મારી સાથે ટ્રિક્સ ના કરો... CJI ચંદ્રચૂડે લગાવી વકીલને ફટકાર, જાણો શું છે મામલો

PC: reddit.com

ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ મંગળવાર (11 એપ્રિલ)ના રોજ એક વકીલ પર ખૂબ જ નારાજ થઈ ગયા અને કહ્યું કે, મારા અધિકાર સાથે ખિલવાડ કરવાનો પ્રયાસ ના કરો. વકીલ પોતાના મામલાની જલ્દી સુનાવણી ઇચ્છી રહ્યો હતો. જસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું કે, મામલો પહેલા જ 17 એપ્રિલની સુનાવણી માટે લિસ્ટ છે. CJI ચંદ્રચૂડના આ જણાવ્યા બાદ વકીલે કહ્યું કે, જો મને પરવાનગી મળે તો હું તેને બીજી બેન્ચની સામે મેન્શન કરી શકુ છું. એ વાત પર CJI નારાજ થઈ ગયા. તેમણે કહ્યું કે, મારી સાથે આ પ્રકારની ચાલાકીની જરૂર નથી. પહેલા તમે અહીં મેન્શન કર્યું અને હવે જલ્દી સુનાવણી માટે બીજી જગ્યાએ મેન્શન કરવા માંગો છો... આ જરા પણ યોગ્ય નથી.

CJI ચંદ્રચૂડની નારાજગી જોતા વકીલે તરત જ તેમની માફી માંગી લીધી. વકીલે કહ્યું કે, મિલોર્ડ, મને ક્ષમા કરો. તેના પર CJIએ જવાબ આપ્યો કે, ઠીક છે પરંતુ, બીજીવાર મારા પ્રશાસનિક અધિકારોમાં દખલ આપવાનો કોઈ પ્રયાસ ના કરતા.

જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી જ્યારે CJI કોઈ કેસની જલ્દી સુનાવણીના મામલા પર પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા હોય. થોડાં સમય પહેલા જ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રેસિડન્ટ અને સીનિયર એડવોકેટને CJIએ ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે, આ તેમની કોર્ટ છે અને તેઓ નક્કી કરશે કે ક્યારે અને કઈ રીતે કામ થશે. કોઈ અન્યએ તેમને ડિક્ટેટ કરવાનો પ્રયાસ ના કરવો જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં બે પ્રકારની અરજી કરવામાં આવી શકે છે. પહેલી સુપ્રીમ કોર્ટના ફાઇલિંગ કાઉન્ટર દ્વારા અને બીજી કોર્ટની વેબસાઇટ દ્વારા. અરજી દાખલ થયા બાદ સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી અરજી સાથે સંબંધિત તમામ દસ્તાવેજોનું પરિક્ષણ કરે છે અને જો દસ્તાવેજોમાં કોઈ ખામી મળે તો સંબંધિત અરજીકર્તાને તેની જાણકારી આપવામાં આવે છે. અરજીકર્તાને ખામી સુધારવા અથવા દસ્તાવેજ જમા કરાવવા માટે 28 દિવસનો સમય આપવામાં આવે છે.

શું છે કેસનું લિસ્ટિંગ?

સુપ્રીમ કોર્ટના એડવોકેટ સંજીવ કુમાર પાંડેએ જણાવ્યું કે, અરજી દાખલ થયા બાદ આ લિસ્ટિંગ સેક્શનની પાસે જાય છે, જે સુનાવણી માટે તારીખ આપે છે. લિસ્ટિંગનો સીધો મતલબ છે સુનાવણીની તારીખ.

શું હોય છે કેશનું મેંશનિંગ?

એડવોકેટ સંજીવ જણાવે છે કે, ઘણીવાર લિસ્ટિંગની પ્રક્રિયામાં સમય લાગી જાય છે. એવામાં જો અરજીકર્તાને લાગે કે તેનો મામલો મહત્ત્વપૂર્ણ છે અને જલ્દી સુનાવણી થવી જોઈએ તો તે તેની પણ અરજી કરી શકે છે, જેને મેંશનિંગ કહે છે.

ક્યાં આપવામાં આવે છે મેંશનિંગની અરજી?

મેંશનિંગની અરજી સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારને આપી શકાય છે. જો રજિસ્ટ્રાર ના પાડી દે, ત્યારે ચીફ જસ્ટિસની સામે મેંશનિંગની અરજી આપી શકાય છે. મેંશનિંગનો સમય પણ નિર્ધારિત છે. ચીફ જસ્ટિસ સવારે 10.30 વાગ્યે કોર્ટ શરૂ થવાના સમયે મેંશનિંગ સાથે સંકળાયેલી અરજીઓને જુએ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp