કાવડ યાત્રા અગાઉ UPમાં પોલીસે લારીઓ પર લટકાવડાવ્યા દુકાનદારોના નામ
22 જુલાઈથી શરૂ થનારી કાવડ યાત્રા અગાઉ મુઝફ્ફરનગરમાં ખાવા-પીવા અને ફળની દુકાનો લગાવનારા દુકાનદારોએ પોત પોતાના નામ લખીને લટકાવી દીધા છે. પોલીસે કાવડ રુટ પર પડનારી બધી દુકાનોને નિર્દેશ આપ્યા હતા કે તેઓ પોત પોતાની દુકાનો પર પ્રોપરાઇટર કે પછી કામ કરનારનું નામ જરૂર લખે, જેથી કાવડયાત્રીઓને કોઈ પ્રકારનું કન્ફ્યૂઝન ન થાય. મુઝફ્ફરનગરમાં કાવડ યાત્રાનો લગભગ 240 કિમીનો રુટ પડે છે એટલે આ મહત્ત્વપૂર્ણ જિલ્લો છે.
અહી પોલીસના નિર્દેશ બાદ દુકાનદારોએ પોત પોતાના નામ સાથે કઇ વસ્તુની દુકાન છે તેનું નામ લખીને પોસ્ટર લગાવી દીધા છે. કોઈએ પોતાની લારી પર આરીફ આમ તો કોઈએ નિસાર ફલવાલા લખીને પરચીઓ લટકાવી છે. જિલ્લા પ્રશાસન દ્વારા આ કાવડ યાત્રાને શાંતિપૂર્ણ સંપન્ન કરાવવા માટે એક નવો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેના કારણે આ વખત કાવડ યાત્રામાં ખાન-પાનની દુકાન, હોટલ, ઢાબા વગેરે, જ્યાંથી પણ શિવભક્ત કાવડયાત્રી ખાદ્ય સામગ્રી ખરીદી શકે છે, એ બધાને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે તેઓ પોત પોતાની દુકાનો પર પ્રોપરાઇટર કે પછી કામ કરનારના નામને જરૂર લખે.
પ્રશાસનના આ નિર્દેશની અસર દેખાવા લાગી છે, જેના કારણે ફળોની લારીઓ લગાવનાર હવે પોતાની લારી પર પોત પોતાના નામના પોસ્ટર પર લગાવતા નજરે પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કાવડ મેળામાં શિવ ભક્ત કાવડયાત્રી હરિદ્વાર હર કી પૌડીથી ગંગાજળ ઉઠાવીને મુઝફ્ફરનગર થતા પોત પોતાના ગંતવ્ય તરફ જાય છે. મુઝફ્ફરનગર એટલે મહત્ત્વપૂર્ણ થઈ જાય છે કેમ કે આ જિલ્લાથી થતા કાવડાયાત્રી હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં જાય છે.
મુઝફ્ફરનગરના ASP અભિષેક સિંહે કહ્યું હતું કે, અમારા જિલ્લામાં 240 કિમી કાવડ માર્ગ છે, તો તેમાં જેટલી પણ ખાવા-પીવાની દુકાનો છે. પછી તે હોટલ, ઢાબા કે લારી. જ્યાંથી પણ કાવડયાત્રી પોતાની ખાદ્ય સામગ્રી ખરીદી શકે છે એ બધાને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે કે પોતાના પ્રોપરાઇટર કે કામ કરનારાઓના નામ જરૂર લખે. એ એટલે જરૂરી છે જેથી કોઈ પ્રકારનું કોઈ કન્ફ્યૂઝન કાવડયાત્રીઓને ન રહે અને એવી સ્થિતિ ન બને જેનાથી કોઈ આરોપ-પ્રત્યારોપ હોય અને પછી કાયદા વ્યવસ્થાની સ્થિતિ ઉત્પન્ન થાય, એવો નિર્દેશ આપવામાં આવ્યો છે અને બધા તેનું સુરક્ષાથી પાલન કરી રહ્યા છે.
તો SSPના આ નિર્દેશને લઈને AIMIM ચીફ અને હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે X પર લખ્યું કે, ઉત્તર પ્રદેશ પોલીસના આદેશ મુજબ, હવે દરેક ખાવાની દુકાન કે લારીના માલિક પોતાનું નામ બોર્ડ પર લગાવવું પડશે જેથી કોઈ કાવડયાત્રી ભૂલથી મુસ્લિમની દુકાનથી કંઇ ન ખરીદી લે. તેને દક્ષિણ આફ્રિકામાં અપારથાઈડ કહેવામાં આવતું હતું અને હિટલરની જર્મનીમાં Judenboycott હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp