પત્નીને ગુટ-ખા ખાઈ બુલેટ ચલાવવાની આદત, પતિ ઘર છોડી ગયો, લગ્નજીવન...

PC: twitter.com

ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ગુટખા ખાવાથી પતિ પત્ની પર ગુસ્સે છે. સ્થિતિ છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે. પતિનું કહેવું છે કે, તેની પત્ની મોંમાં ગુટખા લઈને બુલેટ (બાઈક) ચલાવે છે. જ્યારે તેને ગુટખા ખાવાની ના પાડીએ ત્યારે તે લડે છે. પતિના મતે પત્ની ગુટખાનું સેવન કર્યા પછી બુલેટ ગાડી ચલાવવાની શોખીન છે. આ શોખ હવે બંને વચ્ચે વિવાદ બની ગયો છે.

પતિ હવે પત્ની સાથે રહેવા તૈયાર નથી. ત્યાર પછી પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે કેસને ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં ટ્રાન્સફર કરી દીધો છે. આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી માહિતી મુજબ, જગદીશપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી યુવતીના લગ્ન સદર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી યુવક સાથે થયા હતા. બંનેના લગ્ન 2020માં ખૂબ જ ધામધૂમથી પૂર્ણ થયા હતા. લગ્ન પછી બંને પતિ-પત્ની સુખેથી રહેતા હતા. પતિને ધીરે ધીરે ખબર પડી કે, તેની પત્ની ગુટખા ખાય છે. ગુટખાનું સેવન કર્યા પછી તેને બુલેટ ગાડી ચલાવવાનો શોખ છે.

યુવક જગદીશપુરા સ્થિત એક બુટની ફેક્ટરીમાં કારીગર છે. તે રોજના 300 રૂપિયાના દરે કામ કરે છે. યુવકની આર્થિક સ્થિતિ બહુ સારી નથી. યુવકના માતા-પિતા જૂના મકાનમાં રહે છે. પરંતુ છોકરી જૂના મકાનમાં રહેવા માંગતી નથી. તેના પિતાએ એક ઘર બનાવીને યુવકને રહેવા માટે આપ્યું હતું. જ્યાં પત્ની તેના પતિને રોજ ગુટખાના અને બુલેટ ગાડી ચલાવવા માટે પેટ્રોલના પૈસા આપવા કહેતી હતી. સાથે જ પતિને રોજેરોજ પૈસા ચૂકવીને પરેશાન થઇ ગયો હતો.

આવી સ્થિતિમાં બંને વચ્ચે ગુટખા અને બુલેટ ગાડી ચલાવવાને લઈને ઝગડા શરૂ થઈ ગયા હતા. લગ્નના બે વર્ષ પછી, 2023માં, તેઓ દરરોજ લડવા લાગ્યા. જેના પર પતિ પત્નીને છોડીને માતા-પિતાના જૂના ઘરે રહેવા ચાલ્યો ગયો હતો. પત્નીએ તેના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી. મામલો ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર સુધી પહોંચ્યો હતો.

ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં પતિ-પત્ની બંનેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગમાં યુવકે જણાવ્યું કે, તેની પત્ની દરરોજ ગુટખા અને બુલેટ ચલાવવા માટે પેટ્રોલના માટે પૈસા માંગે છે. રોજ આટલા પૈસા ક્યાંથી લાવું? જ્યારે પત્નીએ કહ્યું કે, તે લગ્ન પહેલા જ ગુટખા ખાય છે અને બુલેટ ગાડી પણ ચલાવે છે. યુવતીએ એમ પણ કહ્યું કે, તેના પિતાએ તેને બુલેટ ગાડી લઇ આપી હતી. મને નાનપણથી જ બુલેટ ગાડી ચલાવવાનો શોખ હતો.

જ્યારે, યુવકે કહ્યું કે, તે તેની પત્નીને ત્યાં સુધી તેની સાથે નહીં રાખે જ્યાં સુધી તે ગુટખા અને બુલેટ ગાડી ચલાવવાનું બંધ નહીં કરે. યુવકે એમ પણ કહ્યું કે, તે તેની પત્નીના પિયરમાં નહીં રહે. હું તેની સાથે મારા પિતાના ઘરે રહેવા તૈયાર છું.

બીજી તરફ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરના કાઉન્સેલર ડૉ. સતીશ ખિરવારે જણાવ્યું કે, યુવકે કહ્યું કે 'પત્ની બુલેટ ગાડી ચલાવે છે અને ગુટખા ખાય છે. હું આ માટે ખર્ચા કેવી રીતે કેવી રીતે ચુકવું? જ્યારે, છોકરીએ કહ્યું કે 'તે પહેલેથી જ ગુટખા ખાતી હતી. હવે તેમાં ધીમે ધીમે ઘટાડો કરવામાં આવ્યો છે. હાલમાં બંનેને ફરીથી અલગ તારીખે બોલાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp