શું આપણને શ્રી કૃષ્ણ પર ભરોસો નથી? પ્રેમાનંદ મહારાજે મોહન ભાગવતને કેમ આવું કીધું

PC: varthabharati.in

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત આધ્યાત્મિક સંત  પ્રેમાનંદ આશ્રમે પહોંચ્યા હતા અને બંને વચ્ચે આધ્યાત્મિક ચર્ચા થઇ હતી. ભાગવતે કહ્યું કે, મેં તમને વીડિયોમાં સાંભળ્યા છે અને તમે કહેલું કે ચાહ મિટી ચિંતા ગઇ મનુવા બેપરવાહ. આ સાંભળીને તમને મળવાનું મન થયું. દુનિયામાં આવા લોકો ભાગ્યે જ જોવા મળે છે. પ્રેમાનંદ મહારાજે કહ્યું હતું કે, ભગવાને જન્મ જ વ્યવહારિક સેવા અને આધ્યાત્મિક સેવા માટે આપ્યો છે અને આ બંને જીવનમાં ખુબ જ જરૂરી છે.

મોહન ભાગવત બુધવારે વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના આશ્રમે પહોંચ્યા હતા. બંને વચ્ચે લગભગ 15 મિનિટ આધ્યાત્મિક ચર્ચા થઇ હતી. મોહન ભાગવત પ્રેમાનંદ મહારાજને પગે લાગ્યા હતા. સમાજમાં ઘટી રહેલા બૌદ્ધિક સ્તર પર ચિંતન કરવામાં આવ્યું હતું. પ્રેમાનંદ મહારાજે જણાવ્યું હતું કે જ્યાં સુધી વ્યક્તિના હૃદયની અશુદ્ધિ અને હિંસક વૃત્તિઓ દૂર ન થાય ત્યાં સુધી કોઈ સુધારો થઈ શકે નહીં.

પ્રેમાનંદ મહારાજે કહ્યું હતું કે, જો આપણે આપણા ભારતીયોને પરમ ખુશ કરવા માંગતા હોય, તો આપણે તે માત્ર વસ્તુઓ કે વ્યવસ્થાથી તે કરી શકતા નથી. તેમનું બૌદ્ધિક સ્તર સુધરવું જોઈએ. આજે સમાજનું બૌદ્ધિક સ્તર ઘટી રહ્યું છે. આ ચિંતાનો વિષય છે. આપણે તેમને સુવિધાઓ અને વિવિધ પ્રકારની ખાદ્યપદાર્થો આપીશું, પરંતુ જ્યાં સુધી તેમના હૃદયની અશુદ્ધિ અને હિંસક વૃત્તિઓ દૂર નહીં થાય ત્યાં સુધી કંઈપણ સુધારો નહીં આવે.

તેમણે કહ્યું કે આપણા રાષ્ટ્રના રક્ષકો આપણી નવી પેઢીમાંથી ઉભરે છે. આપણું શિક્ષણ માત્ર આધુનિકતાનું સ્વરૂપ લઈ રહ્યું છે. નવી પેઢીમાં વ્યભિચાર, વ્યસન અને હિંસાનું વલણ જોઈને હૃદયમાં ઘણો અસંતોષ છે. અવિનાશી જીવ ક્યારેય ભોગ વિલાસથી સંતુષ્ટ થઈ શકતો નથી. અત્યારે જે માનસિકતા સર્જાઈ રહી છે તે ધર્મ અને દેશ માટે ફાયદાકારક નથી.

તેમણે આગળ કહ્યુ કે, સુખનું સ્વરૂપ વિચારથી થાય છે. આપણા વિચારો ગંદા થઇ રહ્યા છે, દેશવાસીઓના વિચાર શુદ્ધ હોવા જોઇએ.

મોહન ભાગવતે કહ્યું કે મારે નોઈડામાં ભારતના વિકાસ પર ભાષણ આપવાનું હતું. તમારા લોકો પાસેથી જે સાંભળ્યું હતું તેના આધારે મેં ભાષણ આપ્યું હતું. અમે સુધારા માટે અંત સુધી પ્રયાસ કરતા રહીશું, પરંતુ શું થશે તેની ચિંતા મનમાં આવી રહી છે.

સંઘ પ્રમુખ મોહન ભાગવતને ચિંતામાં જોઇને પ્રેમાનંદ મહારાજે કહ્યું કે, શું આપણને ભગવાન કૃષ્ણ પર ભરોસો નથી? ભગવાન કૃષ્ણ પર મતબુત ભરોસો હોય તો બધું મંગલમય જ થશે. એક ભજનાનંદી લાખો લોકોનો ઉદ્ધાર કરી શકે છે. આચરણ, સંકલ્પ અને વાણીથી આપણે રાષ્ટ્રની સેવા કરવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp