'ક્યારેક ક્યારેક મને લાગે છે..' રામલલાની મૂર્તિ બનાવનાર યોગીરાજે શું બોલ્યા

PC: 3indiatoday.in

અયોધ્યામાં રામ મંદિરમાં જે દિવ્ય રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તેને કર્ણાટકના મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવી છે. તેને લઈને અરુણ યોગીરાજે કહ્યું કે, ભગવાન રામના આશીર્વાદ હંમેશાં તેમની સાથે રહ્યા છે. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, મને લાગે છે કે હું હવે આ ધરતી પર સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું. મારા પૂર્વજો, પરિવારના સભ્યો અને ભગવાન રામલલાના આશીર્વાદ હંમેશાં મારી સાથે રહ્યા છે. ક્યારેક ક્યારેક મને લાગે છે કે હું સપનાંની દુનિયામાં છું.

રામ મંદિર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, કર્ણાટકના મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવેલી મૂર્તિને જ ગર્ભગૃહમાં જ સ્થાપિત કરવામાં આવશે. રામ મંદિરમાં લાગેલી મૂર્તિ બનાવવામાં 3 મૂર્તિકાર હતા. કર્ણાટકના અરુણ યોગીરાજ, ગણેશ ભટ્ટ અને જયપુરના સત્યનારાયણ પાંડેએ ભગવાનની અલગ અલગ મૂર્તિઓ બનાવી હતી, જેમાંથી અરુણ યોગીરાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે બાકી 2 મૂર્તિકારોની મૂર્તિ પણ રામ મંદિરમાં રાખવાની વાત કહી હતી.

આ અગાઉ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા યેદિયુરપ્પાએ એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે અરુણ યોગીરાજે બનાવેલી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની વાત કહી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, અરુણ યોગીરાજે બનાવેલી મૂર્તિને અયોધ્યા રામ મંદિરમાં સ્થાપના માટે પસંદ કરવામાં આવી છે, જેનાથી કર્ણાટકના બધા રામ ભક્તોમાં ખુશી બેગણી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે સોમવાર (22 જાન્યુઆરી)ના રોજ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. આ દરમિયાન રામ મંદિર અને આખા અયોધ્યામાં અદ્દભુત નજારો હતો.

અરુણ યોગીરાજ મૈસૂર મહેલના કલાકારોના પરિવારથી આવે છે. અરુણ યોગીરાજ પોતાના પૂર્વજોની જેમ મૂર્તિકાર બનવા માગતા નહોતા. તેમણે વર્ષ 2008માં મૈસૂર યુનિવર્સિટીથી MBA કર્યું. ત્યારબાદ તેઓ એક ખાનગી કંપની માટે કામ કરવા લાગ્યા, પરંતુ તેમના દાદાએ ભવિષ્યવાણી કરી હતી કે અરુણ મોટો થઈને મૂર્તિકાર બનશે. 37 વર્ષ બાદ એ સાચું થયું અને અરુણ યોગીરાજે સુભાષ ચંદ્ર બોસની 30 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી જેને ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ સ્થળ પર સ્થાપિત કરવામાં આવી છે. તેની સાથે જ કેદારનાથમાં સ્થાપિત આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમા પણ તેમણે બનાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp