EDએ બેન્ક ખાતા બંધ કર્યા...પુત્રની ફી ભરવા ઉધાર માગ્યા... સિસોદિયા થયા ભાવુક
દિલ્હીના પૂર્વ DyCM મનીષ સિસોદિયાએ રવિવારે જંતર-મંતર ખાતેની જનતા અદાલતમાં BJP અને તપાસ એજન્સીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. દિલ્હીના નવા CM મળ્યા પછી રવિવારે અરવિંદ કેજરીવાલે જંતર-મંતરમાં જન અદાલતનું આયોજન કર્યું હતું. તેમના સિવાય પૂર્વ DyCM મનીષ સિસોદિયા પણ હાજર રહ્યા હતા. લિકર પોલિસી દરમિયાન તેમના પર થઈ રહેલી તપાસ વિશે વાત કરતા સિસોદિયાએ કહ્યું કે, એક સમય એવો આવ્યો હતો કે, જ્યારે તેમણે પોતાના દીકરાની કૉલેજની ફી ભરવા માટે લોકોની સામે હાથ લાંબા કરવા પડ્યા. મનીષ સિસોદિયાએ કહ્યું કે, દારૂ કૌભાંડની તપાસ દરમિયાન EDએ મારા તમામ બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા હતા. મેં 2002માં ખરીદેલ ફ્લેટ પણ તેઓએ મારી પાસેથી છીનવી લીધો હતો.
મનીષ સિસોદિયાએ જંતર-મંતરના મંચ પરથી કહ્યું કે, 2002માં જ્યારે હું પત્રકાર હતો ત્યારે મેં 5 લાખ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો હતો, તે તપાસ દરમિયાન ED દ્વારા છીનવી લેવામાં આવ્યો હતો. મારા ખાતામાં 10 લાખ રૂપિયા હતા, તે પણ છીનવાઈ ગયા. મારા પુત્રની ફી ભરવા માટે મારે મદદ માંગવી પડી. મેં તેમને કહ્યું કે મારે મારા પુત્રની ફી ભરવાની છે અને EDએ મારું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું છે.
हम अरविंद केजरीवाल के सिपाही हैं, ना झुकेंगे और ना टूटेंगे🔥
— AAP (@AamAadmiParty) September 22, 2024
हमारे नेताओं को जेल में दिल्ली की जनता के काम रोकने के लिए डाला गया। हमारी सरकार और पार्टी को तोड़ने के लिए जेल में डाला गया। लेकिन मैं बड़े गर्व से कह रहा हूं कि ना ही हमारी पार्टी टूटी और ना ही सरकार गिरी।
मुझे आम… pic.twitter.com/X2BPFCDSPg
પૂર્વ DyCMએ કહ્યું કે, મને પાર્ટી બદલવા માટે કહેવામાં આવ્યું હતું, તેઓ તમને જેલમાં મારી નાખશે. મને મારા વિશે જ વિચારવાનું કહેવામાં આવ્યું અને કહ્યું કે, રાજકારણમાં કોઈ બીજા વિશે વિચારતું નથી. મને મારા પરિવાર, મારી બીમાર પત્ની અને કોલેજમાં ભણતા મારા પુત્ર વિશે વિચારવાનું કહેવામાં આવ્યું.
મનીષ સિસોદિયાએ મંચ પરથી કહ્યું કે, તેમને આમ આદમી પાર્ટી છોડવા માટે ઘણી ધમકીઓ અને પ્રલોભન આપવામાં આવ્યા હતા. પરંતુ હું ન તો ભાંગી પડ્યો કે ન તો ગભરાયો. અમે અરવિંદ કેજરીવાલ જીના સૈનિક છીએ અને તેમની સાથે મજબૂતીથી ઉભા છીએ. જ્યારે BJPના લોકો મારી પાસે આવતા હતા ત્યારે હું જવાબ આપતો હતો કે, તમે લક્ષ્મણને રામથી અલગ કરવાની કોશિશ કરો છો, દુનિયાના કોઈ રાવણમાં લક્ષ્મણને રામથી અલગ કરવાની શક્તિ નથી. અરવિંદ કેજરીવાલ 26 વર્ષથી મારા ભાઈ અને રાજકીય ગુરુ છે. મનીષ સિસોદિયા ગયા મહિને જામીન મેળવ્યા પહેલા લગભગ દોઢ વર્ષ જેલમાં રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp