કલમ 370 પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય પરેશાન કરનાર, જસ્ટિસ નરીમનો આ 3 કેસ પર પણ સવાલ
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રોહિન્ટન નરીમને શુક્રવારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર બંધારણની કલમ 370 નાબૂદ કરવાના સર્વોચ્ચ અદાલતના તાજેતરના નિર્ણય પર આકરા પ્રહારો કર્યા. જસ્ટિસ નરીમને કહ્યું કે, આ નિર્ણયની ફેડરલિઝમ પર અસર પડી છે. મુંબઈમાં 'ભારતના બંધારણની તપાસ અને સંતુલન' પર વ્યાખ્યાન આપતા જસ્ટિસ નરીમને કહ્યું કે, રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લેવાનો ઈન્કાર કરીને સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને અનુચ્છેદ 356ને બાયપાસ કરવાની મંજૂરી આપી છે. આ મુજબ, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન માત્ર એક વર્ષ માટે શક્ય છે.
જસ્ટિસ નરીમને કહ્યું, 'કેન્દ્ર સત્તા સંભાળે ત્યારે કલમ 356 બંધારણીય વિસર્જન સાથે સંબંધિત છે. કોઈપણ સંજોગોમાં તે એક વર્ષથી વધુ ન હોવી જોઈએ, સિવાય કે રાષ્ટ્રીય કટોકટી હોય અથવા ચૂંટણી પંચે એવું કહેવું ન પડે કે ચૂંટણી શક્ય નથી. આને રોકવા માટે, કેન્દ્ર સરકારે રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશમાં પરિવર્તિત કરવાનો અનોખો રસ્તો શોધી કાઢ્યો.'
તેમણે કહ્યું, 'તો તમે કલમ 356ને કેવી રીતે બાયપાસ કરી શકો? તમે રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની આ સરળ રીત દ્વારા આને ટાળી શકો છો, જ્યાં તમારી પાસે સીધુ કેન્દ્રીય નિયંત્રણ છે અને સમય (મર્યાદા) વિશે કોઈ સમસ્યા નથી.' તેમણે કહ્યું કે, 'સુપ્રીમ કોર્ટે તેના પર નિર્ણય લેવાનો ઇનકાર કરીને આ ગેરબંધારણીય કાર્યવાહીને ચાલુ રાખવાની મંજૂરી આપી છે.'
તેણે કહ્યું કે, 'તેથી તેમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે નક્કી કરીશું નહીં' એટલે કે, એનો મતલબ એ કે, હકીકતમાં, તમે નિર્ણય કરી લીધો છે. તમે આ ગેરબંધારણીય અધિનિયમને અનિશ્ચિત સમય માટે આગળ વધવાની મંજૂરી આપી છે અને તમે કલમ 356(5)ની અવગણના કરી છે. આ બધી ખૂબ જ હેરાન કરનારી બાબતો છે.'
સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાની ખાતરી પર કે જમ્મુ અને કાશ્મીરને ટૂંક સમયમાં રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે. આ અંગે નિર્ણય ન લેવાના કોર્ટના તર્ક અંગે જસ્ટિસ નરીમને કહ્યું હતું કે, 'SG પાસે અનુગામી સરકાર અથવા વિધાનસભાને બાંધવાની સત્તા નથી અને જમ્મુ અને કાશ્મીરને ફરીથી કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવવા માટે કાયદાની જરૂર પડશે.
તેમણે કહ્યું કે, 'સોલિસિટર જનરલને અનુગામી સરકારને બાંધવાની કોઈ સત્તા નથી. અમે આવતા વર્ષે મે મહિનાથી અનુગામી સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. બીજું, અને સૌથી અગત્યનું, તેમને (સોલિસિટર જનરલને) ધારાસભાને બાંધવાની કોઈ સત્તા નથી, અને આ એક કાયદાકીય અધિનિયમ બનશે.
જસ્ટિસ નરીમને ધ્યાન દોર્યું કે, સુપ્રીમ કોર્ટે આ પ્રશ્ન પર નિર્ણય લીધો ન હતો, કારણ કે તેમાં કહ્યું હતું કે, 'અમે ભારતના સોલિસિટર જનરલની ખાતરી સ્વીકારીએ છીએ કે, રાજ્યનો દરજ્જો ટૂંક સમયમાં આપવામાં આવશે અને ચૂંટણીઓ યોજવામાં આવશે.' તેમણે સમજાવ્યું કે, કેવી રીતે SG મહેતા (તત્કાલિન એડિશનલ સોલિસિટર જનરલ) દ્વારા કોર્ટને ખાતરી આપવામાં આવી હતી કે, સરકાર દ્વારા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ (IT એક્ટ)ની કલમ 66Aનો દુરુપયોગ કરવામાં આવશે નહીં. જસ્ટિસ નરીમન તે સમયે જોગવાઈની કાયદેસરતાની તપાસ કરતી બેંચમાં હતા.
જસ્ટિસ નરીમને કહ્યું, 'મને યાદ છે કે મેં શ્રેયા સિંઘલ કેસમાં શું કહ્યું હતું, જે મારા પ્રારંભિક ચુકાદાઓમાંનો એક હતો, જ્યારે સોલિસિટર જનરલે મને સમાન ખાતરી આપી હતી, 'સરકારો ભલે આવે અને જાય પરંતુ કાયદાની IT કલમ 66A કાયમ ચાલુ રહે છે.'
તેમના પ્રવચનમાં, ન્યાયમૂર્તિ નરીમને કહ્યું કે, કલમ 370ના નિર્ણય સિવાય, તાજેતરના સમયમાં અન્ય ત્રણ પરેશાન કરાવનારી ઘટનાઓ બની છે, BBC પર આવકવેરાના દરોડા, ચૂંટણી કમિશનરની નિમણૂક પર કાયદો અને કેરળના રાજ્યપાલની કાર્યવાહી.
BBCના દરોડા પર, તેમણે કહ્યું, 'આ ડોક્યુમેન્ટરી આપણા વર્તમાન વડાપ્રધાન, (તત્કાલીન) ગુજરાતના CM વિશે વાત કરે છે, પરંતુ તરત જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. BBCને ટેક્સના દરોડાથી હેરાન કરવામાં આવ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં આ પ્રથમ, ગંભીર શંકાસ્પદ ઘટના બની હતી.'
ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના પ્રસ્તાવિત કાયદા અંગે પૂર્વ ન્યાયાધીશે કહ્યું કે, તે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી એક કલ્પના માત્ર બનીને રહી જશે. તેમણે કહ્યું, 'મારા મતે, તેને એક મનસ્વી કાયદો તરીકે નકારી કાઢવો જોઈએ, કારણ કે તે, ચૂંટણી પંચની કામગીરીની સ્વતંત્રતાને ગંભીરપણે નબળી પાડે છે.'
કેરળના રાજ્યપાલ દ્વારા રાજ્યની વિધાનસભા દ્વારા પસાર કરાયેલા સાત ખરડા રાષ્ટ્રપતિને મોકલવાના પગલા પર નરીમને કહ્યું કે, આનાથી રાજ્યની વિધાનસભાની પ્રવૃત્તિ ઠપ્પ થઈ જશે. આ વર્ષે આ ત્રીજી ચિંતાજનક હકીકત છે. તેમણે કહ્યું કે, તેઓ એ દિવસની રાહ જોઈ રહ્યા છે, જ્યારે સુપ્રીમ કોર્ટ એવો ચુકાદો આપશે કે, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના પદ સ્વતંત્ર વ્યક્તિઓ દ્વારા જ ભરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp