કાવડ યાત્રા દરમિયાન દુકાનના નામ દેવતાઓના નામ પર ન રાખો,મંત્રીની મુસ્લિમોને સૂચના

PC: khojinews.co.in

શ્રાવણ મહિનામાં દેશભરમાં કાવડ યાત્રા કાઢવામાં આવે છે. રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર આ યાત્રા માટે અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે. ઉત્તર પ્રદેશ સરકારે પણ આ યાત્રાને લઈને તૈયારીઓ તેજ કરી દીધી છે. કાવડ યાત્રા પહેલા, ઉત્તર પ્રદેશ સરકારના કૌશલ્ય વિકાસ અને વ્યવસાયિક તાલીમ મંત્રી કપિલ દેવ અગ્રવાલે મુઝફ્ફરનગરમાં કાવડ કેમ્પના સંચાલકો સાથે બેઠક યોજી હતી. આ બેઠક પછી મંત્રીએ કાવડ મેળામાં હિન્દુ દેવી-દેવતાઓના નામે દુકાનો ચલાવતા મુસ્લિમ દુકાનદારો સામે વાંધો ઉઠાવ્યો હતો. અને તેમને આમ કરવાની મનાઈ કરી હતી.

મીડિયા સૂત્રએ આપેલા અહેવાલ અનુસાર, કપિલ દેવ અગ્રવાલે કહ્યું, 'કાવડ યાત્રા દરમિયાન મુસ્લિમ લોકો હિંદુ દેવી-દેવતાઓના નામ પર દુકાનો ચલાવે છે. તેઓ તેમની દુકાન ચલાવે અમને કોઈ વાંધો નથી, પરંતુ તેમણે દુકાનનું નામ હિન્દુ દેવી-દેવતાઓના નામ પર ન રાખવું જોઈએ. કારણ કે બહારથી આવતા કાવડિયાઓ ત્યાં બેસીને ચા પીવે છે. અને જ્યારે તેઓને ખબર પડે છે, ત્યારે તે વિવાદનું કારણ બને છે. તેથી આ બાબતમાં પારદર્શિતા જરૂરી છે. જેથી તે પાછળથી કોઈ વિવાદનું કારણ ન બને.'

આ પહેલા ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે આગામી કાવડ યાત્રા અને મોહરમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમને આ સમયગાળા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અંગે અલગ-અલગ સૂચનાઓ આપી હતી. કાવડ યાત્રા અને મોહરમ જુલૂસના રૂટ અંગે તેમણે ડિજિટલ સ્વયંસેવકો અને નાગરિક સંરક્ષણની મદદથી સુરક્ષા યોજના તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે.

DGP પ્રશાંત કુમારે કહ્યું કે, કોઈ નવી પરંપરાને મંજૂરી આપવી જોઈએ નહીં અને કાવડ યાત્રાનો રૂટ અગાઉથી ચેક કરી લો. તેમણે મિશ્ર વસ્તી (હિંદુ-મુસ્લિમ) અને હોટસ્પોટ ધરાવતા વિસ્તારોમાં વધારાના પોલીસ દળોની તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો છે. તેમણે કહ્યું કે, વિક્ષેપ પેદા કરનારા લોકો પર નજર રાખવી જોઈએ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દળની હાજરી વધારવી જોઈએ.

આ ઉપરાંત તેમણે અધિકારીઓને સરઘસના રૂટ પર લગાવેલા CCTV કેમેરાને સક્રિય રાખવા આદેશ આપ્યો હતો. અને રેલવે અને બસ સ્ટેન્ડ પર સુરક્ષા વધારવામાં આવે. DGP પ્રશાંત કુમારે અધિકારીઓને ઝોન સેક્ટર સ્કીમ લાગુ કરીને અતિસંવેદનશીલ સ્થળો પર ચેકિંગ વધારવા અને સોશિયલ મીડિયા પર 24 કલાક મોનિટર કરવા પણ સૂચના આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp