DyCM દેવેન્દ્ર ફડણવીસ CM બનશે કે પાર્ટી અધ્યક્ષ? જાણો શું છે નાગપુરના લોકોનો મૂડ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની ઉત્તેજના ચરમ પર છે. મતદાનને આડે 10 દિવસથી પણ ઓછો સમય બાકી છે. દરમિયાન, રાજ્યના DyCM દેવેન્દ્ર ફડણવીસના હોમ સિટી નાગપુરના લોકોનો મૂડ શું છે? આ જાણવા માટે એક મીડિયા ચેનલના સૂત્રોએ તેમનો સીધો સંપર્ક કર્યો. નાગપુરમાં DyCM ફડણવીસની લોકપ્રિયતા ચરમસીમાએ છે. નાગપુરના ખૂણે ખૂણે તેમના પોસ્ટર અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. તેમના સમર્થકો ઈચ્છે છે કે, ચૂંટણીમાં તેમની પાર્ટીની જીત પછી DyCM ફડણવીસને CM બનાવવામાં આવે.
નાગપુરમાં DyCM ફડણવીસનો ઊંડો પ્રભાવ છે. BJPના દરેક પોસ્ટર અને હોર્ડિંગ પર તેમનો ચહેરો દેખાય છે, જ્યારે તેમના સહયોગી CM એકનાથ શિંદેનો ફોટો ભાગ્યે જ જોવા મળે છે. DyCM ફડણવીસની રાજકીય કારકિર્દી નાગપુર સાથે જોડાયેલી છે. અહીંથી તેઓ 1997માં સૌથી યુવા મેયર બન્યા હતા. આ પછી, 1999થી, તેઓ નાગપુર દક્ષિણ-પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી સતત ચૂંટણી જીતી રહ્યા છે. તેમની રાજકીય કારકિર્દી હવે નાગપુર અને BJPના વિકાસ માટે એક શક્તિશાળી વારસો બની ગઈ છે.
DyCM ફડણવીસના સમર્થકોનું કહેવું છે કે, તેમને 2014માં CM બનાવવામાં આવ્યા હતા, પરંતુ 2022માં ગઠબંધનની મજબૂરીના કારણે તેમને DyCM બનવું પડ્યું હતું. હવે તેમનું માનવું છે કે, DyCM ફડણવીસને ફરીથી CM બનાવવા જોઈએ, કારણ કે, તેમણે પાર્ટી માટે બહુ મોટું બલિદાન આપ્યું છે. નાગપુરના સ્થાનિક લોકોનું માનવું છે કે, DyCM ફડણવીસના નેતૃત્વમાં રાજ્યમાં ઘણો વિકાસ થયો છે. ખાસ કરીને નાગપુરના રસ્તા, મેટ્રો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલા સુધારાને કારણે તેમને હીરો તરીકે જોવામાં આવે છે. મહિલાઓ પણ DyCM ફડણવીસની સમર્થક છે. તે રાજ્ય સરકારની કન્યા બાળ યોજના માટે DyCM ફડણવીસની પ્રશંસા કરે છે. આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા મળે છે.
SM શિંદે-DyCM ફડણવીસ સરકારની 'લાડલી બહેન' યોજનાની વ્યાપક અસર નાગપુરમાં દેખાઈ રહી છે. શહેરમાં ફૂલ વેચતી ગરીબ મહિલાઓનું કહેવું છે કે, આ પૈસાથી તેમને ઘણી મદદ મળી છે. તેઓએ તેમના બાળકો માટે કપડાં ખરીદ્યા છે અને હવે તેમનું જીવન થોડું સારું થઈ ગયું છે. આ મહિલાઓ આ યોજનાનો શ્રેય DyCM ફડણવીસને આપે છે અને કહે છે કે, આ જ કારણ છે કે તેઓ DyCM ફડણવીસને મત આપશે.
DyCM ફડણવીસના સમર્થકોને આશા છે કે, તેઓ CM બનશે, જોકે કેટલાક એવું પણ માને છે કે તેમનું ભવિષ્ય રાજ્યમાં નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે છે. DyCM ફડણવીસના એક સમર્થકે કહ્યું, 'મને લાગે છે કે તેઓ હવે દિલ્હી જશે અને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે.' તેમની છબી એક મજબૂત અને સંગઠનાત્મક નેતાની છે, જે પાર્ટીને મજબૂત કરી શકે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગે સંકેત આપ્યા છે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે, ચૂંટણી પછી તમામ ગઠબંધન ભાગીદારો સાથે મળીને નક્કી કરશે કે, કોણ CM બનશે. મતલબ કે જો BJP વધુ સીટો જીતશે તો DyCM ફડણવીસને CM બનાવી શકાય છે.
DyCM ફડણવીસના સમર્થકો પુરી રીતે માને છે કે, તેઓ CM બનવા લાયક છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું BJPનું રાષ્ટ્રીય નેતૃત્વ આના પર સહમત છે. જ્યારે નાગપુરમાં DyCM ફડણવીસના સમર્થકો તેમના CM બનવાની પૂરેપૂરી આશા રાખી રહ્યા છે. ચૂંટણી પછી જ આ નિર્ણય લેવામાં આવશે. એક વાત તો સ્પષ્ટ છે કે, નાગપુરમાં DyCM ફડણવીસનો પ્રભાવ ઘણો ઊંડો છે અને તેમની નેતૃત્વ ક્ષમતા અંગે કોઈ શંકા નથી. હવે જોવાનું એ રહેશે કે, ચૂંટણી પછી મહાગઠબંધનમાં કયો નેતા CM બનશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp