ED કહે- કેજરીવાલ લીકર કૌભાંડના કિંગપીન, કવિતાએ 100 કરોડ AAPને આપ્યા અને...

PC: timesnownews.com

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે સાંજે કથિત દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. EDની ટીમ ગુરુવારે સાંજે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. લગભગ બે કલાકની પૂછપરછ અને તેમના નિવાસસ્થાને સર્ચ કર્યા બાદ EDએ કેજરીવાલની ધરપકડ કરી હતી અને EDએ રાઝઉ એવેન્યુ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

રાઉઝ એવન્યુ કોર્ટમાં દારૂ કૌભાંડ કેસની સુનાવણી ચાલી રહી છે. આ સમયગાળા દરમિયાન, EDએ કેજરીવાલ વિશે ઘણા આરોપો લગાવ્યા છે. EDએ બે લોકો વચ્ચેની ચેટને ટાંકી હતી, જેમાં રોકડની ચર્ચા થઈ રહી હતી. EDએ કહ્યું કે હવાલા દ્વારા 45 કરોડ રૂપિયા ગોવામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. વિવિધ લોકોને મોટી રકમ આપવામાં આવી હતી. અમે આ લોકોની CDR વિગતો મેળવી છે. અમારી પાસે તેમનો ફોન રેકોર્ડ પણ છે. વિજય નાયરની એક કંપની પાસેથી પણ પુરાવા મળ્યા છે. આ પૈસા ચાર માર્ગો દ્વારા ગોવામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી દરમિયાન EDએ કોર્ટને જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ દિલ્હી દારૂ કૌભાંડના મુખ્ય સુત્રધાર છે. EDએ કહ્યું કે કેજરીવાલ દિલ્હી લિકર પોલિસીની રચનામાં સીધા સામેલ હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લાંચ લેવામાં અમુક લોકોની તરફેણ કરી હતી. લાંચની રકમનો ઉપયોગ આમ આદમી પાર્ટીની ગોવાની ચૂંટણીમાં નાણાં પૂરાં પાડવા માટે કરવામાં આવ્યો હતો એવો દાવો EDએ કોર્ટમાં રજૂ કર્યો હતો.

EDએ કહ્યું કે રોકડ બે વખત ટ્રાન્સફર કરવામાં આવી હતી. દારૂ કૌભાંડનો આરોપી વિજય નાયર કેજરીવાલ માટે કામ કરતો હતો. નાયર કેજરીવાલના ઘરની નજીક રહેતો હતો અને કેજરીવાલની નજીકનો મનાતો હતો. હતા. નાયર વચેટિયા તરીકે કામ કરતો હતો. કેજરીવાલે દક્ષિણ લોબી પાસેથી લાંચ માંગી હતી. અમારી પાસે તેની સામે લાંચ માંગવાના મજબૂત પુરાવા છે.

EDએ કોર્ટને જણાવ્યું કે શરાબ કૌભાંડમાં આરોપી BRS લીડર કે. કવિતાનું નિવેદન લેવામાં આવ્યું છે. જેના કહેવા મુજબ કેજરીવાલે કવિતા સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે , આપણે દિલ્હી શરાબ નીતિ પર સાથે મળીને કામ કરવું જોઇએ.

EDએ કહ્યું કે, AAPના મોટા નેતાઓને કવિતાએ લાંચ આપી હતી. કવિતાએ આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયા આપ્યા હતા અને લાંચની રકમ રોકડમાં આપવામાં આવી હતી. EDએ કોર્ટને કહ્યું કે, કેજરીવાલને માત્ર પોતાની કરણી માટે જ નહી, પરંતુ તેમના સહયોગીઓએ જે કર્યું છે તેના માટે પણ તેમને જવાબદાર માનવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp