'રાહુલ ગાંધી સમજી વિચારીને નિવેદન આપે', PM મોદી પર ટીપ્પણીઓ પર ચૂંટણી પંચની સલાહ

PC: ndtv.com

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને ચૂંટણી પંચે એડવાઇઝરી જાહેર કરી છે. તેમાં રાહુલ ગાંધીને નિવેદનબાજી કરવા પર વધુ સાવધાન અને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરેલી નિવેદનબાજી પર દિલ્હી હાઇકોર્ટના આદેશ અને રાહુલ ગાંધીના જવાબ સહિત બધા તથ્યો પર વિચાર કર્યા બાદ કોંગ્રેસ નેતાને ભવિષ્યમાં વધુ સાવધાન અને સતર્ક રહેવાની સલાહ આપી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, ચૂંટણી પંચે રાહુલ ગાંધી દ્વારા ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 'પનોતી' અને ખિસ્સા કાતરું' જેવા શબ્દોનો ઉપયોગ કરવા માટે આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. તેને લઈને ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જેના પર સંજ્ઞાન લેતા 23 નવેમ્બર 2023ના રોજ રાહુલ ગાંધીને કારણ બતાવો નોટિસ મોકલી હતી. તેના પર રાહુલ ગાંધીના જવાબ બાદ આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

તેની સાથે જ ચૂંટણી પંચે ગયા વર્ષે દિલ્હી હાઇકોર્ટના આદેશોનું પાન કરતા રાહુલ ગાંધીને ચૂંટણી પ્રચાર દરમિયાન સ્ટાર પ્રચારકો અને રાજનીતિક નેતાઓને હાલની એડવાઇઝરીનું પણ યોગ્ય રીતે પાલન કરવા કહ્યું છે. આ વર્ષે 1 માર્ચે જાહેર કરેલી એડવાઇઝરીમાં ચૂંટણી પંચે ચેતવણી આપી હતી કે આદર્શ આચાર સંહિતના કોઈ પણ ઉલ્લંઘન માટે પાર્ટીઓ, ઉમેદવારો અને સ્ટાર પ્રચારકોએ માત્ર નૈતિક નિંદાની જગ્યાએ સખત કાર્યવાહીનો સામનો કરવો પડશે.

તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે જે સ્ટાર પ્રચારકો અને ઉમેદવારોને પહેલા નોટિસ મળી છે. તેમને ફરી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા પર સખત કાર્યવાહીનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે ગયા વર્ષે રાહુલ ગાંધીને નોટિસ આપી હતી, જ્યારે કોંગ્રેસ નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 'પનોતી' અને 'ખિસ્સા કાતરું' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. 21 ડિસેમ્બરે દિલ્હી હાઇ કોર્ટે પંચને આ ટિપ્પણીઓ માટે રાહુલ ગાંધીને આપેલી નોટિસ પર નિર્ણય લેવા પણ કહ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે નવેમ્બર 2023માં આપવામાં આવેલા ભાષણ દરમિયાન કોંગ્રેસ નેતાએ આપેલા નિવેદનને બરાબર કર્યો નહોતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp