રામ મંદિરના નિમંત્રણ પર VHP અને અખિલેશ યાદવ સામ-સામે, પૂર્વ CMની છે આ માગ
દેશમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને તૈયારીઓ જોરો પર છે. નિમંત્રણ પત્ર વહેચવામાં આવી રહ્યા છે અને લોકો અયોધ્યા પહોંચવાની તૈયારી પણ કરી રહી છે. આ દરમિયાન આજે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ દાવો કર્યો કે, અમે સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું. બીજી તરફ અખિલેશ યાદવે દાવો કર્યો કે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી તેમને કોઈ નિમંત્રણ મળ્યું નથી.
પહેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારનું નિવેદન સામે આવ્યું કે, પહેલા તેઓ (અખિલેશ યાદવ) કહી રહ્યા હતા કે જો બોલાવશે તો અમે જઈશું. તો અમે તેમને બોલાવ્યા છે, હવે તેઓ કહી રહ્યા છે કે રામજી બોલાવશે તો જશે. હવે જોઈએ કે રામજી તેમને પોતે બોલાવે છે કે નહીં. જો નહીં બોલાવે તો સ્પષ્ટ થઈ જશે કે રામજી કદાચ બોલાવવા માગતા નથી. તેની સાથે જોડાયેલો સવાલ અખિલેશ યાદવને પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું તો અખિલેશ યાદવે કહ્યું કે, ‘હું તેમને (આલોક કુમાર) નથી જાણતો. અમે તેમને જ નિમંત્રિત કરીએ છીએ અને જેમને જાણીએ છીએ અને તેમની પાસે જ નિમંત્રણ લઈએ છીએ.
આ અગાઉ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ કહી ચૂક્યા છે કે જો ટ્રસ્ટ તેમને બોલાવે છે તો તેઓ જશે. તેના પર રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કહ્યું હતું કે પ્રભુ તો બધાના છે. ટ્રસ્ટ બોલાવે કે ન બોલાવે, દર્શન તો દરેક સમયે કરી શકો છો. ટ્રસ્ટ લોકોને આમંત્રિત કરી રહ્યું છે, પરંતુ કોઈનું નામ છૂટી જાય તો તેઓ આવે અને દર્શન કરે. બધાનું સ્વાગત છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન 22 જાન્યુઆરીના રોજ થઈ રહ્યું છે.
પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે. સમારોહ માટે સાધુ સંતો સહિત VVIP અને VIP મહેમાનોને નિમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે. હાલના દિવસોમાં રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ અવસર પર રામલલાના દર્શન માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુ અયોધ્યા પહોંચવા માગે છે. જો કે, પ્રાણ પ્રતિષ્ઠા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજ હસ્તીઓ સામેલ થવાના કારણે અહી પ્રોટોકોલ લાગૂ થશે. આ દિવસે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ મજબૂત થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp