26th January selfie contest

5000 ખેડૂત, 203 કિમી પગપાળા માર્ચ, જાણો રોડ પર કેમ ઉતર્યા આ અન્નદાતાઓ

PC: twitter.com/ANI

મહારાષ્ટ્રમાં ફરી એક વખત ખેડૂતોએ સરકાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. હજારોની સંખ્યામાં ખેડૂત મુંબઈ કૂચ કરવા માટે પગપાળા માર્ચ કરી રહ્યા છે. આ દરમિયાન સરકારે ખેડૂતો સાથે વાતચીત કરીને તેમની સમસ્યા સાંભળવા માટે મંત્રી દાદા ભૂસે અને અતુલ સાવેને જવાબદારી સોંપી છે. બંને મંત્રી જઈને ખેડૂતોને મળશે અને તેમની સમસ્યાઓને લઈને ચર્ચા કરશે. લગભગ 5 હજાર ખેડૂતોએ મંગળવારે ઉત્તરી મહારાષ્ટ્રના નાસિક જિલ્લાથી તમામ માગોને લઈને પગપાળા માર્ચ શરૂ કરી છે. તેમાં મોટા ભાગના ખેડૂત આદિવાસી બેલ્ટથી છે, જે જંગલ અને જમીનના અધિકાર અને અન્ય ખેડૂત સંબંધિત મુદ્દાઓ પર રાહતની માગ કરી રહ્યા છે.

આ માગોમાં ડુંગળીના ઉત્પાદકોને 600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની તાત્કાલિક રાહત, 12 કલાક માટે કાપ વિનાનો વીજળી પુરવઠો અને કૃષિ લોન માફ કરવી વગેરે સામેલ છે. આ માર્ચ નાસિક જિલ્લાના ડિંડોરીથી શરૂ થઈ છે અને મુંબઈ સુધી લગભગ 203 કિલોમીટરનું અંતર નક્કી કરશે, ખેડૂતોની માર્ચ શુક્રવારે રાત સુધી મુંબઈ પહોંચશે. આ પહેલી વખત નથી, જ્યારે ખેડૂત પોતાની સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન આકર્ષિત કરવા માટે મુંબઈ તરફ પગપાળા માર્ચ કરી કરી રહ્યા છે.

5 વર્ષ અગાઉ પણ તેમણે એવી જ માર્ચ કાઢી હતી. ત્યારે સરકારે કહ્યું હતું કે, તેમની માગણીઓ પૂરી કરવામાં આવશે, પરંતુ સરકારે અત્યાર સુધી કેટલીક જ માગો માની છે. હવે તેને લઈને ફરી ખેડૂત આંદોલન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારે સોમવારે એ ડુંગળીના ખેડૂતોને 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનું વળતર આપવાની જાહેરાત કરી, જે ડુંગળીની કિંમતોમાં ભારે ઘટાડાથી માઠી રીતે પ્રભાવિત છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વિધાનસભામાં તેની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, તેનાથી ખેડૂત ઉત્પાદકોને રાહત મળશે. જો કે, ખેડૂત આ જાહેરથી ખુશ નજરે પડી રહ્યા નથી.

DCP કિરણ કુમાર ચૌહાણે કહ્યું કે, વિરોધના પ્રમાણને જોતા અમે ઇમરજન્સી સ્થિતિમાં કાયદો વ્યવસ્થા બનાવી રાખવા માટે જરૂરી પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે. જેમ કે પગપાળા માર્ચ નાસિકથી મુંબઈ સુધી. અમે 2 લાઈનોમાં અવરજવર નિયંત્રિત કરવા અને રોડ પર કોઈ પણ અસુવિધા ન થાય તે માટે બળોને તૈનાત કર્યા છે. ગત દિવસોમાં રાજધાની દિલ્હીમાં ભારે સંખ્યામાં પંજાબથી પહોંચેલા ખેડૂતોએ કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો.

પંજાબથી ગયેલા ખેડૂત સંગઠને પોતાની માગોને લઈને 13 માર્ચના રોજ દિલ્હીના જંતર-મંતર પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું. પ્રદર્શનમાં 5 ખેડૂત સંગઠન સામેલ રહ્યા હતા. ખેડૂતોએ MSP, પંજાબમાં પાણીની અસત, લખીમપુર કાંડમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેની પર કાર્યવાહી, પર્યાવરણ પ્રદૂષણ અને લંબિત માગોને લઈને વિરોધ પ્રદર્શન કર્યું. 20 માર્ચના રોજ રાકેશ ટિકૈતે પણ ખેડૂત મહાપંચાયત બોલાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp