શિમલામાં ભારે વરસાદથી શિવમંદિર પડ્યું, 50 શ્રદ્ધાળુઓ દબાવાની આશંકા, 9 શબ કાઢ્યા

PC: aajtak.in

હિમાચલ પ્રદેશમાં મોટો અકસ્માત થઈ ગયો છે. અહીં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થઈ ગયું છે. ભૂસ્ખલનની ઝપેટમાં શિવ મંદિર આવી ગયું. એવામાં શ્રાવણના સોમવારે પૂજા કરવા પહોંચેલા લગભગ 50 લોકો કાટમાળમાં દબાઈ ગયા છે, 9 શબ કાઢવામાં આવી ચૂક્યા છે. જ્યારે અન્ય શ્રદ્ધાળુઓને કાઢવા માટે રેસ્ક્યૂ અભિયાન ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે શિમલાના સમરહિલ વિસ્તારમાં આ અકસ્માત થયો. અહી શિવ મંદિર ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયું.

તેના કારણે લગભગ 50 લોકો કાટમાળમાં દબાઈ ગયા. પોલીસ અને પ્રશાસન દ્વારા રેસ્ક્યૂ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખાવિંદર સિંહ સૂક્ખૂએ ટ્વીટ કરીને કહ્યું કે, શિમલાથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે જ્યાં ભારે વરસાદના કારણે સમરહિલમાં શિવ મંદિર ધ્વસ્ત થઈ ગયું. અત્યાર સુધી 9 શબ બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસન કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કાટમાળને હટાવવા માટે તત્પરતાથી કામ કરી રહ્યું છે.

પર્વતીય રાજ્ય પર કુદરતી કહેર યથાવત છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આકાશમાંથી આફત વરસી રહી છે. બંને પર્વતીય રાજ્યમાં કુદરતનો કહેર તૂટી પડ્યો છે. ભારે વરસાદથી આચનલ પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ વધી ગઈ છે. બંને રાજ્યોમાં એલર્ટ છે. જ્યાં માર્કેટમાં વ્યાસ નદી બેઉ કાંઠે વહી રહી છે તો પૌડી ગડવાલના અલખનંદાની લહેરો ડરાવી રહી છે. હિમાચલ પ્રદેશમાં વરસાદનો કેર ચાલી રહી છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર લેન્ડસ્લાઇડ થઈ રહી છે. તેના કારણે ઘણી જગ્યાઓ પર રસ્તા બંધ છે. એવામાં રાજ્ય સરકારે શાળા કૉલેજ બંધ કરી દીધી છે.

હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીએ આજે એટલે કે 14 ઑગસ્ટે પ્રસ્તાવિત પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. આ અગાઉ હિમાચલનાં સોલનમાં વાદળ ફાટી ગયું હતું. આ અકસ્માતમાં 7 લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે 6 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. કહેવામાં આવી રહ્યું છે કે સોલનના મમલિકના ધાયાવલા ગામમાં મોડી રાત્રે વાળ ફાટ્યું. વાદળ ફાટવાથી આખું ગામ કાટમાળની ઝપેટમાં આવી ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp