જાતિ, ધર્મ અને ભાષાના આધાર પર વોટ માગવા પર થશે કાર્યવાહી, ECએ જાહેર કરી એડવાઇઝરી

PC: newsclick.in

લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત જલદી જ થવાની સંભાવના છે. એ અગાઉ શુક્રવારે ચૂંટણી પંચે દેશની તમામ રાજનીતિક પાર્ટીઓ માટે સખત દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. ચૂંટણી પંચે જાતિ, ધર્મ અને ભાષાના નામ પર અને અન્ય ઘણી રીતે વોટ ન માગવાની સલાહ આપી છે. ચૂંટણી પંચે એમ પણ કહ્યું કે, આચાર સંહિતનું ઉલ્લંઘન કરનારા ઉમેદવારો અને સ્ટાર પ્રચારકો વિરુદ્ધ 'નૈતિક ભર્ત્સના'ની જગ્યાએ સખત કાર્યવાહી કરવામાં આવશે. આવો જાણીએ ચૂંટણી પંચે કયા કયા નિર્દેશ જાહેર કર્યા છે.

ચૂંટણી પંચે નેતાઓને કહ્યું કે, તેઓ જાતિ, ધર્મ અને ભાષાના આધાર પર વોટ માગવાથી દૂરી બનાવે, તેમજ ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધોની મજાક ન કરે અથવા દૈવીય પ્રકોપનો સંદર્ભ ન આપે. મંદિર, મસ્જિદ, ગિરજાઘર, ગુરુદ્વારા કે કોઈ અન્ય પૂજા સ્થળનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે ન કરવો જોઈએ. જે સ્ટાર પ્રચારકો અને ઉમેદવારોને પહેલા નોટિસ મળી છે, તેમને આદર્શ આચાર સંહિતાના વારંવાર ઉલ્લંઘન માટે સખત કાર્યવાહીનો સામનો કરવો પડશે. ચૂંટણી પંચે વિભિન્ન રાજનીતિક પાર્ટીઓ અને તેમના નેતાઓને ચૂંટણી પ્રચાર દરમિયાન શિષ્ટાચાર બનાવી રાખવા કહ્યું છે.

સાથે જ સ્ટાર પ્રચારકો અને ઉમેદવાર, ખાસ કરીને એ લોકો પર વધારાની જવાબદારીની ચેતવણી આપવામાં આવી છે જેમને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી. ચૂંટણી પંચે કહ્યું કે, રાજનીતિક પાર્ટીઓ અને તેમના નેતાઓને તથ્યાત્મક આધાર વિના નિવેદન ન આપવું જોઈએ કે મતદાતાઓને ભરમાવવા ન જોઈએ. ચૂંટણી પંચના દિશા નિર્દેશોમાં સોશિયલ મીડિયા પર થનારી ગતિવિધિઓને પણ સામેલ કરી છે.

પંચે પોતાના નિર્દેશમાં કહ્યું કે, સોશિયલ મીડિયા પર પ્રતિદ્વંદ્વીને બદનામ કરનારી કે તેમનું અપમાન કરનારી પોસ્ટ અને ગરિમા પર ઠેસ પહોંચાડનારી પોસ્ટ ન કરવી જોઈએ કે એવી સામગ્રી શેર ન કરવી જોઈએ. ચૂંટણી પંચે કહ્યું કે, લોકસભાની ચૂંટણી અગાઉ ચૂંટણી પ્રચારમાં મહિલાઓ પ્રત્યે નૈતિક મર્યાદાનું હંમેશાં ધ્યાન રાખો. પંચે ચેતવણી આપી કે જન પ્રતિનિધિત્વ કાયદા 1951ની કલમ 77 હેઠળ સ્ટાર પ્રચારકો માટે નક્કી નિયમાવલીનું પૂરી નિષ્ઠા અને સખ્તાઈથી પાલન કરે. ભાષણોમાં અમર્યાદિત ભાષા કે શબ્દોનો પ્રયોગ ન કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp