રેસ્ટોરાંની આડમાં ગેરકાયદેસર દારૂની ફેક્ટ્રી ચલાવી રહ્યો હતો ડૉક્ટર, 6ની ધરપકડ

PC: healthline.com

કેરળમાં એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. પોલીસે એક ડૉક્ટર અને તેના 5 સહયોગીઓની ગેરકાયદેસર દારૂ બનાવવા અને નકલી ફેક્ટ્રી ચલાવવાના આરોપમાં ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, એક રેસ્ટોરાંની આડમાં ગેરકાયદેસર ફેક્ટ્રી ચલાવવામાં આવી રહી હતી. આબકારી અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે, અહી એક રેસ્ટોરાં પાછળ નકલી દારૂ બનાવવામાં આવી રહ્યો હતો. તેને બનાવવાના આરોપમાં 44 વર્ષીય એક ડૉક્ટર અને 5 અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું કે, ગેરકાયદેસર ફેક્ટ્રી ઇરિનજાલાકુડાના રહેવાસી એલોપેથીના ડૉક્ટર અનુપના નેતૃત્વવાળી ગેંગ દ્વારા થોડા સમયથી પેરિંગોટુકારામાં સંચાલિત કરવામાં આવી રહી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, એક ટીમને ગેરકાયદેસર દારૂ ઉત્પાદન એકાઇ બાબતે બાતમી મળી હતી. બાતમીના આધારે ત્રિશૂર એક્સાઈઝ સર્કલ ઇન્સ્પેક્ટર અશોક કુમારના નેતૃત્વમાં અધિકારીઓની એક ટીમે અચાનક છાપેમારી કરી અને આરોપીની ઘટનાસ્થળ પરથી ધરપકડ કરી લીધી.

અધિકારીએ આગળ જણાવ્યું કે, છાપેમારી દરમિયાન કુલ 1,072 લીટર નકલી દારૂ, બે કાર અને એક એર ગન જપ્ત કરવામાં આવી છે. પૂછપરછ ચાલી રહી છે અને ત્યારબાદ આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

થોડા અઠવાડિયા અગાઉ હરિયાણામાં અંબાલા જિલ્લામાં દારૂની ગેરકાયદેસર ફેક્ટ્રી પર પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. પોલીસ પ્રશાસન બળ સાથે સવારે ધનોરા બિજલપુર વચ્ચે ખેતરોમાં બનેલી ગેરકાયદેસર ફેક્ટ્રીમાં પહોંચ્યું હતું. અહી બુલડોઝર ચલાવીને ગેરકાયદેસર દારૂની ફેક્ટ્રીને ધ્વસ્ત કરવામાં આવી હતી. આ ગેરકાયદેસર ફેક્ટ્રીમાં બનેલી 227 દારૂની પેટી યમુનનગરમાં અલગ અલગ અડ્ડાઓ પર સપ્લાઈ થઈ હતી. ઝેરી દારૂ પીવાથી યમુનાનગરમાં 22 લોકોના મોત થઈ ગયા હતા. ઘણા લોકોના શંકાસ્પદ મોત થયા હતા. અંબાલા પોલીસે માસ્ટરમાઈન્ડ અંકિત ઉર્ફ મોગલી સહિત 12 આરોપીઓની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp