સમારોહ પછી જમીન પર ના ફેંકે કાગળના ધ્વજ, ગણતંત્ર દિવસ પહેલા મંત્રાલયનો પરિપત્ર

PC: zeebiz.com

પ્રજાસત્તાક દિવસ પહેલા, કેન્દ્રએ રાષ્ટ્રધ્વજના પ્રદર્શનને લાગુ પડતા કાયદાઓ, પ્રથાઓ અને સંમેલનો વિશે સરકારી સંસ્થાઓ, એજન્સીઓ અને લોકોમાં 'જાગૃતિના સ્પષ્ટ અભાવ' પર પ્રકાશ પાડ્યો છે અને રાજ્યોને સુનિશ્ચિત કરવા કહ્યું છે કે ત્રિરંગાનું અપમાન ન થવું જોઈએ.

દેશભરમાં ગણતંત્ર દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભારત આ વર્ષે તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. ગણતંત્ર દિવસ પહેલા, ગૃહ મંત્રાલયે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એક પરિપત્ર મોકલી આપ્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે, મહત્વપૂર્ણ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમતગમતના પ્રસંગો પર જનતા દ્વારા ઉપયોગમાં લેવાતા કાગળના બનેલા ધ્વજને ઘટના પછી જમીન પર ફેંકવામાં અથવા છોડવામાં ન આવે તેની ખાતરી કરવા માટે ખૂબ કાળજી લેવી જોઈએ.

ભારતીય ધ્વજ સંહિતા અનુસાર, કાગળમાંથી બનેલો રાષ્ટ્રધ્વજ મહત્વના રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમતગમતના પ્રસંગો પર જનતા દ્વારા ફરકાવી શકાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 'પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971' અને 'ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002'ની નકલ, 2021માં સુધારેલા, જે રાષ્ટ્રધ્વજના પ્રદર્શનને નિયંત્રિત કરે છે, આ મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

ગૃહ મંત્રાલયે કહ્યું કે, ધ્વજની ગરિમાને ધ્યાનમાં રાખીને, આવા ધ્વજનો નિકાલ ખાનગી રીતે થવો જોઈએ. મંત્રાલયે કહ્યું કે, ભારતીય રાષ્ટ્રધ્વજ ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. MHAએ શુક્રવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)ને ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002ની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. એમ પણ કહ્યું કે, પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલા રાષ્ટ્રીય સન્માનનું અપમાન નિવારણ અધિનિયમ, 1971નું પણ પાલન કરવું જોઈએ.

ગૃહ મંત્રાલયે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સરકારી મંત્રાલયો તેમજ વિભાગોને પણ આ સંદર્ભે જનજાગૃતિ કાર્યક્રમ હાથ ધરવા અને ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં જાહેરાતો દ્વારા તેનો પ્રચાર કરવા વિનંતી કરી છે. મંત્રાલયે શુક્રવારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનના મુખ્ય સચિવો અને પ્રશાસકો તેમજ ભારત સરકારના તમામ મંત્રાલયો અને વિભાગોના સચિવોને આ સંબંધમાં એક પત્ર મોકલી આપ્યો હતો.

મુઝફ્ફરપુરમાં ગણતંત્ર દિવસ પર ધ્વજ ફરકાવવા અંગે સાચી માહિતી આપવા શિક્ષકોની એક ટીમ બનાવવામાં આવી છે. DMની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, માહિતીના અભાવે ધ્વજ બાંધવા, ફરકાવવા અને ઉતારતી વખતે અજાણતાં ભૂલો થાય છે. DEOએ નિર્દેશ આપ્યો છે કે, તમામ BEO જેમને તેમના બ્લોકના ધ્વજને બાંધવા, ફરકાવવા અને નીચે કરવાનો અનુભવ હોય તેવા BRP, મુખ્ય શિક્ષકો, શિક્ષક અને શિક્ષિકાઓની 5-7 સભ્યોની ટીમ બનાવશે અને તેમના તાબા હેઠળ આવતા વિસ્તારના સરકારી અને ખાનગી શાળાના વડાઓ માટે એક તાલીમ વર્કશોપનું આયોજન કરશે.

આ કાર્ય માટે અનુભવી મુખ્ય શિક્ષકો અને શિક્ષકોની ટીમ તૈયાર રાખવી જોઈએ અને તેમના નામ અને મોબાઈલ નંબર જાહેર કરવા જોઈએ, જેથી કોઈ પણ શાળાના વડાને ધ્વજ બાંધવામાં કે ફરકાવવામાં કોઈ મુશ્કેલી પડે, તો તેઓ તેમનો સંપર્ક કરી મદદ લઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp