શું નીતિશ લાલુને છોડીને ફરી PM મોદી સાથે આવી જશે, કેમ થાય છે આવી વાત
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે નારાજગીની અટકળો પર RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે, એવી કોઈ વાત નથી. એવું થતું રહે છે. તેમણે ઇશારાઓમાં જ આ અટકળોનું ખંડન કર્યું છે. તો INDIA ગઠબંધનની સીટ શેરિંગના મુદ્દા પર લાલુએ કહ્યું કે, એટલી જલદી સીટ ફાળવણી થતી નથી. RJD ચીફે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાથી પણ ઇનકાર કર્યો છે.
લાલુ પ્રસાદ યાદવે બુધવારે પટનામાં બુધવારે મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન તેમને હાલના રાજનીતિક ઘટનાક્રમોને લઈને સવાલ કરવામાં આવ્યા. પત્રકારોએ તેમને પૂછ્યું કે, નીતિશ કુમાર સાથે તેમની ખેચતાણની અટકળો ચાલી રહી છે. મકરસંક્રાંતિના અવસર પર તેમણે નીતિશને દહીનો ટીકો પણ ન લગાવ્યો. લાલુએ જવાબ આપ્યો કે, એવું કશું જ નથી. આ બધુ થતું રહે છે, કંઇ નક્કી નથી.
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, INDIA ગઠબંધનમાં સીટ શેરિંગ ક્યારે થશે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, એટલું જલદી થતું નથી. સીટ શેરિંગ પર બધા કામ થઈ રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાન સવાલ પર લાલુએ સ્પષ્ટ કહ્યું કે, તેઓ કાર્યક્રમમાં નહીં જાય. અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે થોડા દિવસોથી RJD અને JDU વચ્ચે અંદરખાને ધમાસાણ મચ્યુ છે નીતિશ કુમારની લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવથી દૂરી વધવાની અટકળો છે.
મકરસંક્રાંતિના અવસર પર રાબડી આવાસમાં આયોજીત ભોજન દરમિયાન પણ નીતિશ કુમાર થોડી જ મિનિટ લાલુ સાથે રોકાયા અને પછી જતા રહ્યા. આ દરમિયાન લાલુએ દહીનો ટીકો પણ ન લગાવ્યો. આ અગાઉ વર્ષ 2016 અને વર્ષ 2017માં જ્યારે નીતિશ લાલુના સંક્રાંતિ ભોજનમાં ગયા હતા તો તેમને દહીનો ટીકો લગાવીને શુભકામનાઓ આપી હતી. તો રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, નીતિશ કુમાર 78 ધારાસભ્યોની પાર્ટી RJDની કૃપાથી મંત્રી છે અને લાલુ પ્રસાદ જ્યારે ઈચ્છે તેમને હટાવીને દીકરાને મુખ્યમંત્રી બનાવી શકે છે.
બંને વચ્ચે ડીલ પણ થઈ છે. નીતિશ કુમાર આ વખત મકરસંક્રાંતિ પર લાલુ-રાબડીના આવાસ પર ગયા, પરંતુ ત્યાં માત્ર 7 મિનિટ રોકાયા. લાલુ પ્રસાદે તેમનાથી દૂરી બનાવી અને દહીંનો ટીકો પણ ન લગાવ્યો. બંને પાર્ટીઓ વચ્ચે બધુ સારું નથી. ડીલની ખીલ ખૂંચવા લાગી છે. એવામાં કાર્યકર્તાઓના મનોબળ ન તૂટે એટલે JDUના મંત્રી નીતિશ કુમારને બિહારનું ભવિષ્ય બતાવી રહ્યા છે, જ્યારે પોતે બિહારનું ભવિષ્ય (ઉત્તરાધિકારી) તેજસ્વી યાદવને બતાવી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp