AAPના ટોપ લીડર્સ સાથે કવિતાની થઈ હતી 100 કરોડની ડીલ, EDનો મોટો દાવો

PC: economictimes.indiatimes.com

દિલ્હીના તથા કથિત આબકારીનીતિ કૌભાંડ કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પોતાની તપાસ બાદ મોટો દાવો કર્યો છે. EDએ આરોપ લગાવ્યો છે કે તેલંગાણાના MLC કે. કવિતાએ લાભ મેળવવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટી (AAP)ના ટોપ લીડર્સ સાથે એક ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા એક ષડયંત્ર રચ્યું હતું.

તપાસ એજન્સીએ એવો પણ દાવો કર્યો એક, AAP નેતાઓ સાથે કવિતાએ 100 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. દિલ્હીની આબકારીનીતિ કેસમાં આરોપ લગાવ્યો કે, હોલસેલ વિક્રેતાઓ પાસે લાંચના રૂપમાં ગેરકાયદેસર પૈસા લેવામાં આવ્યા હતા, જેનો ફાયદો આમ આદમી પાર્ટીને પહોંચાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કવિતા તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી KCRના પુત્રી છે. તેમને હાલમાં જ 16 માર્ચે હૈદરાબાદથી ધરપકડ કરીને EDના અધિકારી દિલ્હી લઈ ગયા હતા.

કે. કવિતાની ધરપકડના આગામી દિવસે PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે કે. કવિતાને 23 માર્ચ સુધી EDની કસ્ટડીમાં મોકલી દીધા હતા અને ED સતત તેમને દિલ્હીની આબકારીનીતિ સાથે જોડાયેલા કેસમાં એક એક પહેલુને લઈને પૂછપરછ કરી રહી છે. દિલ્હી અબનકારીનીતિ કેસમાં અત્યાર સુધી ED દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઈ, મુંબઈ સહિત દેશભરમાં 245 સ્થળો પર છાપેમારી કરી ચૂકી છે.

આ કેસમાં અત્યાર સુધી દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા, સંજય સિંહ અને વિજય નાયર સહિત 15 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. EDએ આ કેસમાં એક ફરિયાદીની ફરિયાદ અને 5 પૂરક ફરિયાદો નોંધી છે. EDનું કહેવું છે કે, આ કેસમાં અત્યાર સુધી 128.79 કરોડ રૂપિયાની સંપત્તિની જાણકારી મળી છે અને ED પાસે આખી મની ટ્રેલ છે.

આ કેસને લઈને રાઉજ એવેન્યૂ કોર્ટમાં થયેલી સુનાવણીમાં કવિતાના વકીલે કહ્યું કે, જ્યારે 19 માર્ચે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે, તો એવી શું ઉતાવળ હતી કે ED 3 દિવસ રોકાઈ ન શકી અને સુપ્રીમ કોર્ટના આદેશની પણ રાહ ન જોઈ. બીજી તરફ EDના વકીલ જોએબ હુસેને કહ્યું કે, અમારી તરફથી ક્યારેય કહેવામાં આવ્યું નથી કે અમે કાર્યવાહી (કોર્સિવ એક્શન) નહીં લઈએ. પોતાની કાર્યવાહીને જસ્ટિફાઈ કરતા EDએ કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટના કોઈ આદેશનું ઉલ્લંઘન કર્યું નથી અને કાર્યવાહી સાથે સંબંધિત કોઈ અંડરટેકિંગ આપ્યું નથી. EDએ કહ્યું કે, કોર્ટે એ જોવાનું છે કે PMLAની કલમ 19(1)નું પાલન કરવામાં આવ્યું છે કે નહીં. ગ્રાઉન્ડ ઓફ અરેસ્ટ ધરપકડ અગાઉ કે. કવિતાને આપવા આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp