ડૉક્ટરે વીડિયો કોલથી સફાઇકર્મી પાસે કરાવી ડિલિવરી,ખોટી નસ કાપી દેતા નવજાતનુ નિધન

PC: news18.com

બિહારની રાજધાની પટનાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દાનાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોલા પર સ્થિત એક ખાનગી નર્સિંગ હોમની બેદરકારીના કારણે નવજાતનું જન્મ બાદ જ મોત થઈ ગયું. પરિવારજનોના જણાવ્યા મુજબ, નર્સિંગ હોમની ડૉક્ટરે ઘરે બેસીને વીડિયો કોલના માધ્યમથી ઝાડુ લગાવનારી સફાઇકર્મીના સહારે ડિલિવરી કરાવી હતી. ડૉક્ટર અને સફાઇકર્મીની બેદરકારીના કારણે જ બાળકનું જન્મ બાદ મોત થઈ ગયું. મીડિયા રિપોર્ટ મુજબ, નર્સિંગ હોમની ડૉક્ટર કંચન લતાએ એક મોટી રકમ લીધા બાદ તેને પોતાના નર્સિંગ હોમમાં દાખલ કરી લીધી હતી.

દાખલ કર્યા બાદ તરત મહિલાને તેજ લેબર પેન થયો અને તેણે નોર્મલ ડિલિવરીથી એક નવજાત બાળજને જન્મ આપ્યો. કહેવામાં આવે છે કે જે દરમિયન નવજાત બાળક જન્મ લઈ રહ્યું હતું, એ દરમિયાન હૉસ્પિટલમાં સાફ સફાઇ કરનારી મહિલા સાથે નર્સિંગ હોમનો સ્ટાફ ઉપસ્થિત હતો. તેમણે તાત્કાલિક આ વાતની જાણકારી ક્લિનિકના ડૉક્ટર કંચન લતાને આપી. જાણકારી મળતા જ ડૉક્ટર કંચન લતા વીડિયો કોલના માધ્યમથી સફાઇ કરનારી સુનિતા અને સ્ટાફને બતાવવા લાગી કે બાળક કેવી રીતે જન્મ લેશે અને બાળકની નાભીની નસને કાપવાની છે.

પરંતુ યોગ્ય જાણકારી અને અનુભવ ન હોવાના કારણે સ્ટાફ અને સફાઇ કરનારી સુનિતાએ નવજાતની ખોટી નસ કાપી નાખી. નસ કાપ્યાની થોડી મિનિટ બાદ જ બાળકનું મોત થઈ ગયું. બીજી તરફ ક્લિનિકના કર્મચારી મોતની ખબર છુપાવવાનો પ્રયાસ કરતા રહ્યા, પરંતુ નવજાતના મોતની જાણકારી મળતા જ રવિશંકરના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. ઘટનાસ્થળ પર ઉપસ્થિત કેટલાક લોકોએ તેની જાણકારી દાનાપુર પોલીસ સ્ટેશનમાં આપી. તો ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ હૉસ્પિટલમાં ઉપસ્થિત કર્મચારી રવીન્દ્ર કુમાર, સુનિતા અને ગીતાની ધડરપકડ કરીને પોતાની સાથે લઈ ગઈ.

નવજાત મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, હર્ષ પાલી ક્લિનિકની ડૉક્ટર કંચન લતા માત્ર પૈસા લેવા માટે ગુરુવારે બપોરે ક્લિનિકમાં આવી હતી. તેણે પૈસા લીધા બાદ દર્દીના હાલ-ચાલ જાણવાનું પણ ઉચિત ન સમજ્યું. પરિવારજનોએ કહ્યું કે આ ક્લિનિકમાં યોગ્ય ડૉક્ટર અને કર્મચારી ન હોવાના કારણે નવજાત પુત્રનું મોત થઈ ગયું છે. તો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp