કોંગ્રેસ MLAએ સ્પીકરને કહી દીધું-'તમારે કોટામાં રહેવું છે કે નહીં...'
રાજસ્થાન વિધાનસભામાં શુક્રવારે અહીં બજેટ સત્રમાં પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોટા ઉત્તરના ધારાસભ્ય શાંતિ કુમાર ધારીવાલે કથિત રીતે સ્પીકરની સાથે વાત કરતા અસંસદીય શબ્દનો ઉપયોગ કર્યો હતો. આટલું જ નહીં, તે બોલતી વખતે વારંવાર અપશબ્દોનો ઉપયોગ કરતા હોવાનો આરોપ છે. તેમણે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે પણ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.
હકીકતમાં જ્યારે શાંતિ ધારીવાલ બોલી રહ્યા હતા ત્યારે અધ્યક્ષ કોટા દક્ષિણના ધારાસભ્ય સંદીપ શર્મા હતા. તેમણે સમય માંગ્યો અને શાંતિ ધારીવાલને તેનું નિવેદન પૂરું કરવા કહ્યું. આના પર ધારીવાલે તેમની પાસે વધુ 5 મિનિટનો સમય માંગ્યો. પરંતુ અધ્યક્ષે આજે જે સભ્યો બોલવાના છે તેની યાદી લાંબી હોવાનું જણાવી અસમર્થતા વ્યક્ત કરી હતી. આ વાત પર શાંતિ ધારીવાલે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.
કોંગ્રેસ ધારાસભ્યનો વિધાનસભામાં અપશબ્દોનો ઉપયોગ કરવાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેના આ વલણને કારણે તેની ઘણી ટીકા થઈ રહી છે.
ધારીવાલે અધ્યક્ષ સંદીપ શર્માને કહ્યું, 'તમે કોટાના છો. તમારે કોટામાં રહેવું છે કે નહીં?' આ દરમિયાન તેમણે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. જોકે, શાંતિ ધારીવાલ અને અધ્યક્ષ સંદીપ શર્મા એકબીજા સાથે હસતા અને વાત કરતા જોવા મળ્યા હતા. પરંતુ આ સિવાય જ્યારે શાંતિ ધારીવાલ ગૃહમાં પોતાનું નિવેદન આપી રહ્યા હતા ત્યારે તેમના મોઢામાંથી અપશબ્દો પણ નીકળ્યા હતા. BJPના ધારાસભ્ય પર કોંગ્રેસના શાસન દરમિયાન નકલી લીઝ આપવાનો આરોપ હતો. જેનો જવાબ આપતા ધારીવાલે અપશબ્દો કહ્યા હતા. તેમણે કહ્યું કે, જે લોકોએ ગેરરીતિ આચરી છે તેમને પકડીને સસ્પેન્ડ કરવા જોઈએ.
અગાઉ ચર્ચા દરમિયાન, UDH મંત્રી ઝબર સિંહ ખરા અને ધારીવાલ વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. જમીન માટે જમીનની ફાઇલ ગુમ થવાના મુદ્દે બંને ધારાસભ્યો સામસામે આવી ગયા હતા. ધારીવાલના શબ્દોનો જવાબ આપતા ઝબર સિંહ ખરાએ કહ્યું કે, તેમના કાર્યકાળ દરમિયાન જમીન માટે જમીનની ફાઈલો ગુમ થઈ ગઈ હતી. તેના પર કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું, તેને પકડો, કોણે ના પાડી? તમારી પાસે SOG અને ACB છે. કોઈ ફાઈલ ગુમ છે કે નહી. કાર્યવાહી કરશો તો સત્ય બહાર આવશે. ધારીવાલ અહીં જ અટક્યા ન હતા. તેમણે વધુમાં કહ્યું કે, તમે ઘણા મહિનાઓથી કહી રહ્યા છો કે, ફાઈલ ખોવાઈ ગઈ છે, તો સરકાર શું કરી રહી છે.
“कोटा में रहना है की नहीं रहना है (गाली)”
— Vivek Shrivastava (@Viveksbarmeri) July 26, 2024
शांति धारिवाल की गलती तो है ही लेकिन आसन का सम्मान तो सीट पर बैठे व्यक्ति को करवाना चाहिए था।
विधानसभा की क्या ही स्थिति बना दी है!!!#Rajasthan pic.twitter.com/OHx45303Q5
અગાઉની કોંગ્રેસ સરકારમાં બનાવટી લીઝ બનાવવામાં આવી હોવાના આરોપ પર શાંતિ ધારીવાલે કહ્યું કે, જો કોઈ ખોટી હકીકતો જણાવીને લીઝ લે છે તો તેને લીઝ નામંજૂર કરવાનો અધિકાર છે. અમે એક એક્ટ બનાવીને તમને અધિકારો આપ્યા છે. સરકારને લીઝ નામંજૂર કરવાનો અધિકાર છે. કોઈપણ અધિકારી જે ભૂલ કરે છે, તેની પર એક્શન લઇ તેને બરતરફ કરો. લીઝમાં ગેરરીતિની શક્યતા રહેતી હોય છે. BJP ધારાસભ્ય શ્રીચંદ ક્રિપલાનીને સંબોધતા તેમણે કહ્યું કે, તમે એક વખત ભૂલથી UDH મંત્રી બની ગયા હતા. હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી તમે તમારા જ્ઞાનમાં વધારો કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp