જો તમારા માતા-પિતા મને મત ન આપે તો ખાતા નહીં;શિવસેના MLAની આ કેવી અપીલ?

PC: financialexpress.com

ચૂંટણી પંચે લગભગ એક સપ્તાહ પહેલા નિર્દેશ બહાર પાડ્યો હતો કે, રાજકારણ માટે બાળકોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. હવે શિવસેનાના ધારાસભ્ય સંતોષ બાંગરે એવું નિવેદન આપ્યું છે કે, તેમની મુશ્કેલીઓ વધી શકે છે. આ દિવસોમાં તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે હિંગોલીમાં શાળાના બાળકોને કહેતા સાંભળવા મળે છે કે, જો તમારા માતા-પિતા મને ચૂંટણીમાં વોટ નહીં આપે તો તમે બે દિવસ સુધી ખાવાનું ખાશો નહીં. આ પછી સંતોષ બાંગરે બાળકોને આગામી ચૂંટણીમાં કોને મત આપવો તે વિશે તેમના માતા-પિતાને જણાવવાનું પણ કહ્યું.

શિવસેનાના ધારાસભ્યએ કહ્યું, 'તમારા માતા-પિતાને ધારાસભ્ય સંતોષ બાંગરને મત આપવા માટે કહો. નહીં તો તમારે બે દિવસ સુધી ખાવાનું ખાવું જોઈએ નહીં. જ્યારે તમે ખાતા નથી અને તમારા માતાપિતા પૂછે છે કે, તમે કેમ નથી ખાતા. તો તમે તેમને કહો કે, તમે ધારાસભ્ય સંતોષ બાંગરને મત આપો, અમે તે પછી જ ખાવાનું ખાશું.'

વિપક્ષ મહા વિકાસ અઘાડીએ મરાઠવાડાના કલામનુરીના CM એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેનાના ધારાસભ્યની ટીકા કરતા કહ્યું કે, ચૂંટણી પંચે રાજકીય પક્ષોને કોઈપણ સ્વરૂપમાં ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. તેમની સામે પગલાં લેવા જોઈએ.

NCP (શરદચંદ્ર પવાર)ના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ કહ્યું, 'સંતોષ બાંગર વિરુદ્ધ કાયદા મુજબ કડક પગલાં લેવા જોઈએ. તે વારંવાર ગુના કરે છે. તે ભાગી જાય છે, તેઓ ભાજપના સાથી હોવાના કારણે છૂટી જાય છે. ચૂંટણી પંચે કોઈપણ પૂર્વગ્રહ વિના તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.'

અહીં તમને જણાવી દઈએ કે, જ્યારે બાંગરે આ વિષય પર વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને તેમને પ્રશ્નો પૂછ્યા તો વીડિયોમાં સ્કૂલ સ્ટાફ, શિક્ષકો અને કામદારો હસતા જોવા મળ્યા હતા.

કલામનુરીના ધારાસભ્ય અગાઉ પણ પોતાના નિવેદનોને કારણે સમાચારમાં રહ્યા હતા. થોડા અઠવાડિયા પહેલા PM નરેન્દ્ર મોદીને લઈને સંતોષ બાંગરે આપેલા નિવેદને હલચલ મચાવી દીધી હતી. બાંગરે કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી PM નહીં બને તો તેઓ રસ્તા વચ્ચે લટકી જશે. તેમણે વધુમાં કહ્યું કે, 'મેં હિંમતભેર કહ્યું હતું કે, શિવસેનાના ધારાસભ્યોના કિસ્સામાં ગેરલાયકાતનો આદેશ અમારી તરફેણમાં હશે.' ફરી એકવાર હું હિંમતથી કહું છું કે, એપ્રિલમાં લોકસભાની ચૂંટણી પછી નરેન્દ્ર મોદી PM બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp