DyCM અજિત પવારની મુશ્કેલી વધી શકે છે! શું શરદ પવાર આ વખતે કરશે ખેલા

PC: tv9hindi.com

મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર ઉથલપાથલ થવાના અહેવાલ છે. DyCM અજિત પવારની NCPમાં વિભાજન અને કેટલાક ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એવું માનવામાં આવે છે કે, કેટલાક ધારાસભ્યો ટૂંક સમયમાં DyCM અજિત પવારને છોડીને શરદ પવાર સાથે હાથ મિલાવશે. જો કે, બંને પક્ષો તરફથી આ અટકળો પર કંઈ કહેવામાં આવ્યું નથી. મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, તે પહેલા આવા સમાચાર DyCM અજિત પવારની ચિંતા વધારી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, DyCM અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નું પિંપરી ચિંચવડ યુનિટ શરદ પવારના નેતૃત્વવાળી NCPમાં જોડાઈ શકે છે. 15થી વધુ ભૂતપૂર્વ કાઉન્સિલરો પણ NCP (SP)માં જોડાઈ શકે છે.

સૂત્રોએ જણાવ્યું કે, ભોસરી વિધાનસભા બેઠકના 15થી વધુ પૂર્વ કાઉન્સિલરો પણ NCP (શરદ પવાર)માં જોડાઈ શકે છે. હાલમાં કોઈપણ પક્ષ દ્વારા આવા કોઈ સંકેતો આપવામાં આવ્યા નથી.

મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં DyCM અજિત પવાર માટે આવી અટકળો પણ મુશ્કેલ સાબિત થઈ શકે છે. એક તરફ આ અટકળો છે, તો બીજી તરફ અજીત જૂથના કોઈ નેતાને મોદી સરકારની કેબિનેટમાં સ્થાન ન મળ્યું તે મોટો પ્રશ્ન હતો. DyCM અજિત પવારની NCP NDAથી અલગ થઈ શકે તેવા કેટલાક સંકેતો મળી રહ્યા છે.

લોકસભા ચૂંટણીની વાત કરીએ તો, મહારાષ્ટ્રની 48 લોકસભા સીટોમાંથી 30 સીટો INDIA એલાયન્સને ગઈ છે. આને વધુ સારું પ્રદર્શન માનવામાં આવે છે. હવે જો DyCM અજિત પવાર પણ NDAથી અલગ થઈ જશે તો NDA માટે પણ જાણી જોઈને મુશ્કેલી ઉભી કરવા જેવું હશે.

અહીં આપને જણાવી દઈએ કે, NCP પ્રમુખ DyCM અજિત પવાર લોકસભા ચૂંટણી પછી રાજકીય મૂંઝવણમાં ફસાયા છે. મોદી કેબિનેટમાં NCPને કેબિનેટ પદ મળ્યું નથી, તો બીજી તરફ DyCM અજિત પવારના ધારાસભ્યો મૂળ પાર્ટીમાં પરત ફરવાની યોજના બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્ર BJPના નેતાઓએ DyCM અજિત પવાર સાથેના સંબંધો તોડવા માટે અવાજ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે, જ્યારે NCPએ પણ NDAથી અલગ થવાના સંકેતો આપવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં શું મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા BJPના નેતૃત્વમાં NDAનું વિઘટન થશે? આમ જોવા જઈએ તો BJPના નેતાઓ DyCM અજિત પવારને રાજકીય રીતે યોગ્ય નથી માનતા, વળી બીજી બાજુ NCPના નેતાઓએ પણ પોતાનો રાજકીય રસ્તો શોધવાનું શરૂ કરી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp