લેડી સિંઘમ સાથે છેતરપિંડી, નકલી IRSએ કર્યા DSP શ્રેષ્ઠા ઠાકુર સાથે લગ્ન, પછી..

PC: indiatimes.com

મેટ્રોમોનિયલ સાઇટના માધ્યમથી કરવામાં આવેલા સંબંધોમાં ઘણી વખત ખોટી જાણકારી શેર કરીને લોકો સાથે છેતરપિંડીનો કેસ મોટા ભાગે સામે આવતા રહે છે, પરંતુ આ વખત ઉત્તર પ્રદેશમાં તૈનાત એક મહિના ડેપ્યુટી SP છેતરપિંડીનો શિકાર થઈ ગયા. તેમની સાથે નકલી IRS અધિકારી બનીને લગ્ન કરવા અને લાખો રૂપિયાની છેતરપિંડી કરવાનો સનસનીખેજ કેસ સામે આવ્યો છે. લગ્ન બાદ મહિલા પોલીસ અધિકારીને પોતાની સાથે થયેલા છેતરપિંડીની જાણકારી સામે આવી તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે પતિ સાથે છૂટાછેડા લઈ લીધા, પરંતુ તે પોતાની પત્નીના નામે લોકો સાથે છેતરપિંડી કરતો રહ્યો.

તેનાથી તંગ આવીને નાયબ SPએ ગાઝિયાબાદના કૌશામ્બી પોલીસ સ્ટેશનમાં પૂર્વ પતિ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, પીડિત મહિલા પોલીસ અધિકારીનું નામ શ્રેષ્ઠા ઠાકુર છે, જેઓ વર્ષ 2012 બેચના PPS અધિકારી છે. આ સમયે ઉત્તર પ્રદેશના શામલીમાં તૈનાત છે. શ્રેષ્ઠા ઠાકુર ખૂબ તેજ પોલીસ અધિકારીના રૂપમાં ઓળખાય છે. લોકો તેમને લેડી સિંઘમન નામે ઓળખે છે. ગાઝિયાબાદના કૌશામ્બી પોલીસ સ્ટેશનમાં તેમના દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ વર્ષ 2018માં તેમના લગ્ન રોહિત રાજ સાથે થયા હતા.

રોહિત સાથે તેમની મુલાકાત એક મેટ્રોમોનિયલ સાઇટના માધ્યમથી થઈ હતી. તેણે પોતાને વર્ષ 2008 બેચનો IRS અધિકારી બતાવ્યો હતો અને રાંચીમાં નાયબ કમિશનર પદ પર ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું. મહિલા પોલીસ અધિકારીના પરિવારજનોએ આરોપી ઠગ બાબતે તપાસ પણ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે વર્ષ 2008માં રોહિત રાજ નામની વ્યક્તિ હકીકતમાં IRS માટે સિલેક્ટ થઈ હતી. તેની તૈનાતી રાંચીમાં નાયબ કમિશનર તરીકે સાચી જોવા મળી હતી. જાણકારી સાચી મળતા રોહિત અને શ્રેષ્ઠાના લગ્ન થઈ ગયા હતા, પરંતુ લગ્ન બાદ સત્ય સામે આવ્યું તો મહિલા પોલીસ અધિકારી સુન્ન રહી ગયા.

તેમને ખબર પડી કે તેમનો પતિ કોઈ IRS અધિકારી નથી, પરંતુ લગ્નને બચાવી રાખવા માટે તેમણે કડવા ઘૂંટ પીવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના પતિની છેતરપિંડીની આદત વધતી ગઈ. તે તેમના નામ પર ઘણા લોકો સાથે છેતરપિંડી પણ કરવા લાગ્યો. તેનાથી તંગ આવીને શ્રેષ્ઠાએ લગ્નના 2 વર્ષ બાદ પોતાના પતિ રોહિત રાજ સાથે છૂટાછેડા લઈ લીધા, પરંતુ એ છતા તેણે પોતાની કરતૂક ન છોડી. તે મહિલા પોલીસ અધિકારીના તૈનાતીવાળા જિલ્લામાં જઈને તેમના નામની છેતરપિંડી કરવા લાગ્યો. હાલમાં તે ગાઝિયાબાદના કૌશામ્બી પોલીસ સ્ટેશનમાં આવીને રહે છે.

તેના દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવાની ફરિયાદ સતત મળવા લાગી, તો પરેશાન થઈને શ્રેષ્ઠા ઠાકુરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધીને ધરપકડ કરી લીધી છે. આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. તેમાં પૈસાઓની છેતરપિંડીની વાત સામે આવી છે. આરોપીએ મહિલા પોલીસ અધિકારી પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. ઉલ્લેખનીય છે કે, PPS અધિકારી શ્રેષ્ઠા ઠાકુર વર્તમાનમાં શામલી જિલ્લામાં તૈનાત છે. તેમના પોલીસ અધિકારી બનવાની કહાની ખૂબ જ રસપ્રદ છે.

શ્રેષ્ઠા કાનપુરમાં અભ્યાસ કરતા હતા, એ સમયે રોમિયો બદમાશો છોકરીઓ સાથે છેડછાડ કરતા હતા. એવી ઘટના ઘણી છોકરીઓ સાથે થઈ. એ સમયે શ્રેષ્ઠાએ પોલીસને ફરીયાદ કરી હતી, પરંતુ તેમની ફરિયાદને ગંભીરતાથી લેવામાં ન આવી. ત્યારબાદ તેમણે વિચારી લીધું કે તેઓ પોતે પોલીસ અધિકારી બનશે. તેમના પરિવારે તેમનો પૂરો સપોર્ટ કર્યો. આ કારણે તે વર્ષ 2012માં ઉત્તર પ્રદેશ PCS પરીક્ષામાં સફળ થયા. તેઓ ઉત્તર પ્રદેશના ચર્ચિત પોલીસ અધિકારીમાં મનાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp