આજે એક સાથે 4 રાજ્યોમાં ED અને ITની રેડ, આ ત્રણ પાર્ટીઓના નેતા-મંત્રી નિશાના પર

PC: newsdrives.com

દિલ્હીમાં કથિત આબકારીનીતિ કૌભાંડમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની ધરપકડ કરી લીધી. સંજય સિંહની ધરપકડના આગામી દિવસે એટલે કે આજે ED અને ઇનકમ ટેક્સ (IT) વિભાગે 4 રાજ્યોમાં છાપેમારી કરી દીધી છે. EDએ નગરપાલિકા ભરતી કૌભાંડ કેસમાં પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી રથિમ ઘોષને ત્યાં છાપેમારી કરી છે તો ITએ ચેન્નાઈમાં DMK સાંસદને ત્યાં રેડ પાડે છે. એ સિવાય તેલંગાણામાં BRS ધારાસભ્ય અને કર્ણાટકના શિવમોગામાં DCC બેંકના ચેરમેનને ત્યાં છાપેમારી થઈ છે.

ક્યાં કોની છાપેમારી?

પશ્ચિમ બંગાળમાં મંત્રીના આવાસ સહિત 13 સ્થળો પર EDની છાપેમારી:

પશ્ચિમ બંગાળની મમતા સરકારમાં મંત્રી રથિમ ઘોષના આવાસ પર EDએ છાપેમારી કરી છે. આ કાર્યવાહી નગરપાલિકા ભરતી કૌભાંડમાં કથિત સંડોવણીને લઈને કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે રથિન ઘોષના આવાસ સહિત 13 સ્થળો પર છાપેમારી કરવામાં આવી છે. મધ્યમગ્રામ સીટથી ધારાસભ્ય રથિન ઘોષ મમતા સરકારમાં ખાદ્ય અને પુરવઠા મંત્રી છે. તેઓ મધ્યમગ્રામ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે. પશ્ચિમ બંગાળમાં ટીચર ભરતી કૌભાંડની તપાસ દરમિયાન EDને કેટલાક એવા પુરાવા મળ્યા હતા, જેનાથી ખબર પડી કે માત્ર ટીચર ભરતીમાં જ અનિયમિતતા થઈ નથી, પરંતુ નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવેલી નિમણૂકમાં પણ અનિયમિતતા હતી.

 તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, Silની કંપની ABS ઇન્ફોઝોન પ્રાઇવેટ લિમિટેડને ભરતી પરીક્ષાઓમાં પ્રશ્નપત્રો અને OMR શીટનું છાપકામ, મૂલ્યાંકન અને મેરીટ લિસ્ટ તૈયાર કરવાનું ટેન્ડર આપવામાં આવ્યું હતું. EDના અધિકારીઓએ આરોપ લગાવ્યો કે, Silએ OMR શીટમાં હેરફેર કર્યો અને પૈસાના બદલે ગેરકાયદેસર નિમણૂકમાં મદદ કરી. EDના અધિકારીઓ મુજબ રથિન ઘોષનું નામ અયાન સીલ કંપનીમાં EDની તપાસ બાદ સામે આવ્યું છે, જે ભરતી પ્રક્રિયામાં સામેલ હતો. અયાન શીલ હાલમાં કસ્ટડીમાં છે. તેના કાર્યાલયમાં મળેલા દસ્તાવેજોથી વિભિન્ન વ્યક્તિઓ સાથે લેવડ-દેવડની જાણકારી મળી છે.

તામિલનાડુમાં ITની છાપેમારી:

તામિલનાડુમાં DMK સાંસદ એસ. જગતરક્ષકનના પરિસરો પર આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે. વિભાગ તરફથી 40 કરતા વધુ સ્થળો પર છાપેમારી કરવામાં આવી છે. IT તરફથી એકૉર્ડ ડિસ્ટિલર્સ એન્ડ બ્રુઅર્સ પ્રાઇવેટ લિમિટેડ પર પણ છાપેમારી કરવામાં આવી છે.

તેલંગાણામાં BRS ધારાસભ્ય ગોપીનાથને ત્યાં ITની છાપેમારી:

તેલંગાણામાં ITએ BRS ધારાસભ્ય મંગતી ગોપીનાથ સાથે સંબંધિત આવાસો અને કાર્યાલયો પર છાપેમારી કરી છે. IT અધિકારીઓની ઘણી ટીમો કુકટપલ્લીમાં તેમના આવાસ અને કાર્યાલયો સહિત હૈદરાબાદના અલગ અલગ હિસ્સાઓમાં તપાસ કરી રહી છે.

કર્ણાટકમાં પણ છાપેમારી:

EDએ DCC બેંકના ચેરમેન મંજૂનાથ ગૌડાના શિવમોગા સ્થિત આવાસ પર છાપેમારી કરી છે. તે અપેક્સ બેંકના પૂર્વ અધ્યક્ષ પણ રહ્યા છે. શિવમોગામાં તેમના 3 આવાસ પર છાપેમારી ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp