ગધેડો, ઉલ્લુ, કાળીયો? હવે શિક્ષકો વિદ્યાર્થીઓને આ નામથી નહીં બોલાવે
હવે બિહારની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના નામ બગાડવાનું અને તેમને વિચિત્ર ઉપનામોથી બોલાવવાનું બંધ થઈ જશે. આ અંગે કડક વલણ અપનાવતા શિક્ષણ વિભાગે નવી સૂચનાઓ બહાર પાડી છે. હવે શાળાઓમાં ‘કાળીયો’, ‘ગધેડો’, ‘ઉલ્લુ’ જેવા ઉપનામોનો ટ્રેન્ડ બંધ થઈ રહ્યો છે. વિભાગનું કહેવું છે કે, વિદ્યાર્થીઓના નામનું યોગ્ય રીતે સન્માન કરવું જોઈએ અને કોઈપણ પ્રકારની મજાક તેમના આત્મસન્માનને ઠેસ પહોંચાડી શકે છે.
શાળાઓમાં એવું જોવા મળ્યું છે કે કેટલાક શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળીને બાળકોના નામ મજાક મજાકમાં બદલી નાખે છે. જેઓ અભ્યાસમાં નબળા હોય તેમને 'ગધેડો', શ્યામ રંગનો હોય તેને 'કાળીયો' અને બટકા છોકરાને 'ભાટા' કહે છે. પરંતુ હવે આના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હવે કોઈ અમનને 'અમનવા' કહે તો સમજવું કે મામલો ગંભીર બની ગયો છે. શિક્ષણ વિભાગે કહ્યું છે કે, બાળકોના નામ વિકૃત કરવા અથવા તેમને ખોટા ઉપનામોથી બોલાવવા પર રોક લગાવવી જોઈએ, જેથી બાળકોનું આત્મસન્માન સુરક્ષિત રહે.
રસપ્રદ વાત એ છે કે હવે PTM (પેરેન્ટ-ટીચર મીટિંગ)માં માત્ર બાળકોના જ ક્લાસ નહીં લેવાય, પરંતુ બાળકો પણ તેમના શિક્ષકોની યોગ્યતા અને ખામીઓ વિશે વાત કરશે. બાળકો દરેક પીરિયડમાં કયા શિક્ષક 'કંટાળાજનક' છે અને કયા 'મજાના' છે તે કહેશે અને મુખ્ય શિક્ષક તે પ્રતિક્રિયા સાથે શાળાની સિસ્ટમમાં સુધારો કરશે.
શિક્ષણ વિભાગે મોનિટરિંગ સિસ્ટમમાં પણ ફેરફાર કર્યા છે. હવે માત્ર તેજસ્વી વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને પણ મોનિટર બનવાની તક મળશે, એટલે કે 'આજે તું મોનિટર, કાલે હું મોનિટર!' આ રોટેશન સિસ્ટમ અપનાવવામાં આવશે, જેથી દર મહિને એક નવો 'મોનિટર' બને . મોનિટરનું કામ થોડું માથાના દુખાવા જેવું રહેશે, કારણ કે તેણે તે બાળકોને સમજાવવું પડશે, કે જેઓ શાળા છોડીને ઘરે ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે. એટલે કે, મોનિટરનું કામ શાળામાં ન આવતા વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાનું અને શાળાની શિસ્ત વ્યવસ્થામાં મદદ કરવાનું રહેશે. હવે જોઈએ કે આ નવા નિયમો શાળાઓમાં કેવું વાતાવરણ બનાવે છે. પરંતુ શાળાઓમાં બાળકોના ચહેરા પરનું સ્માઈલ થોડું વધુ ખીલશે તે નિશ્ચિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp