રાજ્ય ગીતમાં 'દ્રવિડ' છૂટ્યું, ગુસ્સે થયેલા CM સ્ટાલિને કહ્યું- રાજ્યપાલને હટાવો
તમિલનાડુના CM MK સ્ટાલિને રાજ્યપાલ RN રવિ પર તમિલનાડુ અને તમિલ ભાષાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે રાજ્યના ગીત 'તમિલ થાઈ વઝ્થુ' માંથી એક પંક્તિને બાદ કરવા બદલ રાજ્યપાલ RN રવિ પર નિશાન સાધ્યું હતું. કેન્દ્રમાંથી RN રવિને તાત્કાલિક હટાવવાની પણ માગણી કરી. જોકે, રાજ્યપાલ કાર્યાલય દ્વારા આ આરોપોને નકારી કાઢવામાં આવ્યા હતા. ગવર્નરે કહ્યું કે, CM સ્ટાલિને તેમની વિરુદ્ધ 'ખેદજનક નિવેદનો' કર્યા અને તેમને 'જાતિવાદી' કહ્યા. જ્યારે, આ સમગ્ર વિવાદ પર તમિલનાડુ દૂરદર્શન અને રાજ્યપાલના મીડિયા સલાહકાર તરફથી પણ સ્પષ્ટતા આવી છે.
18મી ઓક્ટોબરે દૂરદર્શન ચેન્નાઈના કાર્યાલય ખાતે હિન્દી મહિનાના સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. RN રવિ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્ય ગીત 'તમિલ થાઈ વઝ્થુ' ગાવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે, આ સમય દરમિયાન, 'થેક્કનમમ અધીરસિરંધા દ્રવિડ નાલ થિરુનાડુમ' પંક્તિ, જે દ્રવિડ ભૂમિની મહાનતાનો ઉલ્લેખ કરે છે, દૂર કરવામાં આવી હતી. CM MK સ્ટાલિને આ અંગે ઘણા પ્રશ્નો ઉઠાવ્યા. CM MK સ્ટાલિને એક્સ પર તમિલ ભાષામાં એક પોસ્ટમાં લખ્યું હતું કે, 'જે વ્યક્તિ કાયદાનું પાલન નથી કરતી અને પોતાની મરજી મુજબ કામ કરે છે તે તે પદ પર રહેવા માટે લાયક નથી. ભારતની ઉજવણીની આડમાં રાજ્યપાલ દેશની એકતા અને આ ધરતી પર વસતા વિવિધ જાતિના લોકોનું અપમાન કરી રહ્યા છે. શું દ્રવિડની એલર્જીથી પીડિત રાજ્યપાલ રાષ્ટ્રગીતમાંથી દ્રવિડ શબ્દ હટાવવા માટે કહેશે? કેન્દ્ર સરકારે તાત્કાલિક રાજ્યપાલને પાછા બોલાવવા જોઈએ, જેઓ જાણીજોઈને તમિલનાડુ અને રાજ્યના લોકોની ભાવનાઓનું અપમાન કરી રહ્યા છે.'
ત્યારપછી તમિલનાડુના રાજભવન તરફથી આ અંગે નિવેદન આવ્યું હતું. જેમાં ગવર્નર RN રવિનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું હતું કે, 'તેમણે (CM સ્ટાલિને) મારી વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણી કરી અને મારા પર 'તમિલ થાઈ વઝ્થુ' પ્રત્યે અનાદર દર્શાવવાનો ખોટો આરોપ લગાવ્યો. તેઓ સારી રીતે જાણે છે કે, હું દરેક કાર્યક્રમમાં આખું રાજ્યગીત વાંચું છું અને આદર, ગૌરવ અને ચોકસાઈથી વાંચું છું.'
ஆளுநரா? ஆரியநரா?
— M.K.Stalin (@mkstalin) October 18, 2024
திராவிடம் என்ற சொல்லை நீக்கி, தமிழ்த்தாய் வாழ்த்தைப் பாடுவது தமிழ்நாட்டின் சட்டத்தை மீறுவதாகும்!
சட்டப்படி நடக்காமல், இஷ்டப்படி நடப்பவர் அந்தப் பதவி வகிக்கவே தகுதியற்றவர்.
இந்தியைக் கொண்டாடும் போர்வையில் நாட்டின் ஒருமைப்பாட்டையும் இந்த மண்ணில் வாழும் பல்வேறு… pic.twitter.com/NzS2O7xDTz
ગવર્નરે વધુમાં કહ્યું કે, CM સ્ટાલિને તેમની વિરુદ્ધ 'ખેદજનક નિવેદનો' કર્યા અને તેમને 'જાતિવાદી' કહ્યા.
CM સ્ટાલિને આના પર ફરીથી પ્રતિક્રિયા આપી, તેમણે કહ્યું, તમારે (રાજ્યપાલ) તરત જ તેમની નિંદા ન કરવી જોઈએ? તમે આ કેમ ન કર્યું? તમે સ્થળ પર જ ભૂલ દર્શાવી શક્યા હોત! શું તમે તેમને યોગ્ય રીતે ગાવાનું શીખવી શકશો? જો તમે આ કર્યું હોત, તો શું કોઈ પ્રતિક્રિયા હોત?'
આ અંગે રાજ્યપાલના મીડિયા સલાહકાર થીરુગનાના સંબંદમે પણ એક્સ પર પોસ્ટ કર્યું, તેમાં કહેવામાં આવ્યું છે કે, 'કાર્યક્રમની શરૂઆતમાં, રાજ્યગીતનું પઠન કરતી મંડળીએ અજાણતામાં 'દ્રવિડિયન' શબ્દનો સમાવેશ કરતી એક લીટી કાઢી નાખી હતી. આ બાબત તરત જ આયોજકોના ધ્યાન પર લાવવામાં આવી હતી અને યોગ્ય અધિકારીઓને આ બાબતની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. રાજ્યપાલ RN રવિએ માત્ર આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાજ્યગીતમાંથી 'દ્રવિડિયન' શબ્દ હટાવવામાં તેમની કોઈ ભૂમિકા નહોતી. તે તમિલ અને રાજ્યની ભાવનાઓનું ખૂબ સન્માન કરે છે.'
"மாண்புமிகு முதல்வர் திரு. @mkstalin அவர்கள் இன்று மாலையில் வெளியிட்ட வருத்தமளிக்கக் கூடிய பதிவு ஒன்றில், எனக்கு எதிராக இனவாத கருத்தைத் தெரிவித்து, தமிழ்த்தாய் வாழ்த்துக்கு நான் அவமரியாதை இழைத்ததாக பொய்யான குற்றச்சாட்டை முன்வைத்துள்ளார். ஒவ்வொரு விழாவிலும் நான் தமிழ்த் தாய்…
— RAJ BHAVAN, TAMIL NADU (@rajbhavan_tn) October 18, 2024
આ દરમિયાન, સરકારી માલિકીના જાહેર પ્રસારણકર્તા દૂરદર્શને પણ એક સ્પષ્ટતા બહાર પાડીને 'અજાણતા ભૂલ' માટે માફી માંગી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'તમિલનાડુના માનનીય રાજ્યપાલ RN રવિએ દૂરદર્શન ચેન્નાઈ દ્વારા આયોજિત હિન્દી મહિના અને સુવર્ણ જયંતિની ઉજવણીના સમાપન સમારોહમાં ભાગ લીધો હતો. 'તમિલ થાઈ વઝ્થુ'ની રજૂઆત દરમિયાન વિક્ષેપને કારણે, અજાણતામાં એક લીટી ચૂકાઈ ગઈ હતી. અજાણતા થયેલી ભૂલ બદલ અમે માફી માગીએ છીએ. ગાયકોનો તમિલ અથવા તમિલ થાઈ વઝ્થુનો અનાદર કરવાનો કોઈ ઈરાદો નહોતો. આ સંબંધમાં તમિલનાડુના માનનીય રાજ્યપાલને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.'
It is hereby clarified that Hon'ble Governor Participated in the
— Thirugnana Sambandam (@Sambandam) October 18, 2024
Hindi Month Valedictory function & Commemoration of Doordarshan Chennai Golden Jubilee Celebration held at Chepauk, Chennai organised by Doordarshan, Chennai (1/3)
આ પહેલા CM MK સ્ટાલિને PM નરેન્દ્ર મોદીને બિન-હિન્દી ભાષી રાજ્યોમાં હિન્દી ભાષાના કાર્યક્રમોને ટાળવા પણ કહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp