EDની નજર કવિતા-વિજય નાયર પર અટકી, CM કેજરીવાલે આ સવાલોના જવાબ આપવા પડશે

PC: punjabkesari.in

દેશની રાજધાની દિલ્હીની આબકારી નીતિ રદ કરવાના મામલામાં હાઈપ્રોફાઈલ ધરપકડો સતત થઈ રહી છે. સંજય સિંહ, મનીષ સિસોદિયા બાદ હવે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની પણ કથિત દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. રાઉઝ એવન્યુ કોર્ટે CM કેજરીવાલને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. ED સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે, તપાસ એજન્સી હવે CM અરવિંદ કેજરીવાલ અને K. કવિતાની રૂબરૂ પૂછપરછ કરવામાં આવશે જેથી કૌભાંડ પાછળનું સત્ય બહાર આવી શકે. તે રસપ્રદ છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ K. કવિતા અને વિજય નાયરનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે અને કથિત દારૂ કૌભાંડમાં અત્યાર સુધીની તપાસના આધારે તેમની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

જો EDના સૂત્રોનું માનીએ તો, તપાસ એજન્સી CM અરવિંદ કેજરીવાલની પૂછપરછ કેટલાક ચોક્કસ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. CM અરવિંદ કેજરીવાલ અને K. કવિતાને સામ સામે બેસાડીને રૂબરૂ પ્રશ્નો અને જવાબો કરવામાં આવશે. CM કેજરીવાલને સાઉથ લોબી સાથે જોડાયેલા અન્ય આરોપીઓ સાથે પણ રૂબરૂ કરી શકાય છે. તપાસ એજન્સી મની ટ્રેલના પુરાવા બતાવીને CM કેજરીવાલની પૂછપરછ કરી રહી છે. આવી સ્થિતિમાં ED K. કવિતાના રિમાન્ડ વધારવાની પણ માંગ કરી શકે છે. આ અગાઉ પૂછપરછ દરમિયાન K. કવિતાએ EDને CM અરવિંદ કેજરીવાલ વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી છે. વિજય નાયરને લઈને CM કેજરીવાલને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. શનિવારે પણ પૂછપરછ દરમિયાન ED વિજય નાયરને લઈને CM કેજરીવાલને ઘણા પ્રશ્નો પૂછી શકે છે.

શુક્રવારે સુનાવણી દરમિયાન ASG રાજુએ રાઉઝ એવન્યુ કોર્ટમાં જણાવ્યું હતું કે, મનીષ સિસોદિયાએ પણ આ કેસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સિસોદિયાના જામીન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. CM કેજરીવાલે આ ભ્રષ્ટાચારનું કાવતરું ઘડ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, કિકબેક (લાંચ)માં મળેલા પૈસાનો ઉપયોગ ગોવાની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. ED દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, મનીષ સિસોદિયાએ વિજય નાયરને CM કેજરીવાલના ઘરે બોલાવ્યા હતા અને તેમને દારૂની નીતિ સાથે સંબંધિત દસ્તાવેજો આપ્યા હતા. CM કેજરીવાલ આબકારી નીતિ ઘડવામાં સીધી રીતે સામેલ હતા. વિજય નાયર તેના માટે કામ કરતો હતો. ASG રાજુએ જણાવ્યું હતું કે, વિજય નાયર CM કેજરીવાલ અને K. કવિતા માટે કામ કરતો હતો. સાઉથ ગ્રુપમાં મિડલ મેનની ભૂમિકામાં હતો.

સુપ્રીમ કોર્ટે દિલ્હીની રદ કરાયેલ એક્સાઇઝ પોલિસીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરાયેલ BRS નેતા K. કવિતાને શુક્રવારે કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. તેણે પોતાની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની વિશેષ બેન્ચે કહ્યું કે, રાજકીય વ્યક્તિ અથવા કોઈ એવા વ્યક્તિના માટે વૈધાનિક પ્રક્રિયાને બાયપાસ કરી શકાતી નથી, જે સીધી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે. સર્વોચ્ચ અદાલતે K. કવિતા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને જામીન માટે નીચલી અદાલતનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp