'બૂમો ન પાડો..' ચીફ જસ્ટિસે કેમ અકળાયા? ઇલેક્ટોરલ બોન્ડની સુનાવણી થતી હતી

PC: hindustantimes.com

સુપ્રીમ કોર્ટમાં સોમવારે માહોલ ખૂબ ડ્રામેટિક રહ્યો. કોન્સ્ટિટ્યૂશન બેન્ચ SBI દ્વારા રજૂ કરાયેલા ઇલેક્ટોરલ બોન્ડને લઈને સુનાવણી ચાલી રહી હતી. કેસ SBIના અધૂરા આંકડાઓનો હતો. આ દરમિયાન એડવોકેટ મેથ્યૂઝ નેદુમ્પારા અને મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડ વચ્ચે દલીલ થવા લાગી. એડવોકેટ નેદુમ્પારા કેસમાં હસ્તક્ષેપ કરવા માગતા હતા. તેમણે કહ્યું કે, ઇલેક્ટોરલ બોન્ડનો કેસ જરાય ન્યાયસંગત મુદ્દો નહોતો. આ પોલિસી મેટર નહોતો અને કોર્ટ માટે નહોતો.

એટલું જ નહીં કોર્ટે એડવોકેટને અગાઉ તેમના દ્વારા કરવામાં આવેલા કોર્ટના કન્ટેમ્પટની પણ યાદ અપાવી. જ્યારે તેઓ બોલી રહ્યા હતા તો CJI તેમને સતત રોકાવા અને વાત સાંભળવા કહી રહ્યા હતા, પરંતુ એડવોકેટ માનવા તૈયાર નહોતા અને બોલતા જઇ રહ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે હું આ દેશનો નાગરિક છું. આ દરમિયાન ચીફ જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડે દૃઢતાથી કહ્યું કે, એક સેકન્ડ મારા ઉપર બરાડા ન પાડો.

તેના પર નેદુમ્પારા રક્ષાત્મક થઈ ગયા અને કહેવા લાગ્યા કે નહીં નહીં, હું ખૂબ વિનમ્ર છું. ત્યારબાદ ચીફ જસ્ટિસે કહ્યું કે આ હાઇડ પાર્ક કોર્નર મીટિંગ નથી. તમે કોર્ટમાં છો. જો તમારે અરજી આપવી હોય તો આપો. તમે અમારો નિર્ણય CJIના રૂપમાં સાંભળ્યો છે. અમે તમને સાંભળી રહ્યા નથી? જો તમે અરજી આપવા માગો છો તો E-mail કરો. આ જ આ કોર્ટનો રૂલ છે. ત્યારબાદ પણ એડવોકેટ નેદુમ્પારા બોલતા રહ્યા તો જસ્ટિસ બી.આર. ગવઈએ હસ્તક્ષેપ કર્યો.

તેમણે કહ્યું કે, તમે ન્યાયિક પ્રશાસનની પ્રક્રિયાને બાધિત કરી રહ્યા છો. ત્યારબાદ પણ એડવોકેટ ન રોકાયા. તેઓ સતત બોલતા રહ્યા, તો બેન્ચે કહ્યું કે, બહુ થયું. હવે અમે તમને ત્યાં સુધી નહીં સાંભળીએ, જ્યાં સુધી તમે નક્કી પ્રક્રિયાનું પાલન નહીં કરો. કોર્ટે સીનિયર એડવોકેટ મુકુલ રોહતગી અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન પ્રેસિડેન્ટ અદીશ અગ્રવાલના તર્ક સાંભળવાનો પણ ઇનકાર કરી દીધો. તેઓ પણ સુનાવણી દરમિયાન હસ્તક્ષેપ કરવા માગતા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં એડવોકેટ નેદુમ્પારા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના દોષી સાબિત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp