વોશિંગ મશીનમાં ભરી હતી નોટોની થોકડીઓ, EDએ દરોડામાં જપ્ત કર્યા 2.54 કરોડ

PC: indiatoday.in

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને મોટી સફળતા મળી છે. EDને વિશ્વસનિય જાણકારી મળી હતી કે કેટલીક સંસ્થાઓ મોટા પ્રમાણ પર ભારત બહાર વિદેશી મુદ્રા મોકલવામાં સામેલ છે. તેના આધાર પર ઘટનાની તપાસ શરૂ કરતા કેટલીક કંપની પર વિભાગની ટીમે છાપેમારી કરી. તપાસ દરમિયાન 2.54 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે, જેમાંથી કુલ રકમનો એક મોટો હિસ્સો વોશિંગ મશીનમાં છુપાવવામાં આવ્યો હતો. છાપેમારીની આ કાર્યવાહી દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, કુરુક્ષેત્ર અને કોલકાતામાં કરવામાં આવી.

EDની ટીમે મેસર્સ કેપ્રિકોર્નિયન શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેમના ડિરેક્ટર વિજય કુમાર શુક્લા અને સંજય ગોસ્વામીને ત્યાં ફેમા 19ના પ્રાવધાનો હેઠળ તપાસ કરી. તેની સાથે જ તેમની સાથે સંબંધિત સંસ્થાઓ મેસર્સ લક્ષ્મીટન મેરીટાઇમ, મેસર્સ હિન્દુ ઇન્ટરનેશનલ, મેસર્સ, રાજાનંદિની મેટલ્સ લિમિટેડ, મેસર્સ સ્ટવાર્ટ અલોયઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, મેસર્સ ભાગ્યનગર લિમિટેડ, મેસર્સ વિનાયક સ્ટીલ્સ, મેસર્સ વશિષ્ઠ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેસ અને તેમના ડિરેક્ટર પાર્ટનર સંદીપ ગર્ગ, વિનોદ કેડિયાને ત્યાં છાપેમારી કરવામાં આવી.

EDએ પોતાની તપાસમાં જોયું કે સિંગાપુરની મેસર્સ ગેલેક્સી શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને હોરાઇઝન શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડને 1,800 કરોડ રૂપિયાની શંકાસ્પદ રકમ મોકલવામાં આવી છે. આ બંને વિદેશી સંસ્થાઓના મેનેજમેન્ટ એન્થની ડી. સિલ્વા દ્વારા કરવામાં આવે છે. તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે મેસર્સ કેપ્રિકોર્નિયન શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ, મેસર્સ લક્ષ્મી મેરિટાઈમે પોતાના સહયોગીઓ સાથે નકલી માલ સપ્લાઈ સેવાઓ અને આયાતની આડમાં સિંગાપુર સ્થિત સંસ્થાઓને 1800 કરોડ રૂપિયા મોકલ્યા.

તેના માટે મેસર્સ નેહા મેટલ્સ, મેસર્સ અમિત સીલ ટ્રેડર્સ, મેસર્સ ત્રિપલ એમ. મેટલ એન્ડ અલોયઝ, મેસર્સ HMS મેટલ્સ વગેરે જેવી નકલી સંસ્થાઓની મદદથી જટિલ લેવડ-દેવડ દેખાડવામાં આવી. તપાસ દરમિયાન 2.54 કરોડ રૂપિયાની જપ્તી કરવામાં આવી, જેની બાબતે આરોપી કોઈ જવાબ ન આપી શક્યા. આ રકમનો એક હિસ્સો વોશિંગ મશીનમાં છુપાવવામાં આવ્યો હતો, જેને જપ્ત કરી લીધો છે. એ સિવાય તપાસની કાર્યવાહી દરમિયાન વિભિન્ન આપત્તિજનક દસ્તાવેજ ડિજિટલ ઉપકરણ પણ મળ્યા, જેમને જપ્ત કરી લેવામાં આવ્યા છે. EDની ટીમે તેમાં સામેલ સંસ્થાઓના 47 બેંક ખાતા પણ ફ્રિજ કરી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp