ખેતરમાં ઘાસ કાપતી બહેનના DSP ભાઈએ ચરણ સ્પર્શ કર્યા, કહ્યું-અમારી જવાબદારીઓ ઉઠાવી

PC: mptak.in

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં નોકરી કરતા DSP સંતોષ પટેલ અવારનવાર પોતાના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. ક્યારેક તેઓ તેમની માતા સાથે વાત કરતા જોવા મળે છે, તો ક્યારેક કોઈ વૃદ્ધ વ્યક્તિ કે બાળકોને મદદ કરતા જોવા મળે છે. DSPએ ખેતરમાં ઘાસ કાપતી તેમની બહેન અને ભાણેજ સાથે વાત કરતો વીડિયો શેર કર્યો છે. સ્થાનિક ભાષામાં ભાઈ-બહેન વચ્ચે થયેલી વાતચીતને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

હકીકતમાં, MP પોલીસ અધિકારી સંતોષ પટેલ સિવિલ ડ્રેસમાં તેમની બહેનના સાસરે ગયા હતા. પરંતુ જ્યારે તેમની બહેન ઘરે ન મળી ત્યારે, તેઓ સીધા તેના ખેતરમાં ગયા હતા. જ્યાં પોલીસ અધિકારીની બહેન અને તેની પુત્રી પશુઓ માટે ઘાસ કાપતી હતી.

ખેતરમાં અચાનક ભાઈને જોઈને બહેન ચોંકી ગઈ. પહેલા DSP સાહેબે તેમના ચરણસ્પર્શ કર્યા અને તેમની તબિયત વિશે પૂછ્યું અને પછી તેમની બહેનને તેમના બે ભાણેજોના શિક્ષણ વિશે પૂછ્યું. સાથે જ તેમણે તેમની બહેનને પણ પૂછ્યું, તમે ક્યાં સુધી ભણ્યા છો? જવાબમાં બહેને કહ્યું કે, તે ક્યારેય શાળાએ નથી ગઈ. હા, નામ લખતા જરૂર આવડે છે.

DSP સંતોષ પટેલે સરસવના ખેતરમાં તેમની બહેન અને ભાણેજ સાથેની વાતચીતનો આ વીડિયો તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. તેમણે લખ્યું કે, 'મેં દાતરડાની જગ્યાએ પેન ઉપાડી હતી... આજે પણ હું દાતરડું ચલાવી લઉં છું પણ મારી મોટી બહેન પેનનો ઉપયોગ કરી શકતી નથી. ભણવા અને લખવાની એક ઉંમર હોય છે. જે એકવાર નીકળી જાય પછી તે પાછી આવતી નથી. સાવચેતીથી રહેવાની એક ઉંમર હોય છે અને ભાગ્ય બદલવા માટે ફક્ત શિક્ષણ જ કાફી છે. કલમ અને પુસ્તકમાં બંદૂકની ગોળીઓ કરતાં વધુ શક્તિ હોય છે કિસ્મત બદલવામાં.'

DSPએ કહ્યું, 'આ મારી મોટી બહેન છે, જે નાનપણથી જ જવાબદારીઓના બોજમાં દબાયેલી રહી હતી અને તેણે પોતાનું સર્વસ્વ અમારા શિક્ષણ માટે આ ખેતરોમાં સમર્પિત કર્યું હતું. બાળલગ્ન સહિત અનેક કષ્ટો સહન કર્યા પછી પણ તેમની દૃઢ ભાવના આજે આપણને પ્રેરિત કરે છે. તે ક્યારેય શાળાએ નથી ગઈ, પરંતુ ભાઈઓને ભણાવવા માટે રોટલી બનાવી આપતી હતી. આજે અમે અમારા ભાણેજ અને ભાણકીને શિક્ષણ અપાવવા માટે દત્તક લીધા છે. ભાણેજે 10 ધોરણમાં 93 ટકા માર્કસ મેળવ્યા હતા, એનો અમને ખૂબ જ આનંદ છે. આ અમારી સગી બહેન છે.

 
 
 
View this post on Instagram

A post shared by Santosh Kumar Patel (@santoshpateldsp)

આવી જ રીતે લગભગ એક વર્ષ પહેલા DSP સંતોષ પટેલ તેની માતા ગોલહુબાઈને મળવા આવ્યા હતા. ખેતરમાં ઘાસ કાપતી માતા પોતાના પુત્રને પોલીસના ડ્રેસમાં જોઈને ખૂબ ખુશ થઈ.

અધિકારી પુત્રએ માતાને પૂછ્યું કે, તમે હવે ઘાસ કેમ કાપો છો? તો જવાબ મળ્યો કે, ઘાસ નહીં કાપું તો ભેંસ શું ખાશે? દીકરાએ આગળ કહ્યું, પૈસાથી ખરીદી લો. ત્યારે મારી માતા તરફથી જવાબ મળ્યો કે, બે ચાર મહેમાનો આવે તેના માટે અમને ચા માટે દૂધની જરૂર પડશે. નવરા બેસી રહેવા કરતાં કામ કરવું વધુ સારું છે.

માતા અને પુત્ર વચ્ચે સ્થાનિક બોલીમાં વાતચીતનો વીડિયો વાયરલ થયો હતો. તે સમયે DSP સંતોષ પટેલ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઇ ગયા હતા.

DSP સંતોષ પટેલ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના રહેવાસી છે. હાલમાં ગ્વાલિયરમાં SDOP છે. ફેબ્રુઆરી 2018માં, તેમની પસંદગી નાયબ પોલીસ અધિક્ષક એટલે કે DSPના પદ માટે કરવામાં આવી હતી. ખૂબ જ ગરીબ પરિવાર સાથે સંબંધ ધરાવતા પટેલને તેમની માતાએ અભ્યાસ કરવાની પ્રેરણા આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp