સંતાનને ખોળામાં લઈને ડ્યૂટી કરતી નજરે પડી લેડી કોન્સ્ટેબલ, SPએ જુઓ શું કહ્યું

PC: aajtak.in

ઉત્તર પ્રદેશમાં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા 17 અને 18 ફેબ્રુઆરીએ થઈ રહી છે. તેને લઈને મુરાદાબાદમાં લગભગ 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સામેલ થઈ રહ્યા છે, જેને લઈને પોલીસ અને પ્રશાસને સખત સુરક્ષા વ્યવસ્થા કરી છે. બધા પરીક્ષા કેન્દ્રો પર પોલીસકર્મી ઉપસ્થિત છે. મુરાદાબાદના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત એસ.એસ. ઇન્ટર કૉલેજ સામે એક મહિલા પોલીસકર્મી ડ્યૂટી કરવા સાથે પુત્ર પ્રત્યે માતાની ફરજ નિભાવતી નજરે પડે. મહિલા કોન્સ્ટેબલ ગીતા પોતાના બાળકને ખોળામાં લઈને ડ્યૂટી કરી રહી હતી.

તેઓ મુરાદાબાદના કોતવાલી સદરમાં ફરજ બજાવે છે. તેમની ડ્યૂટી 2 દિવસ સુધી મુરાદાબાદની એસ.એસ. ઇન્ટર કોલેજમાં છે. મહિલા કોન્સ્ટેબલ ગીતાએ કહ્યું કે, ઘરમાં તેમનો પતિ અને બહેન છે. પતિ પણ ઉત્તર પ્રદેશ પોલીસમાં છે અને આજે પરીક્ષામાં ડ્યૂટી લાગી છે. સવારે 7:00 વાગ્યાથી સાંજે 7:00 વાગ્યા સુધી ડ્યૂટી છે. નાની બહેનની પણ આજે પોલીસ ભરતીનું પેપર છે. એટલે બાળકને સાથે લઈને મજબૂરીમાં ડ્યૂટી કરું છું. હવે દીકરો દોઢ વર્ષનો થઈ ચૂક્યો છે, તો હવે પરેશાની ઓછી થાય છે.

મહિલા પોલીસકર્મી દ્વારા બાળકને ખોળામાં લઈને ડ્યૂટી કરવા બાબતે જ્યારે SP સિટી અખિલેશ ભદૌરિયા સાથે વાત કરવામાં આવી તો તેમણે મહિલા પોલીસકર્મીના ઝનૂનના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, અમારા પોલીસકર્મી પોતાની ડ્યુટીને લઈને હંમેશાં સચેત રહે છે. મહિલા પોલીસકર્મીનો પતિ પણ પોલીસમાં છે, જેના કારણે પરીક્ષાના સમયે તે બાળક સાથે ડ્યૂટી કરવા આવી હતી. બધા લોકો પોતાની ડ્યૂટી સાથે પારિવારિક જવાબદારી પણ નિભાવી રહ્યા છે. એ ખૂબ સારી વાત છે. એ સરાહનીય છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશની યોગી સરકારે ગત દિવસોમાં ઉત્તર પ્રદેશ પોલીસમાં 60 હજાર ભરતીઓ કાઢી હતી. આ ભરતીઓ કોન્સ્ટેબલના પદ માટે કાઢવામાં આવી હતી. આ ભરતીઓ માટે લાખો વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ અરજી કરી હતી. માત્ર ઉત્તર-પ્રદેશ જ નહીં, પરંતુ બિહાર, દિલ્હી સુધીના વિદ્યાર્થી ઉત્તર પ્રદેશ પોલીસ ભરતીની પરીક્ષા આપવા આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp