ભારતમાં આતંકવાદીઓથી પણ ખતરનાક થતા જઈ રહ્યા છે કૂતરા, આંકડા ચોંકાવનારા

PC: dogtime.com

કૂતરાઓને માણસોના સૌથી વફાદાર સાથે માનવામાં આવ્યા છે. ઘણા કૂતરા તો આજે પણ ઉદાહરણરૂપ છે. આ જ કારણ છે કે પ્રાણીઓમાં સૌથી વધુ પાળતું કૂતરા જ હોય છે. શહેર હોય કે ગામ, મોટા ભાગના ઘરોમાં પાળતું કૂતરા દેખાઈ જશે, જેને લોકો પોતાના પરિવારજનોની જેમ રાખે છે, પરંતુ બદલાતા સમય સાથે કૂતરાઓનો સ્વભાવ તેજીથી બદલાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ઘણી એવી ઘટનાઓ સામે આવી છે, જેમાં કૂતરાઓએ માણસોનો જીવ લીધો છે. વૃદ્ધ, બાળકો અને મહિલાઓ સૌથી વધુ તેમના નિશાના પર રહ્યા છે. એવી ઘટનાઓનું સામે આવવાનું ચાલુ છે. હાલની ઘટના નોઇડા સેક્ટર-53ની છે.

નોઇડાના સેક્ટર-24 પોલીસ સ્ટેશન વિસ્તારનાના એક ગામના રહેવાસી નરેન્દ્ર શર્મા પોતાના કૂતરાને ફેરવવા નીકળ્યો હતો. પાકિસ્તાની પિટ બુલ પ્રજાતિનો કૂતરો પટ્ટા વિના ખુલ્લેઆમ ફરી રહ્યો હતો. ત્યારે જ તેની સામે એક રખડતો કૂતરો આવી ગયો. બંનેએ એક-બીજાને જોયા અને ભસવાનું શરૂ કરી દીધું. અચાનક પિટ બુલે બીજા કૂતરા પર હુમલો કરી દીધો. નરેન્દ્ર સતત પ્રયાસ કરતો રહ્યો, પરંતુ પિટ બુલે તેને લોહીલુહાણ કર્યા બાદ જ છોડ્યો. ત્યાં હાજર લોકોમાં ડર સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો, એક મહિલા ડરના કારણે ચીસો પાડી રહી હતી. લોકો આ મામલે પિટ બુલના માલિક સામે FIR નોંધવામાં આવી છે.

ગયા મહિનાની જ વાત છે. ગાઝિયાબાદમાં એક દર્દનાક ઘટના બની હતી. અહી વિજયનગર પોલીસ સ્ટેશન ક્ષેત્રની ચરણ સિંહ કોલોનીમાં રહેનારા એક બાળકને કોઈ રખડતા કૂતરાએ બચકું ભરી લીધું હતું. ઘર પર લોકો કંઈક કહેશે એમ વિચારીને પરિવારજનોને તેણે કઇ ન કહ્યું, પરંતુ થોડા દિવસો બાદ તેની અંદર અજીબ પરિવર્તન આવવા લાગ્યા. તે અજીબો-ગરીબ હરકત કરવા લાગ્યો. ખાવાનું-પીવાનું બંધ કરી દીધું. પાણી જોતા જ ડરી જતો હતો. ક્યારેક ક્યારેક કૂતરાના ભસવા જેવો અવાજ પણ કાઢતો હતો. આ બધુ જોઈને આખો પરિવાર ડરી ગયો. ઇમરજન્સીમાં હૉસ્પિટલ લઈ ગયા, પરંતુ કોઈ પણ સારવાર ન મળી. આ અંતે બાળકે એમ્બ્યુલન્સમાં પિતાના ખોળામાં જ તડપી તડપીને પોતાનો જીવ છોડી દીધો.

ભારતમાં દર વર્ષે કૂતરાઓ દ્વારા બચકાં ભરવાથી 20 હજાર લોકોના મોત થઈ જાય છે. તેમાં સૌથી વધુ મોતનું કારણ રેબીજ બને છે, જેના સૌથી વધુ કેસ ભારતમાં જોવા મળે છે. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગયા વર્ષે જણાવ્યું હતું એક, વર્ષ 2019, 2020, 2021 અને વર્ષ 2022માં દેશમાં લોકો પર કૂતરાઓના કુલ કેટલા હુમલા થયા હતા. એ મુજબ, વર્ષ 2019માં 72,77,523. વર્ષ 2020માં 46,33,493, વર્ષ 2021માં 17 લાખ 1 હજાર 133 અને વર્ષ 2022માં 14,50,666 કેસ સામે આવ્યા હતા. પોતાના દેશમાં રખડતા કૂતરાઓની સંખ્યા લગભગ 3.50 કરોડ છે, જ્યારે 1 કરોડ પાળતું કૂતરા છે. તેની સંખ્યા સતત વધતી જઈ રહી છે.

કોઈ પણ દેશમાં આતંકી ઘટનાને સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે. ભારતમાં પણ ઘણા મોટા મોટા આતંકી હુમલા થઈ ચૂક્યા છે, જેમાં સેકડો લોકોએ પોતાનો જીવ ગુમાવી છે. અહીં નક્સલી હુમલાઓ અને તેમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા સામેલ કરવામાં આવી રહી નથી. આપણે દેશથી બહારથી પ્રયોજિત આતંકી હુમલાની વાત કરી રહ્યા છીએ, જો આ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકો તુલના કૂતરાઓ દ્વારા બચકાં ભરવાથી મોતની સંખ્યા ઘણી બધી.

ઉદાહરણ તરીકે જો મુંબઈની વાત કરીએ તો ત્યાં વર્ષ 1994થી લઈને વર્ષ 2016 સુધી 13.12 લાખ લોકોને કૂતરાઓએ બચકાં ભર્યા હતા. જેમાંથી 429 લોકોનું રેબીજથી મોત થઈ ગયા. બીજી તરફ વર્ષ 1993 સીરિયલ બ્લાસ્ટમાં 257 લોકો માર્યા ગયા હતા, જ્યારે 717 લોકો શહીદ થયા હતા. તો 26/11ના આતંકી હુમલામાં 164 લોકોના મોત થયા હતા અને 308 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ પ્રકારે આતંકી હુમલામાં કુલ 421 લોકોના મોત થયા હતા, જ્યારે કૂતરાઓ દ્વારા બચકાં ભરવાથી 429.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp