થોડી થોડી પિયા કરો...,વધુ પડતો દારૂ અચાનક નિધનનું કારણ બની શકે છે,ICMRની રિપોર્ટ
લગ્નમાં ડાન્સ, જીમમાં વર્કઆઉટ કે ગરબા ડાન્સ જેવી પ્રવૃત્તિઓ દરમિયાન પણ યુવાનોના મોતથી દેશમાં દરેકને આઘાત લાગ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવી ઘટનાઓ ઝડપથી વધી રહી છે. આ કારણે એવી અટકળો પણ થઈ રહી હતી કે, જે લોકોએ કોરોનાની રસી લીધી હોય તેની સાથે આવી ઘટનાઓ વધુ બની રહી છે. જો કે, ICMR દ્વારા ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવેલા તેના અહેવાલમાં આવી તમામ અટકળોને ફગાવી દેવામાં આવી છે. આ અભ્યાસ સ્પષ્ટપણે જણાવે છે કે, કોરોના રસી અચાનક મૃત્યુનું કારણ નથી. જો કે, ICMR અભ્યાસમાં આવા મૃત્યુને કેવી રીતે ટાળી શકાય તે અંગે કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવી છે.
અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, 'આપણા કોરોના રસીકરણને કારણે અચાનક થયેલા મૃત્યુ સાથે કોઈ સંબંધ જોવા મળ્યો નથી. તેના બદલે, કોરોના રસીથી અચાનક મૃત્યુનું જોખમ વધુ ઘટે છે. જો કે, અભ્યાસમાં, કેટલાક પરિબળોનો ચોક્કસપણે આ કારણ માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે આ પ્રમાણે છે, પરિવારમાં સ્વજનોનું અચાનક થયેલા મૃત્યુનો ઇતિહાસ, કોરોના ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ થવું અથવા મોટા પાયે દારૂ પીવો અને પ્રતિબંધિત દવાઓનું સેવન કરવું. અત્રે ઉલ્લેખનીય છે કે, પરિવારમાં કોઈ સ્વજનના આકસ્મિક મૃત્યુના ઈતિહાસ કે કોરોનાની સારવાર માટે દાખલ થવા પર આપણું કોઈ નિયંત્રણ નથી હોતું.
પરંતુ વધુ પડતું આલ્કોહોલ પીવાનું અને પ્રતિબંધિત અથવા ડૉક્ટરની સલાહ વિના લેવામાં આવતી દવાઓના ભારે ડોઝ લેવાનું ટાળવું ચોક્કસપણે તમારા હાથમાં છે. આ રીતે, જીવનશૈલીની આ બે સાવચેતીઓ લેવાથી અચાનક મૃત્યુને ટાળી શકાય છે. કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક જેવી સમસ્યાઓ યુવાનોમાં પણ વ્યાપકપણે જોવા મળે છે. તાજેતરમાં જ જીમમાં ટ્રેડમિલ પર દોડતી વખતે એક 19 વર્ષીય યુવકનું પણ મૃત્યુ થયું હતું. આ સિવાય નવરાત્રિ દરમિયાન ગરબા ડાન્સ કરતા અનેક લોકોના મોત થયાના સમાચાર હતા. આ સમાચારોએ બધાને ચોંકાવી દીધા હતા.
અહીં તમને જણાવી દઈએ કે, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગયા મહિને મીડિયા સાથે વાત કરતા એમ પણ કહ્યું હતું કે, જો કોઈને કોરોનાનો ચેપ લાગ્યો હોય તો તેણે એક કે બે વર્ષ સુધી સખત અને વધારે પડતી મહેનત ન કરવી જોઈએ. આવા લોકોએ હાઈ ઈન્ટેન્સિટી એક્સરસાઇઝ કરવાનું ટાળવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, આવી સ્થિતિમાં કાર્ડિયાક અરેસ્ટ અથવા હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. ICMR ટીમે તેના અભ્યાસ માટે કુલ 729 કેસોનો અભ્યાસ કર્યો હતો. આ તમામ લોકોની ઉંમર 18 થી 45 વર્ષની વચ્ચે હતી અને તેમને કોઈ ગંભીર બીમારી નહોતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp