અયોધ્યામાં જેમના ઘર-દુકાન તૂટ્યા, શું તમને મળતર મળ્યું? DMએ બતાવ્યું સત્ય

PC: livemint.com

2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશની ફૈજાબાદ (અયોધ્યા) સીટથી હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ કારણો શોધવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે આરોપ લાગ્યા કે રામનગરીમાં વિકાસ કાર્યો માટે મકાન અને દુકાન તો ખૂબ તોડવામાં આવ્યા, પરંતુ જિલ્લા પ્રશાસન દ્વારા તેનું વળતર ન આપવામાં આવ્યું, જેને લઈને હવે અયોધ્યા જિલ્લા પ્રશાસનનું નિવેદન સામે આવ્યું છે. પ્રશાસન તરફથી દાવો કરવામાં આવ્યો કે, પ્રભાવિત લોકોને ક્ષતિપૂર્તિના રૂપમાં 1253 કરોડ રૂપિયા અપાઈ ચૂક્યા છે.

ન્યૂઝ એજન્સી મુજબ, અયોધ્યાના DM નીતિશ કુમારે જણાવ્યું કે, રામ જન્મભૂમિ પથ, ભક્તિ પથ, રામ પથ, પંચ કોસી પરિક્રમા માર્ગ, 14 કોસી પરિક્રમા માર્ગ અને અયોધ્યા એરપોર્ટના નિર્માણ દરમિયાન મકાન અને દુકાનો હટાવવાથી પ્રભાવિત થયેલા અયોધ્યાવાસીઓને વળતરના રૂપમાં 1253.06 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. અયોધ્યા જિલ્લા પ્રશાસનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હાલમાં જ પૂરી થયેલી લોકસભાની ચૂંટણીમાં ફૈજાબાદ સીટ પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદ સામે ભાજપની હાર માટે લોકો સોશિયલ મીડિયા પર અયોધ્યાના વિકાસના નામ પર સેકડો લોકોના મકાન અને દુકાન ધ્વસ્ત કરવાને લઇને ઉપજેલા જન આક્રોશનો જવાબદાર ઠેરવી રહ્યા છે.

સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદે ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહને 54,567 વૉટથી ચૂંટણી હરાવ્યા છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિશ કુમારે કહ્યું કે, અયોધ્યામાં વાહનવ્યવહારની સુવિધાઓને આધુનિક અને સૂચરું બનાવવા માટે રોડની બંને તરફ દુકાનો, ભવન માલિકો અને જમીન માલિકો સાથે સમન્વય કરીને વિભિન્ન મુખ્ય માર્ગોનું સૌદર્યીકરણ અને માર્ગો પહોળા કરવામાં આવ્યા. પ્રભાવિત લોકોનું નિયમાનુસાર પુનર્વાસ કરવામાં આવ્યું, તેમજ તેમને વળતર પ્રદાન કરવામાં આવ્યું.

DMએ કહ્યું કે, રામપથ, ભક્તિપથ, રામ જન્મભૂમિ પથ તેમજ પંચકોસી અને 14 કોસી પરિક્રમા માર્ગના સૌદર્યીકારણ અને રસ્તાને પહોળો કરવાના કારણે 4616 દુકાનદાર પ્રભાવિત થયા, તેમાંથી 4215 દુકાનદાર/વેપારીઓને જેમની દુકાનો રસ્તો પહોળો કરવામાં આંશિક રૂપે પ્રભાવિત થઈ હતી, પ્રતિ દુકાનદાર (આંશિક રૂપે ધ્વસ્ત કરવામાં આવેલી દુકાનના આકારના આધાર પર) વળતરની રકમ ચૂકવવામાં આવી કેમ કે થોડા સમય સુધી તેમનો વ્યવસાય પ્રભાવિત રહ્યો.

તેની સાથે જ પ્રશાસન દ્વારા તેમની દુકાનોનું વ્યાપક સૌદયીકરણ પણ કરવામાં આવ્યું.  તેમજ આ બધા દુકાનદાર એ જ જગ્યા/દુકાન પર પોતાનો વ્યવસાય/દુકાન ચલાવી રહ્યા છે તેમજ વર્તમાનમાં તેમનો વ્યવસાય અનેક ગણો વધી ગયો છે અને સૂચરું રૂપે ચાલી રહ્યો છે. ઉપરોક્ત રોડના સૌદર્યીકરણમાં કુલ 401 દુકાનોને પૂરી રીતે વિસ્થાપિત કરવામાં આવી, જેમાંથી 339 દુકાનદારોને ઓથોરિટી દ્વારા દુકાનો ફાળવવામાં આવી છે.

DMએ કહ્યું કે, બીજી જગ્યાએ શિફ્ટ થવાના કારણે તેમનો વ્યવસાય પ્રભાવિત થવાના કારણે તેમના ખાતામાં પ્રતિ દુકાનદાર 1 લાખથી 10 લાખ રૂપિયા (હટાવવામાં આવેલી દુકાનાં આકારના આધાર પર)ની વળતર રકમ ચૂકવવામાં આવી છે. રોડ/પથોના સૌદર્યીકરણ/ રોડ પહોળો કરવાના કારણે કુલ 79 પરિવાર પૂરી રીતે વિસ્થાપિત થઈને વસી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp