કેજરીવાલ આજુબાજુ EDનો સંકજો વધુ કસાતો જાય છે, જાણો હવે કોની ઉપર થઇ રેડ
દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ના મોટા નેતાઓના આવાસો પર એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની રેડ થઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને રાજ્યસભાના સાંસદ એન.ડી. ગુપ્તાના ઘરે EDએ છાપેમારી કરી છે. દિલ્હી જળ બોર્ડમાં ભ્રષ્ટાચાર કેસમાં EDએ કાર્યવાહી કરી છે. સત્તાવાર અધિકારીઓએ જણાવ્યું કે, EDએ મની લોન્ડરિંગ કેસમાં મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લોકોના આવાસો અપર છાપેમારી છે.
તેમણે જણાવ્યું કે, દિલ્હીના લગભગ 12 જગ્યાઓ પર છાપેમારી કરવામાં આવી રહી છે. ન્યૂઝ એજન્સી PTI મુજબ, અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને દિલ્હી જળ બોર્ડના પૂર્વ સભ્ય શલભ કુમાર સિવાય કેટલાક અન્ય નેતાઓના આવાસો પર EDની રેડ ચાલી રહી છે. ED દિલ્હી જળ બોર્ડની ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતાઓની તપાસ કરી રહી છે. CBI અને દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર નિરોધક શાખા (ACB)ની FIRના આધાર પર EDની કાર્યવાહી કરી રહી છે.
#WATCH | ED raid underway at the residence of AAP MP ND Gupta in Delhi.
— ANI (@ANI) February 6, 2024
As per sources, ED is conducting searches at nearly 10 locations including the residence of Delhi CM Arvind Kejriwal's personal secretary among others connected to the Aam Aadmi Party as part of its money… pic.twitter.com/dRdlSJjE6s
CBIએ FIRમાં આરોપ લગાવ્યો કે દિલ્હી જળ બોર્ડના અધિકારીઓએ ઇલેક્ટ્રોમેગ્નેટિક મીટરોનો પુરવઠો, તેમને લગાવવા, ટેસ્ટિંગ અને કમિશનિંગ માટે ટેન્ડર આપતી વખત એક કંપનીને લાભ પહોંચાડ્યો. CBIની FIR મુજબ, દિલ્હી જળ બોર્ડના તત્કાલીન ચીફ એન્જિનિયર જગદીશ કુમાર અરોડાએ મેસર્સ NKG ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડને 38 કરોડ રૂપિયાનું ટેન્ડર આપ્યું હતું, જ્યારે કંપની જરૂરી માપદંડો પર ખરી ઉતરતી નહોતી. હાલમાં જ EDએ PMLA હેઠળ 31 જાન્યુઆરીએ જગદીશ અરોડા અને અનિલ અગ્રવાલની ધરપકડ કરી છે.
ED is conducting searches at nearly 10 locations including the residence of Delhi CM Arvind Kejriwal's personal secretary among others connected to the Aam Aadmi Party as part of its money laundering probe: Sources
— ANI (@ANI) February 6, 2024
EDની તપાસમાં આરોપ છે કે NKG ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડે નકલી દસ્તાવેજ જમા કરીને ટેન્ડર હાંસલ કર્યો છે. મેસર્સ NKG ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડે અનિલ કુમાર અગ્રવાલની સ્વામિત્વવાળી ફર્મ મેસર્સ ઇન્ટિગ્રલ સ્ક્રૂજ લિમિટેડને કામનો સબ કોન્ટ્રાક્ટ આપ્યો. જ્યારે અનિલ અગ્રવાલને ટેન્ડરની રકમ મળી તો તેમણે લગભગ 3 કરોડ રૂપિયાની લાંચ જગદીશ કુમાર અરોડાને રોકડ અને બેંક ખાતાઓના માધ્યમથી ટ્રાન્સફર કરી દીધા. તપાસમાં ખબર પડી કે અરોડાના નજીકના સહયોગીઓ અને તેમના સંબંધીઓના બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જગદીશ કુમારના નજીકનાને પણ રોકડ લાંચ આપવામાં આવી. EDએ પહેલા 24 જુલાઇ 2023 અને 17 નવેમ્બર 2023ના રોજ છાપેમારી કરી હતી. ત્યારબાદ દસ્તાવેજ અને પુરાવા જપ્ત કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp