ટ્રેનમાં મુસાફરી દરમિયાન ભૂખ લાગે તો ચિંતા નહીં, રૂ. 20માં મળશે સારું ગરમ ​​ભોજન

PC: twitter.com

રેલ્વે યાત્રીઓ વારંવાર ટ્રેનોમાં ભોજનની ફરિયાદ કરતા જોવા મળે છે. લાંબા અંતરની ટ્રેનોમાં આરક્ષિત ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોને ટ્રેનમાં જ બંને ટાઈમ ભોજન આપવામાં આવે છે, જેના માટે તેમની પાસેથી ફી લેવામાં આવે છે. પરંતુ સામાન્ય વર્ગમાં મુસાફરી કરતા મુસાફરોને સ્ટેશન પરથી મોંઘું ભોજન ખરીદીને ખાવું પડે છે. પરંતુ હવે મોટા સ્ટેશનો પર આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. હવે રેલવે સામાન્ય વર્ગના મુસાફરોને પણ સસ્તું ભોજન આપશે.

ઘણી વખત ટ્રેનમાં સામાન્ય બોગીના મુસાફરોને ભોજન મળતું નથી. આવા મુસાફરોને સ્ટેશન આવવાની રાહ જોવી પડે છે અને ત્યાંથી મોંઘું ભોજન ખરીદવું પડે છે. જ્યારે આવા મુસાફરો પાસે ખાવા માટે મોટું બજેટ હોતું નથી. હવે રેલવે અને IRCTCએ મળીને સામાન્ય વર્ગના મુસાફરો માટે રેલવે સ્ટેશનો પર સસ્તા ફૂડ કાઉન્ટર ખોલ્યા છે. આવા મુસાફરો માટે અહીં ખૂબ જ સસ્તું ભોજન ઉપલબ્ધ થશે.

ઉત્તર પશ્ચિમ રેલવેના CPRO કેપ્ટન શશિ કિરણના જણાવ્યા અનુસાર, આ કાઉન્ટર્સ પર 7 પુરીઓ, બટેટાનું શાક અને અથાણું 20 રૂપિયામાં મળશે. રાજમા છોલે ચોખા 50 રૂપિયામાં મળશે. તમને કુલચા છોટે ભટુરે 50 રૂપિયામાં, મસાલા ઢોસા 50 રૂપિયામાં અને ખીચડી-પોંગલ માત્ર 50 રૂપિયામાં મળશે. ત્રણ રૂપિયામાં એક ગ્લાસ પાણી મળશે.

તેની શરૂઆત જયપુર જંકશનથી થઈ છે. જયપુર જંકશનના પ્લેટફોર્મ નંબર 1 પર બે કાઉન્ટર લગાવવામાં આવ્યા છે. જ્યારે પ્લેટફોર્મ નંબર 2 પર 1 કાઉન્ટર લગાવવામાં આવ્યું છે. ધીમે ધીમે આ કાઉન્ટર્સ તમામ 6 પ્લેટફોર્મ પર ખોલવામાં આવશે. સામાન્ય ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો આ ભોજનમાં રસ દાખવી રહ્યા છે. તેમના બજેટમાં હોવાને કારણે તેમની મુસાફરી હવે પહેલા જેટલી મોંઘી નથી પડી રહી.

સમગ્ર NWR વિશે વાત કરીએ તો, તે જયપુર, ફુલેરા, રેવાડી, જોધપુર, નાગૌર, અજમેર, ઉદયપુર, આબુ રોડ અને હનુમાનગઢ જેવા કુલ 9 રેલ્વે સ્ટેશનો પર શરૂ કરવામાં આવી છે. ભવિષ્યમાં, આ સસ્તા ફૂડ કાઉન્ટર તમામ મોટા રેલવે સ્ટેશનો પર સ્થાપિત કરવામાં આવશે. રેલવેની આ પહેલ તો સારી છે, પરંતુ તેમાં સૌથી મોટી ખામી એ છે કે, ભોજન માત્ર રેલવે સ્ટેશન પર જ મળશે. પ્રવાસ દરમિયાન જો મુસાફરોને આ ભોજન સામાન્ય વર્ગના ડબ્બામાં મળે તો તેમની મુસાફરી સરળ બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp