કોર્ટે કેમ કહ્યું તમે મુસ્લિમ નથી, છૂટાછેડા માટે તમારે કોર્ટ આવવું જ પડશે

PC: linkedin.com

મધ્ય પ્રદેશ હાઇકોર્ટે એક અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, વિવાહિત કપલ દ્વારા પરસ્પર સહમતીથી અલગ થવાની સમજૂતીની કોઈ કાયદાકીય માન્યતા નથી. તેને છૂટાછેડા બરાબર માની શકાય નહીં. બાર એન્ડ બેન્ચના રિપોર્ટ મુજબ, મધ્ય પ્રદેશ હાઇ કોર્ટે એક પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા એ વાતને સ્પષ્ટ કરી દીધી કે પરિણીત કપલની અલગ થવાની સમજૂતીને છૂટાછેડા બરાબરનો દરજ્જો નહીં આપી શકાય.

આ દરમિયાન કોર્ટે એમ પણ કહ્યું કે, જૂદા થવા સમજૂતીની કોઈ કાયદાકીય માન્યતા નથી. આ અરજી એક પતિએ પોતાની પત્ની દ્વારા લગાવવામાં આવેલા આરોપોને રદ્દ કરવા માટે દાખલ કરી હતી. તેમાં એવો તર્ક આપવામાં આવ્યો હતો કે 2023માં અલગ થવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા બાદ જૂના સંબંધ પહેલા જ પૂરા થઈ ચૂક્યા હતા. એવામાં તેના પર અને તેના પરિવાર પર આરોપ નહીં લગાવી શકાય. જો કે, કોર્ટે આ અરજી ફગાવી દીધી.

ન્યાયાધીશ ગુરપાલ સિંહ અહલૂવાલિયાએ સુનાવણી દરમિયાન કહ્યું કે, બંને પક્ષ મુસ્લિમ ધર્મથી નથી, એટલે પરસ્પર સહમતીથી છૂટાછેડા નહીં થઈ શકે. અહી પણ ચિંતાનો વિષય છે કે નોટરી એ પ્રકારની સમજૂતી માટે કેવી રીતે પ્રમાણિત કરી શકે છે. નોટરી અલગ થવાની સમજૂતીના આધાર પર છૂટાછેડાને મંજૂરી નહીં આપી શકે. કોર્ટે કહ્યું કે જુદા થવાની સમજૂતીની કાયદાકીય માન્યતા નથી અને એટલે એવું નહીં માની શકાય કે છૂટાછેડા થઈ ગયા.

કોર્ટે એ વાતને પણ સ્પષ્ટ કરી કે, જો છૂટાછેડા થઈ પણ જાય તો પણ છૂટાછેડા અગાઉ કરવામાં આવેલી ક્રૂરતા IPCની કલમ 498-A હેઠળ કેસ નોંધી શકાય છે. આ અગાઉ પત્નીએ પોતાની પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે તેના લગ્ન 21 એપ્રિલ 2022ના રોજ થયા હતા અને લગ્ન બાદ જ તેના પતિ અને સાસરિયાં પક્ષે તેને કરિયાવર માટે અત્યાચારિત કરવાની શરૂ કરી દીધી હતી. ફરિયાદમાં મહિલાએ સાસરિયા પક્ષ પર મારામારીનો પણ આરોપ લગાવ્યો હતો.

અરજીમાં પતિએ કેસને રદ્દ કરવાની માગ કરી હતી અને કહ્યું હતું કે પત્નીએ પહેલા જ અન્ડરટેકિંગ આપ્યા છે કે તે તેના પર કોઈ કાર્યવાહી નહીં કરે. જો કે, કોર્ટે કહ્યું કે, આ પ્રકારની કોઈ પણ સમજૂતી કોન્ટ્રાક્ટ એક્ટના સેક્શન 28 વિરુદ્ધ છે કેમ કે કોઈ પણ કોન્ટ્રાક્ટ જે કોઈ પક્ષને કાર્યવાહી કરતા રોકે છે, તેની કોઈ માન્યતા હોતી નથી. એ સિવાય સ્પેસિફિક રીલિફ એક્ટના સેક્શન 41 મુજબ કોઈ વ્યક્તિના કાયદાકીય સહાયતા લેવા પર રોક લગાવી શકાય નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp