ચેકિંગ દરમિયાન કારમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા, ગણવા માટે મશીન મગાવવા પડ્યા

PC: etvbharat.com

રાજસ્થાનના અજમેરમાં બાંદરસિંદરી પોલીસે નાકાબંધી દરમિયાન એક કારમાંથી 2 કરોડ 7 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આ કાર કિશનગઢથી જયપુર તરફ જઈ રહી હતી. તેથી જ કારમાં હથિયાર હોવાની શંકાના આધારે પોલીસે તેને ચેકિંગ માટે રોકી હતી.  તેમને કારમાંથી ભારતીય ચલણનો જંગી જથ્થો મળ્યો હતો. પોલીસે રોકડ રકમ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, બાંદરસિંદરી પોલીસ સ્ટેશનને ગુપ્ત માહિતી મળી હતી કે, કિશનગઢ તરફથી એક વાહન આવી રહ્યું છે. તેમાં હથિયારો હોઈ શકે છે. આ અંગે કાર્યવાહી કરતા સ્ટેશન હાઉસ ઓફિસર વિરેન્દ્ર સિંહે ચાર રસ્તા પર નાકાબંધી કરીને જયપુર તરફ જતા તમામ વાહનોને ચેક કર્યા હતા. દરમિયાન કિશનગઢ તરફથી સફેદ રંગનું ક્રેટા વાહન આવતું જોવા મળ્યું હતું.

પોલીસે કારને અટકાવીને તેની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન મોટી રકમ રોકડ મળી આવી હતી. કારમાં સવાર કિશનગઢના રહેવાસી અવિનાશ જૈન અને અંકિત જૈનને આ રકમ અંગે પૂછપરછ કરવામાં આવી હતી, જેથી તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. જેના આધારે પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા હતા. આ પછી સ્ટેશન ઈન્ચાર્જ વીરેન્દ્ર સિંહ રાઠોડે CO સિટી મનીષ શર્માને આ અંગે જાણ કરી. જેના પર CO સિટી મનીષ શર્મા બાંદરસિંદરી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને મામલામાં કાર્યવાહી શરૂ કરી. તેમજ ધરપકડ કરાયેલ યુવકોની ઓળખ અવિનાશ અને અંકિત જૈન તરીકે થઈ છે, જેઓ અરિહંત કોલોનીના રહેવાસી છે.

બીજી તરફ રૂપિયા ગણવા માટે નોટ કાઉન્ટીંગ મશીન માટે પણ બાંદરસિંદરી પોલીસ સ્ટેશનના અધિકારીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. વીરેન્દ્ર સિંહે જણાવ્યું કે, લોકલ ઈ-મિત્ર પાસેથી મશીન લઈને નોટોની ગણતરી કરવામાં આવી હતી, જે બે કરોડ સાત લાખ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ રકમ હવાલાની હોઈ શકે છે પરંતુ પોલીસે આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે.

 

બાંદરસિંદરી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે, તેમને માહિતી મળી હતી કે કિશનગઢથી જયપુર જઈ રહેલી કારમાં હથિયાર હોઈ શકે છે. હથિયારોની માહિતી મળતાં એલર્ટ થતાં પોલીસે નાકાબંધી કરી હતી અને આ દરમિયાન આટલી મોટી રોકડ રકમ મળી આવી છે. હાલ બંને યુવકોને કસ્ટડીમાં રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

જ્યારે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, શનિવારે મોડી રાત્રે મીડિયાથી છુપાઈને બંને યુવકોને બારોબાર કાર સાથે રવાના કરવામાં આવ્યા હતા. આ સાથે પોલીસ હવે વસૂલ કરાયેલી રકમ અંગે આવકવેરા વિભાગના સંપર્કમાં છે. આવી સ્થિતિમાં, આવકવેરા ટીમ ટૂંક સમયમાં આ વસૂલ કરાયેલા નાણાં અંગે તપાસ શરૂ કરશે. આ સાથે જણાવવામાં આવ્યું હતું કે, મોટી રકમની રોકડ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. આવી સ્થિતિમાં રોકડની ગણતરી માટે મશીન મંગાવવું પડ્યું હતું. જોકે, શનિવારે રજા હોવાથી બેંકો બંધ રહી હતી. જેના કારણે પોલીસને નોટ ગણવાનું મશીન મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને અંતે એમીટ્રા સેન્ટરમાંથી મશીન મળતાં નાણાંની ગણતરી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp