AAP સામે પાર્ટી તરીકે કેસ થશે, દારૂ પ્રકરણમાં ફસાઇ શકે

PC: telegraphindia.com

દારુ કૌભાંડમાં કેટલાક નેતાઓની ધરપકડ બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), આમ આદમી પાર્ટી (AAP)ને પણ આરોપ બનાવવાની તૈયારી થઈ રહી છે. EDએ સોમવારે સુપ્રીમ કોર્ટ (SC)ને જણાવ્યું કે, દારુ કૌભાંડમાં AAP’ને આરોપી બનાવીને તપાસ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. EDના વલણ બાદ હવે ‘AAP’ પર તેની સંભવિત અસરની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જાણકારોનું કહેવું છે કે, પાર્ટીના રૂપમાં આરોપી બનાવ્યા બાદ ‘AAP’ સંગઠન અને તેના નેતૃત્વ પર સીધી અને મોટી અસર પડશે.

ED, AAP વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA)ની કલમ 70 લગાવવાનું વિચારી રહી છે, જે કંપનીઓ અને સંગઠનો સાથે સંબંધિત છે. જો EDએ AAPને આરોપી બનાવી તો તે ભારતમાં લગભગ પહેલી વાર હશે જ્યારે કોઈ રાજનીતિક પાર્ટીની મની લોન્ડ્રિંગ પર તપાસ થશે. જાણકારોનું કહેવું છે કે, AAPને ચોતરફ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. PMLAના સખત પ્રાવધાનો હેઠળ પ્રથમ દૃષ્ટિએ ગુનાની પ્રક્રિયા સાથે સંબંધિત મની ટ્રેલ મળવા પર સંપત્તિઓ જપ્ત કરી શકાય છે.

એ સિવાય ચૂંટણી આયોગ પણ કાર્યવાહી કરી શકે છે અને વાત પાર્ટીની માન્યતા રદ્દ કરવા સુધી પહોંચી શકે છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ, ચૂંટણી આયોગના પૂર્વ લીગલ એડવાઇઝર SK મેનદીરત્તાએ જણાવ્યું કે હાલના કાયદા અને નિયમોમાં ભલે જ ભ્રષ્ટાચારના આધાર પર પાર્ટીની માન્યતા રદ્દ કરવાનું પ્રાવધાન ન હોય, પરંતુ સંવિધાનનું અનુચ્છેદ 324, ચૂંટણી આયોગને વિવેકના આધાર પર ઉપયોગ માટે ઘણી શક્તિ આપે છે. જેમાં ભ્રષ્ટાચાર માટે પાર્ટીની માન્યતા રદ્દ કરવાનું પણ સામેલ છે.

ગયા વર્ષે ચૂંટણી આયોગે વેરિફિકેશન બાદ 86 રજીસ્ટ્રેશન ગેર માન્યતા પ્રાપ્ત પાર્ટીઓને લિસ્ટમાંથી હટાવી દેવામાં આવી. સંવિધાનના અનુચ્છેદ 324 અને રીપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951ની કલમ 29Aનો ઉપયોગ કરતા તેની માન્યતા રદ્દ કરવામાં આવી હતી. ચૂંટણી કાયદાના એક વિશેષજ્ઞએ જણાવ્યું કે, જેમ ધારાસભ્યો અને સાંસદોની સભ્યતા તેમના દોષી સાબિત થયા બાદ જાય છે એ જ પ્રકારે પાર્ટીની માન્યતા પણ દોષી સાબિત થવા પર જ જઈ શકે છે.

જો કે, જે પ્રકારે ઉમેદવારોને અખબાર/ટીવી પર જાહેરાત આપીને પોતાની વિરુદ્ધ ચાલી રહેલા કેસોની જાણકારી આપવી પડે છે એ જ પ્રકારે ચૂંટણી આયોગ રાજનીતિક પાર્ટીઓ માટે નિયમ બનાવવા પર વિચાર કરી શકે છે. ચૂંટણી આયોગ કોઈ રાજનીતિક પાર્ટીને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 29 હેઠળ રજીસ્ટ્રેશન કરે છે. ગત ચૂંટણીમાં પ્રદર્શનના આધાર પર કોઈ પાર્ટીને સ્ટેટ કે નેશનલ પાર્ટીનો દરજ્જો મળે છે. આમ આદમી પાર્ટીને વર્ષ 2013માં સ્ટેટ પાર્ટીનો દરજ્જો મળ્યો હતો અને આ વર્ષે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp