CM યોગીના મંદિરમાં આવવા લાગ્યું દાન, ભક્તોએ દાન કરી સવા કિલો ચાંદીનું છત્તર

PC: news18.com

ધર્મ નગરી અયોધ્યાના વિશ્વ માનચિત્ર પર સ્થાપિત કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર ખૂબ જ પ્રયત્ન કરી રહી છે. પ્રદેશ સરકારના પ્રયત્નો ગત કેટલાક વર્ષોથી જોવા પણ મળી રહ્યા છે. આ જ કારણ છે કે, 2024 સુધી કરોડો ભક્તોના મનમાં રહેતા ભગવાન રામ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં વિરાજમાન થશે. ગર્ભગૃહમાં વિરાજમાન થયા બાદ ત્યાંથી જ ભક્તોને દર્શન આપશે.

500 વર્ષના મુશ્કેલ સંઘર્ષ પછી રામનગરી અયોધ્યામાં રામ મંદિર બનવાનું સપનું પૂર્ણ થઇ રહ્યું છે, આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી પ્રભાવિત થઈને પ્રભાકર મૌર્ય નામના શ્રદ્ધાળુએ રામ મંદિરના પહેલા CM યોગીનું જ મંદિર બનાવી દીધું છે. રામ જન્મ ભૂમિથી અંદાજે 25 કિલોમીટર દૂર પ્રયાગરાજ હાઈવે પર નૌર્યાના પુરવામાં શ્રી યોગી મંદિર બનાવવામાં આવ્યું છે. આનું નિર્માણ પ્રભાકર મૌર્યએ કરાવ્યું છે. અહીં દરેક દિવસે યોગી આદિત્યનાથની વિધિ-વિધાન સાથે પૂજા અને આરતી કરવામાં આવે છે.

મંદિર પર ચઢાવી સવા કિલો ચાંદીની છત્રી

CM યોગી આદિત્યનાથનું મંદિર બનવાની માહિતી મળતા જ નવનિર્માણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત જાની મંદિર પહોંચ્યા. અહીં પહોંચીને અમિત જાનીએ પૂજા-અર્ચના કરી અને સવા કિલો ચાંદીનું છત્તર પણ ચઢાવી દીધું છે. અમિત જાનીએ કહ્યું કે,'પ્રભાકર મૌર્યનું આ કાર્ય દેશ અને પ્રદેશ માટે ગૌરવનો વિષય છે. અમને જ્યારે યોગી આદિત્યનાથના મંદિર બનવાની માહિતી મળી, અમે પોતાને રોકી ન શક્યા અને અહીં આવી ગયા. તેમણે કહ્યું કે, સંન્યાસી, સાધૂ કે કોઈ દેવી-દેવતાઓના મંદિર પર દાન આપવામાં આવે છે, બરાબર તેવી જ રીતે અહીં દાન આપવામાં આવ્યું છે.'

પ્રભાકર મૌર્યનું કહેવું છે કે, CM યોગીએ ...

પ્રભાકર મૌર્યએ જણાવ્યું કે, જુઓ મેં ઘણા પહેલા સંકલ્પ લીધો હતો કે, અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું જે પણ મંદિર નિર્માણ કરાવશે, હું તેનું મંદિર બનાવીશ અને આજે અમે આ સંકલ્પ પૂરો કરી લીધો.

મૌર્યએ આગળ કહ્યું કે, અમે યોગીજી ઉપર કેટલાક નવા ગીતો તૈયાર કર્યા છે, જેની અમે અહીં શૂટિંગ કરી રહ્યા છીએ.જેવી રીતે મહારાજને પૂરા ઉત્તર પ્રદેશમાં કાર્ય કર્યું છે, તેનાથી હું ખૂબ જ ખુશ છું અને આ જ ખુશીમાં મેં સંકલ્પ લીધો હતો, જે પૂર્ણ થઇ ગયો અને શ્રી યોગી મંદિરનું નિર્માણ કરાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp