કુલ મતોથી 9924 ઓછા વૉટની ગણતરી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp