કેરળમાં સમય પહેલા ચોમાસાનું આગમન, ગરમીથી મળશે રાહત! IMDએ વરસાદની જાણકારી આપી

PC: livehindustan.com

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેની આસપાસ કેરળ પહોંચે તેવી શક્યતા છે, તેના આધારે અન્ય રાજ્યોમાં ચોમાસાની હિલચાલ નક્કી કરવામાં આવશે. જે ભારતની કૃષિ આધારિત અર્થવ્યવસ્થા માટે ચાર મહિનાની વરસાદી ઋતુનો તખ્તો તૈયાર કરશે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેના રોજ કેરળ પહોંચી શકે છે. જો કે, તે ચાર દિવસ આગળ કે પાછળ રહેવાની સંભાવના રહે છે.

IMDની આગાહી અનુસાર, આ વર્ષે કેરળમાં ચોમાસાની શરૂઆત 27 મેથી 4 જૂન, 2024 વચ્ચે થઈ શકે છે. કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 થી 4 જૂન છે. IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ બુધવારે જણાવ્યું હતું કે, 'તે વહેલું નથી. તે સામાન્ય તારીખની નજીક છે, કારણ કે કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે.'

આ અગાઉ, હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 19 મે સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોંચવાની અપેક્ષા રાખી હતી, જે સામાન્ય તારીખથી 3 દિવસ પહેલા છે. દર વર્ષે ચોમાસું 22 મે સુધીમાં આંદામાન અને નિકોબારમાં આવે છે. આંદામાન અને નિકોબારથી આગળ વધીને ચોમાસું કેરળ પહોંચે છે. ચોમાસાના આગમનની સામાન્ય તારીખ વિશે વાત કરીએ તો, તે 10મી જૂન સુધીમાં મહારાષ્ટ્ર પહોંચી જાય છે.

ત્યાર પછી આગળ વધીને 15 જૂને તે ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર પહોંચે છે. જ્યારે, 20 જૂને, તે ગુજરાતના આંતરિક વિસ્તારો, મધ્યપ્રદેશના મધ્ય ભાગો અને ઉત્તર પ્રદેશમાં ત્રાટકશે. જો કે હવામાન વિભાગે હજુ સુધી આ રાજ્યોમાં ચોમાસાના આગમનની કોઈ તારીખ આપી નથી. હવામાન વિભાગ ચોમાસાની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યું છે.

ગયા મહિને, IMDએ જૂન અને સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની મોસમ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી. અહીં તમને જણાવી દઈએ કે, જૂન અને જુલાઈને કૃષિ માટે સૌથી મહત્વપૂર્ણ ચોમાસાના મહિના માનવામાં આવે છે, કારણ કે ખરીફ પાકની મોટાભાગની વાવણી આ સમયગાળા દરમિયાન થાય છે. માહિતી અનુસાર, કેરળમાં ગયા વર્ષે 8 જૂને, 2022માં 29 મે, 2021માં 3 જૂન, 2020માં 1 જૂન અને 2019માં 8 જૂને ચોમાસું શરૂ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp