પેટ્રોલ પૂરું થવા છતા બાઇક પરથી ન ઉતર્યો ગ્રાહક, ધક્કો મારીને લઈ ગયો Rapido ચાલક

PC: aajtak.in

તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી એક અનોખી ઘટના સામે આવી છે, જેમાં એક એપ બેઝ્ડ બાઇક ટેક્સી પેટ્રોલ પૂરું થવા પર કસ્ટમરે તેના પરથી ઉતરવાની ના પાડી દીધી. મજબૂરીમાં બાઇક ટેક્સી ચાલકે ગ્રાહકને બેસાડીને ધક્કો લગાવીને પેટ્રોલ પંપ સુધી લઈ જવું પડ્યું. એ રસ્તામાંથી પસાર થતા કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો, જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, હૈદરાબાદમાં Rapidoના એક ગ્રાહકે ટૂ વ્હીલની બુકિંગ કરી હતી.

બુકિંગ મુજબ જ બાઇક ટેક્સી ચાલક કસ્ટમરને બેસાડીને ગંતવ્ય સુધી લઈ જવા લાગ્યો, પરંતુ બાઇક ચાલક અડધા રસ્તામાં જ પહોંચ્યો હતો કે તેની ગાડીનું પેટ્રોલ પૂરું થઈ ગયું. પેટ્રોલ પૂરું થતા તેણે ગ્રાહકને બાઇક પરથી ઉતરીને પેટ્રોલ પંપ સુધી ચાલવા કહ્યું, પરંતુ ગ્રાહકે બાઇક પરથી ઉતરવાનો ઇનકાર કરી દીધો. બાઇક ચાલકે ખૂબ આજીજી કરી, પરંતુ ત્યારબાદ પણ જ્યારે કસ્ટમર તૈયાર ન થયો તો બાઇક ચાલક તેને બેસાડીને જ બાઇક પર ધક્કો લગાવવા લાગ્યો.

બંને આ જ પ્રકારે નજીકના પેટ્રોલ પંપ સુધી પહોંચ્યા. બાઇક પાછળ જ ચાલી રહેલા એક ઓટો ચાલકે આ ઘટનાને પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી. સ્થાનિક તેલુગુ મીડિયા મુજબ, હૈદરાબાદમાં Rapidoના ગ્રાહકે કહ્યું કે, મેં બાઇક પર બેસીને જવા માટે પૈસા આપ્યા છે, પગપાળા ચાલવા નહીં. હું નહીં ઉતરું. બાઇક ચાલકે ખૂબ આજીજી કરી, પરંતુ એ છતા જ્યારે ગ્રાહક તૈયાર ન થયો તો બાઇક ચાલક તેને બેસાડીને જ ટૂ વ્હીલરને ધક્કો મારીને પેટ્રોલ પંપ સુધી લઈ ગયો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર લોકો જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટા ભાગના લોકોએ કહ્યું કે, એક Rapido ટેક્સી ડ્રાઇવરના રૂપમાં આ જવાબદારી છે ગ્રાહકને એક્સેપ્ટ કરવા પહેલા પેટ્રોલ ભરાવે. તો લોકો એમ પણ કહી રહ્યા છે કે એપ આધારિત બાઇક ડ્રાઈવર એવું મોટા ભાગે કરે છે. પેટ્રોલ ભરાવવું જોઈતું હતું. જો કે, કેટલાક લોકો બાઇકની સવારી કરનારા વ્યક્તિ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે થોડે દૂર પગપાળા ચાલવું જોઈએ, આ માણસાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp