એક્સપર્ટનો દાવો- 2500 વર્ષમાં એક વખત આવનારા ભૂકંપને પણ ઝીલી લેશે રામ મંદિર

PC: savaari.com

22 જાન્યુઆરીએ આખો દેશ અને દુનિયાના રામભક્ત રામમય બની ગયા હતા. એ દિવસે રામલલા ગર્ભગૃહમાં બિરાજીત થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે મુખ્ય અતિથિ હતા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજનીતિ પણ થઈ. કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ભાજપ અને RSSની ઇવેંટ કહેતા તેણે નિમંત્રણ ઠુકરાવ્યું તો ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરતા તેને હિન્દુ વિરોધી ગણાવી. ખેર એ વાત તો રાજનીતિની રહી, પરંતુ શું તમે જાણો છો આ મંદિર કેટલું મજબૂત છે? શું એ ભૂકંપનો સામનો સારી રીતે કરી શકશે કે નહીં આવો જાણીએ એક્સપર્ટ શું કહે છે.

અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરને એ ભીષણતમ ભૂકંપને પણ ઝીલવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે 2500 વર્ષમાં એક વખત આવવાની આશંકા હોય છે. વૈજ્ઞાનિકોએ આ જાણકારી આપી. અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં 22 જાન્યુઆરીના રોજ રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને અહી મોટી સંખ્યામાં રોજ શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવી રહ્યા છે. વૈજ્ઞાનિક તેમજ ઔદ્યોગિક અનુસંધાન સાથે સંબંધિત કેન્દ્રીય ભવન અનુસંધાન સંસ્થા (CSIR- CBRI) રુડકીએ અયોધ્યાના મંદિર સ્થળ પર ઘણા વૈજ્ઞાનિક સ્ટડી કરી છે જેમાં ભૂ ટેક્નિકી વિશ્લેષણ, પાયાની ડિઝાઇનનું પુનર્નીરિક્ષણ અને 3D સંરચનાત્મક વિશ્લષણ અને ડિઝાઇન સામેલ છે.

CSIR- CBRIના એક વરિષ્ઠ વૈજ્ઞાનિક દેબદત્તા ઘોષે જણાવ્યું કે, ભીષણ ભૂકંપથી મંદિરની સંરચનાત્મક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વૈજ્ઞાનિક સ્ટડી કરવામાં આવી હતી. CSIR- CBRIમાં સંરચનાઓના સંરક્ષણ માટે ઉત્કૃષ્ટતા કેન્દ્રના સમન્વયક ઘોષ અને મનોજીત સામંતે પાયાની ડિઝાઇન 3D સંરચનાત્મક વિશ્લેષણ અને રામ મંદિરના ડિઝાઇનની સમીક્ષા અને દેખરેખ કરવા માટે બનાવેલી ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ વૈજ્ઞાનિકોના CSIR- CBRIના ડિરેક્ટર પ્રદીપ કુમાર રામંચરલા અને તેમના પૂર્વવર્તી એન. ગોપાલકૃષ્ણને માર્ગદર્શન કર્યું હતું.

ઘોષે જણાવ્યું કે, 50થી વધુ કમ્પ્યુટર મોડલોનું અનુકરણ કરવા અને સુરક્ષા માટે વિભિન્ન સ્થિતિઓ હેઠળ તેનું વિશ્લેષણ કર્યા બાદ સંરચનાત્મક ડિઝાઇનની ભલામણ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, સંપૂર્ણ સંરચનાનું નિર્માણ બંસી પહાડપુર બલુઆ પથ્થરનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે, જેમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને તેમાં 1000 વર્ષ સુધી કોઈ ખામી નહીં આવે.

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp