હવે BBCની પાછળ પડી ED, જાણો શું છે મામલો
BBC ઈન્ડિયા વિરુદ્ધ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કેસ દાખલ કર્યો છે. બ્રિટિશ સમાચાર ગ્રુપ સાથે જોડાયેલી સંસ્થા વિરુદ્ધ વિદેશી મુદ્રા વિનિમયના નિયમોના ઉલ્લંઘનના આરોપોમાં કેસ નોંધાયો છે. EDના અધિકારીઓ તરફથી કેસ નોંધવાની પુષ્ટિ કરવામાં આવી છે. વિદેશી ફંડિંગમાં અનિયમિતતાના આરોપોમાં BBC વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલી વખત નથી, જ્યારે બ્રિટિશ પ્રસારક વિરુદ્ધ ભારતીય એજન્સીએ કાર્યવાહી કરી છે.
આ અગાઉ ફેબ્રુઆરીમાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમોએ BBCના દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફિસો પર સર્ચ કર્યું હતું. BBCએ હાલમાં જ ‘મોદી ધ ક્વેશ્ચન’ નામની એક વિવાદિત ડોક્યૂમેન્ટ્રી તૈયાર કરી હતી. તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ ડોક્યૂમેન્ટ્રીમાં BBC તરફથી વડાપ્રદાન નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત દંગાઓના કેસમાં સુપ્રીમ કોર્ટ સધી રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપી દીધી છે.
ત્યારબાદ પણ BBC તરફથી આ પ્રકારની ડોક્યૂમેન્ટ્રી તૈયાર કરવું એક મોટા વર્ગને પસંદ ન આવ્યું. જો કે, BBC વિરુદ્ધ ED અને ઇનકમ ટેક્સની કાર્યવાહીનું તેની સાથે કોઈ લેવું-દેવું નથી. કેસની જાણકારી રાખનારા જાણકારોએ જણાવ્યું કે, ED તરફથી BBCના 6 અધિકારીઓને ઓફિસ બોલાવવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ કરવામાં આવી. આ લોકોને કેટલાક નાણાકીય દસ્તાવેજ પણ રાજ્ય કરવા કહેવામાં આવ્યું છે. ફેબ્રુઆરીમાં BBCની ઓફિસ પણ IT ટીમે સર્ચ કર્યું હતું અને તેના આધાર પર જ નોટિસ મોકલવામાં આવી છે.
ફેબ્રુઆરીમાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, BBC પાસેથી મળેલા દસ્તાવેજો મુજબ, તેની કમાણી ભારતના તેના કામકાજ સાથે મેળ ખાતી નથી. એ સિવાય વિદેશોથી મળેલી રકમ પર તેણે ટેક્સ પણ આપ્યો નથી. BBCના પ્રવક્તાએ ઇનકમ ટેક્સની કાર્યવાહી પર કહ્યું હતું કે, અમે એક કંપની તરીકે તપાસમાં સંપૂર્ણ સહયોગ કરીશું. BBC ભરોસાપાત્ર અને સ્વતંત્ર મીડિયા સંસ્થા છે. અમે પોતાના સહકર્મીઓ અને પત્રકારો સાથે ઊભા છીએ. અમે કોઈ પણ ભય અને પક્ષપાત વિના પોતાની રિપોર્ટિંગ ચાલુ રાખીશું. થોડા દિવસ અગાઉ જ ટ્વીટરે પણ BBCના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર ગવર્મેન્ટ ફંડેડ મીડિયા એવું લેબલ લગાવી દીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp