EDના સંકજામાં હજુ હાલના અને પૂર્વ 17 મુખ્યમંત્રી છે, ભાજપનો એક પણ નથી
હેમંત સોરેન ત્રીજા એવા મુખ્યમંત્રી છે જેમની ઝારખંડમાં CM તરીકે ધરપકડ થઇ હોય. આ પહેલાં ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શિબુ સોરેન અને મધુ કોડાની ધરપકડ થઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED)ના સંકજામાં હજુ દેશના હાલના 17 જેટલા મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી છે, જેમની તપસા ચાલી રહી છે. ભાજપના એક પણ મુખ્યમંત્રી સામે તપાસ ચાલી રહી નથી.
જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે EDની તપાસ ચાલી રહી છે. તેમની પર આરોપ છે કે કેજરીવાલ સરકારે 100 કરોડની લાંચ લઇને શરાબ વેપારીઓને ફાયદો કરાવે તેની પોલીસી બનાવી હતી. આ ઉપરાંત તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયન, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી YS જગનમોહન રેડ્ડી, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ, રાજસ્થાનના પૂર્વ મુખ્યંત્રી અશોક ગેહલોત, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતી, જમ્મૂકાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબદુલ્લા, ઉમર અબદુલ્લા અને મહેબુબા મુફ્તી, અરૂણાચલ પ્રદેશના પૂર્વ CM નબામ તુકી, મણીપુરના પૂર્વ CM ઓકરામ ઇબોબી સિંહ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શરદ પવાર સહિતના 17 નેતાઓ સામે EDની તપાસ ચાલે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp